________________
૧૨૦ ]
જૈન કૉન્ફરન્સ હેરલ્ડ.
[ મે
“ History teaches us that no nation ( community ) takes and keeps a first place in which the women are regarded by their countrymen (castemen ) as a negligible quantity and degraded to the position of goods and chattels. "
ભાવાર્થ- ઈતિહાસ આપણને શીખવે છે કે જે પ્રજામાં (જ્ઞાતિમાં) પ્રજાજન (જ્ઞાતિબંધુ) તરફથી સ્ત્રીઓને એક ભુલી જવાય—વિસારે પડાય તેવી વસ્તુની ગણનામાં મુકવામાં આવે છે અને ઘરના સરસામાન તથા રાચરચીલાની સ્થિતિ તલક ઉતારી પાડવામાં આવે છે તે પ્રજા કદી પણ પ્રથમ જગ્યા લઈ શકતી નથી તેમજ રાકી શકતી નથી.
7 શ્રી સ્વાતંત્ર્યમદૂતે એ:નિયમ વિરૂદ્ધ-જરૂર છતાં પણ હાલની સ્થિતિ તરફ્ ધ્યાન આપતાં–વર્તવાનેા આગ્રહ કરવામાં આવતા નથી, સ્વાતંત્ર્ય કઈ કઈ બાબતેામાં કેટલે અશે અર્પવું તે એક વિચારવા યાય સવાલ છે, પરંતુ વિવાહ જેવી ધાર્મિક સંસ્કારથી વાસિત થયેલી બાબતમાં સ્ત્રીએની પતિત-દુ:ખદ સ્થિતિ તરo નજર કરી સમાન હક આપવા તે એક બાજુએ રહ્યા પણ તેની સ્થિતિ સુધારવા માટે ઉદાર રીતે વર્તવામાં ન આવે તે કેટલું શેાચનીય ? સ્વાર્થ સાધક વૃત્તિની પણ કાંઇ હદ હોવી જોઇએ. દીર્ધ દ્રષ્ટિથી વિચાર કરતાં આપણા પુરૂષના આવા એકપક્ષીય વર્તનથી આડકતરી રીતે આપણી ભવિષ્યની પ્રજાની સુસ્થિતિ–ઉન્નતિ પ્રયાણુ તરફના પ્રયાસમાં સખત ખતરા પડે છે અને સ્ત્રી વર્ગની સાથે આપણે પણ પાછળ હડતા જઇએ છીએ. સ્ત્રી અને પુરૂષ સંસાર. રથના અગીભૂત એ મહાન ચક્રો છે અને તેથી એક ચક્રની વ્યવસ્થા અસ્તવ્યસ્ત રહેતાં સંસાર–રથ ઉધા વળવાના. આ જોતાં ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવાની અભિલાષા રાખનારા મનુષ્યાએગૃહસ્થાશ્રમી પુરૂષોએ લગ્નના વિવાહના નિયમેની રચનાજ એવી રીતે કરવી તેઇએ કે સંસાર રથની ધુ્રસરી વહન કરવામાં સ્ત્રી પુરૂષ પ્રેમમય ભાવનાથી એક બીજાને વાદાર રહીને અન્યઅન્ય મદદગાર થઈ પડે અને ચતુર્થ સ્વદારાસ...àાય–પરસ્ત્રીંગમનવિરમણ વ્રતને પુષ્ટિ મળતાં નીતિમય જીદંગી ગુજારે, કેમની આવી સ્થિતિ ટુંક સમયમાં થા તેવીજ ઇચ્છા કામહિતૈષી જનેાની સદાકાળ વતતી રહે છે.
વૃદ્ધ વિવાહના વિવેચન પ્રસંગે, કાર્ય કારણભાવથી જોડાએલ કન્યા વિક્રયના રીવાજ સબધી કાઇ કોઇ વિચારા પ્રકટ કરવામાં આવ્યા છે, તે ઉપરાંત ઘણું કહેવાનુ કન્યા વિક્રય રહે છે તે આ મથાળા નીચે જણાવવા પ્રયાસ કરવામાં આવે છે, કન્યા જેવી જીવતી જાગતી બાળાનું ભરબજાર વચ્ચે પૈસાની લાલચે વૃદ્ધ વર સાથે વરાવી વેચાણ કરનારા,કન્યાવિક્રય કરનારા અધમ પુરૂષા, મૃતપ્રાણિનું માંસ-મજ્જા વેચનારા કસાઇઓ કરતાં પણ શું ઉતરતી પાયરીના ગણાવા જોઇએ નહિ ! જ્ઞાતિનું લ્હેણું. અગર ધર્માદા લ્હેણુ વસુલ કરવામાટે જ્ઞાતિના આગેવાના આવા કન્યાવિક્રયના સેાદાને પાર ઉતારે તે ગુનાનામાં નાના જીવતી રક્ષા કરનાર, અભયદાન આપનાર મોટી મેાટી પાંજરાપોળા સ્થાપવામાં યથાશક્તિ મદદ કરનાર ન નામ ધારક મુંગે મેઢે શાન્તિથી જોયા કરશે! આવા પૈસાથી :જ્ઞાતિનુ શુ શ્રેય થવાનું અગર ધર્માદા ફંડને કેટલી પુષ્ટિ મળવાની તે સમજી શકાતું નથી. લોક માન્યતા એવી છે કે કન્યાવિક્રયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ટકતુંજ નથી. કન્યાવિક્રય કરનાર તે ભીખારીને