SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હેર એમોલ જઈ આવ્યા પછી મહાવદી ૫ ના રોજ સુરતમાં ખત્રીની વાડીમાં મેટી મિ. ટીગ ભરવામાં આવી હતી બીજે દિવસે ખત્રીના બાળકે એકઠા મળેલા હતા. તે વખતે તેમની પાસે જઈ મી. અમથાલાલે આપણે ધર્મ તથા વિદ્યાર્થીનું કર્તવ્ય એ વિષય ઉપર ભાષણ આપ્યું. ત્યાર પછી મહંત ગોરધનદાસ આવવાથી બાલાજીના ચકલાપર ત્રણ દિવસ સુધી ભાષણે થયાં હતાં. છેલ્લે દિવસે જ દારૂમાંસથી થતી દેશની ખરાબી ” એ વિષય ઉપર બન્ને જણાએ ભાષણ આપેલ હતું તે પછી ડાપફળીયામાં અંત્યજ લેકેની એક મોટી મિટિગ રાતના મળી હતી. ત્યાં તેઓ તથા મહંત ગોરધનદાસ તથા મહંત જીવણદાસ ગયા હતા અને તેઓના ભાષણથી અંતે જ સારી અસર થઈ છે. ત્રીજા દિવસે પછી તેઓનીજ સભા મળી હતી. અને ઊપર લખેલા સિ ત્યાં ગયા હતા અને ભાષણ આપ્યાં હતાં અને રવિવારે મોદીજીના મહેલમાં બપોરના વખતે તે કોમને એકઠી કરવામાં આવી હતી. તે વખતે વેદધર્મગુરૂ નથુરામ શર્મા, મી. મોદીજી. એ. ડાકટર સાહેબ તથા રા. ગણપતરામભાઈ, તથા મી. ઉત્તમ રામ અને શિવશંકર વિગેરે ગૃહસ્થ સમક્ષ ભાષણ આપ્યું હતું. છેવટ મહંત ગોરધનદાસ તથા મહંત જીવણદાસ બંનેએ મળી દારૂ માંસને ઉપગ ન કરવા કેટલીક સહી કરાવી હતી. ત્યાર પછી શેઠ મેહનલાલ મગનલાલ તથા મી. લાભશંકર લક્ષ્મીદાસનું સુરત આવવું થયું. એક જાહેર મીટીંગ વિકટેરીઆ થીએટરમાં ભરવામાં આવી. તે વખતે જીવદયા ઉપર મી. ગોરધનદાસે ભાષણ આપ્યું હતું અને તેના સં. બધમાં મી, અમથાલાલનું બેલવું થયું હતું. બીજી મીટીંગ એરપાડમાં ૧૫) માણસની હતી. ત્યાર પછી શેઠ મોહનલાલ તથા મી. લાભશંકરભાઈ અને ડે. દીનશાળ વિગેરેએ શેઠ પ્રેમચંદ રાયચંદની વાડીમાં જઈ જૈન કેમની મિટિંગ ભરી હતી. - પછી ખેત્રપાળ-તેજના પટેલની મિટિંગ ભરવામાં આવી હતી તથા રાતના વખતે મી. લાભશંકરભાઈ તથા શેઠ. મેહનલાલ મગનલાલ તથા ડો. દીનશાળ અને મી. ગેરધનદાસ તથા મી. અમથાલાલ ગયા હતા. તે વખતે તે લેકોએ દારૂ માંસને ઉપગ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy