________________
૧૯૦૯ ] ધર્મનીતિની કેળવણી.
_[ ૧૧ તથા સાંદય રહેલું છે તે બુદ્ધિસંપન્ન મનુષ્યમાં અનિયમિત વર્તન કે ગંદી કે કેમ સાંખી શકાય? વિજ્ઞાનના શિક્ષણ પરથી એક બેધ એ મળે છે કે દરેક પ્રકારના વ્યર્થ જતા પદાર્થોને ઉપગ થઈ શકે છે, પણ વ્યર્થ ગએલ વખતને ઉપયોગ થઈ શકતું નથી. વ્યાકરણના નિયમ પ્રમાણે શુદ્ધ વાક્ય બોલવાથી કલ્યાણ થાય છે અને વ્યાકરણના દેષવાલી ભાષા બોલવાથી અકલ્યાણ થાય છે. ( આ વાત પ્રથમદષ્ટિએ વિચિત્ર લાગશે. પણ ભગવાન પાણિનીનું એ વચન છે.) વગેરે. આ વિષય પર બહુ ભાર દઈને તે નામદારે જણાવ્યું હતું કે બીજા દેશોના સંબંધમાં ગમે તેમ હ, પણ અત્રે આપણી સ્થિતિ કાંઈ વિલક્ષણ છે. આપણી પ્રજાની નિસર્ગિક શક્તિ તથા વંશ પરંપરાથી ઉતરી આવેલ ભાવનાઓ પ્રમાણે કેળવણીને આત્મા નીતિની કેળવણી છેઃ શરીરની સાથે સાથે જેમ જીવ રહે છે તેમ કેળવણી અને નીતિની કેળવણી એક સાથે રહેવાં જોઈએ. “ According to the national genius of the people and their traditions moral teaching is the very essence of education the two must go together. ” + + + + વિદ્યાર્થિઓએ રાજકીય સવાલેની ચર્ચાથી તદ્દન અલગ રહેવું જોઈએ
એ વાત એગ્ય છે. પણ એ વિષયથી વિદ્યાર્થિઓને તદન વિઘાર્થિઓ અને અનભિજ્ઞ રાખવા એમ જે નામદાર વાઈસચે સેલરના રાજકીય વિષયે. કહેવાને આશય હોય તે અમે તે સાથે એક મત થઈ
શકતા નથી. અમારી માન્યતા તે એવી છે કે આવા મને હત્વના સવાલો પર શાસ્ત્રીય રીતે વિચાર કરતાં કોલેજોમાં શીખવવું જોઈએ. કોલેજોની ડીબેટીંગ સોસાયટીઓમાં–વાદવિવાદ ચલાવવાના મંડળોમાં–આવા વિષયેની ખાસ ચર્ચા થવાની જરૂર છે. તેથી આ વિષયની મહત્વતા, અને પુખ્ત વિચાર કર્યા પછી જ તે સંબંધે કાંઈ પણ નિશ્ચયપર આવવાની જરૂર, વગેરે બાબતેનું વિદ્યાર્થિને ભાન કરાવી શકાશે, કે જેથી પરિણામે અંદગીમાં પડયા પછી એવા સવાલમાં તે અવિચારીપણે ન દેરાય. જે યુવકેને રાજકીય વિષયેથી તદ્દન અજ્ઞાત રાખશે, તે કોલેજના બંધનમાંથી છુટતાં, કદષ્ટિ વકતાઓના વિચારથી દેરાઈ ગમે તેવા વિચાર હાલના રાજ્યબંધારણ સંબંધે તે બાંધી બેસશે. જે કોલેજોમાં પણ એવી કેળવણી ન આપી શકાય તે પછી કયારે ને કેવી રીતે એ કેળવણી આપી શકાશે? કઈ પણ મહત્વના વિષયમાં ગુરૂદ્વારા પ્રવેશ થવે જોઈએ. વિદ્યાર્થિ કોલેજ છોડયા પછી જ્યારે સંસારની પ્રવૃતિઓમાં ગુથાએલે હોય ત્યારે પિતાની મેળે આવા વિષયમાં પ્રવેશ કરી તેનું રહસ્ય પામી શકે એમ માનવું ઘણે ભાગે ભૂલ ભરેલું છે અને આવા વિષયને અભ્યાસ આમ વિદ્યાથીની સ્વતંત્ર મરજી ઉપર છેડી દેવાથી, પ. રિણામ, જે બાબતેને અવરોધ કરવા ઈચ્છા જણાય છે તે જ, ઉલટું, આવશે.