________________
ધર્મ નીતિની કેળવણું.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે શુદ્ધતામે થિર રહે, અમૃતધારા વરસે.”
દિગ્દર્શન.
- વેકેશન પ્રસંગે મુંબઈની યુનિવર્સિટિના એક મૂખ્ય અધિકારી તરીકે
નામદાર જસ્ટિસ મી. ચંદાવર્કરે ઉચ્ચારેલા શબ્દ કેળવણીના નામદાર વાઈસ વિષયમાં રસ લેતા સર્વે સુજ્ઞ જનેને બહુ વિચારવા યોગ્ય ચેન્સેલરનાહાલની છે. હાલની કેળવણીની કેટલીક ખામીઓ તથા તેમાં કરવા કેળવણી સંબધે લાયક સુધારાઓ એમણે બહુ સારી રીતે દર્શાવ્યા હતા. વિચારે. ધર્મનીતિની કેળવણીની તેમજ સંગીનતાની ગેરહાજરી, એ
ખામીઓ એમણે બતાવી હતી. હાલની કેળવણી “નિરિશ્વર છે, તેથી હદય પર જોઈએ તેવી અસર થતી નથી, અને વિદ્યાર્થિનું વર્તન ઘડાતું નથી. તદ્દન નવીન (વિદેશીય) વિચારે તથા ભાવનાઓમાં મૂકાવાથી વિદ્યાર્થિનું હદય કેઈ પણ એક જીવનભાવનાપર ચોંટતું નથી. પશ્ચિમાત્ય તત્વજ્ઞાનને ઐચ્છિક વિષય રાખવામાં આવેલ છે, પણ સાથે આર્ય તત્વજ્ઞાનની સરખામણી કરાવાતી ન હોવાથી કોલેજ છોડવાની સાથે એ વિષય સાથેનો સંબંધ પણ ઘણે ભાગે છૂટી જાય છે.
જનસમાજમાં એક જીવનભાવના આદર્શરૂપે બંધાવાની અત્યંત આવશ્યકતા છે. આ સત્ય આપણા પ્રાચિને બહુ સારી રીતે સમજ્યા હતા, અને એજ હેતુએ તેમણે પરદેશગમનને અટકાવ કર્યો હતે તથા જ્ઞાતિબંધન દાખલ કર્યા હતા. જો કે તપશ્ચાત્ યોગ્ય મર્યાદા ન સમજાયાથી આ પ્રતિબંધને લીધે આપણને બહુ નુકશાન થએલ છે વિદિશામાં બાળક સમક્ષ જે ભાવનાઓ રજુ કરવામાં આવે તે પરસ્પર વિરોધી ન હોવી જોઈએ. " Ito is necessary to ensure the steady operation on his mind of a single set of ideals upto the period when he is able to jud.