SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૪] જૈન કેન્ફરન્સ હેરા. પાંજરાપોળ અને તેની સ્થિતિ. ગયા અંકથી ચાલું. વડોદરા પાંજરાપોળ. વિદરાજ દલપતભાઈ વડોદરાના પ્રખ્યાત વૈદ હતા અને એમણે ખંડેરાવ મહારાજની સારી પ્રીતી મેળવી હતી. તેથી મહારાજા તરફથી વંશપરંપરાને માટે એમને પાદ ગામ ઈનામમાં મળ્યું હતું. પણ શેઠ સાહેબ દલપતભાઈએ તુરતજ તે ગામ ખેડા ઢરમાં આપી પિતાનું નામ અમર કરી ગયા છે. આ ગામની વાર્ષિક ઉપજ રૂ. ૫૦૦૦) ની છે. આ સિવાય જ્યાં જ્યાં પોતાને લાગવશીલ હતું ત્યાં ત્યાં ઉપદેશ કરીને પિતે રૂ. ૧૦૦૦) આ પાંજરાપિળમાં લાવ્યા હતા. . . ત્યાર પછી મી. અમીચંદ માણેકચંદ ઝવેરીના ચિરંજીવીએ આ પાંજરાપોળને વહીવટ સંવત ૧૯૪૧ સુધી કર્યો. તેમના વખતમાં મીલઉપર પાંજરાપોળને લાગે શરૂ થયે અને તે પ્રમાણે દરેક રૂની ગાંસડી દીઠ રૂ. ૦-૭-૩ આ પાંજરાપોળને હજી લગી મળે જાય છે સંવત ૧૯૪૨ ની સાલમાં ત્યાંના દિવાનબહાદુર મણિભાઈ જશભાઈએ આ પાંજરાપોળની હકીકત નામદાર ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજને જણાવતાં ભાદરવા વદી ૮ ના રોજ શ્રીમંત ગાયકવાડ સરકાર શહેરના સારા સાસ આગેવાને સહીત આ પાંજરાપોળ જેવાને પધાયા.. અને પાંજરાપોળની સ્થિતિ જોઈ પિતાને સંતેષ જાહેર કર્યો અને કેટલુંક ઉત્તેજન આપ્યું. વિ. શેષમાં મુંબઈની પાંજરાપોળની માફક આ પાંજરાપોળનું કામ કમીટીથી ચલાવવા ભલામણ કરી. તે ઉપરથી થોડા વખતમાંજ એક કમીટી નીમી તેના પ્રમુખ દિવાન સાહેબ મણિભાઈને નીમ્યા અને ડે, બટુકરામ શોભાગરામ મહેતા તથા ઝવેરી માણેકલાલ ઘેલાભાઈને સેક્રેટરી નીમ્યા તથા બીજા કેટલાક સગ્ગહસ્થનાં નામ પણ દાખલ કર્યા. ઝવેરી માણેકલાલભાઈની તથા ડે. બકરામભાઈની અથાગ મેહેનતથી આ પાંજરાપોળ કમિટીને ગાયકવાડ સરકાર તરફથી જનાવરે તરફ ગુજરતું ઘાતકીપણું અટકાવવાની કેટલીક સત્તા મળી–આ સત્તાના આધારે ઘણા માણુંસેને ૮ જનાવરે ઉપર ઘાતકીપણું ગુજારનારાઓને) પકડાવી શિક્ષા કરાવેલી અને મળેલા દંડમાંથી અમુક ભાગ પાંજરાપોળ ભંડળમાં લાવ્યા છે. હાલ બે વરસ થયાં આ સતાને બરાબર ઉપયોગ થતું નથી તે તે તરફ પાંજરાપિળના વહીવટ કર્તાનું ધ્યાન ખેંચવામાં આવે છે.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy