________________
૧૯૦૭ ].
ત્રીજે દિવસ તૃતિય દિવસનું મંગળાચરણ.
વસંતતિલકા છંદ. શ્રી વીર શાસનપતિ સુપસાય કારી, શ્રી સંઘમાં કર સદા સુખ શાંતિ સારી; આ જૈન મંડળ વિશે ભર સંપ ભારી,
સંસારિ ધાર્મિક બધી કૃતિઓ સુધારી. રાગ સેરઠ—વિમળા નવ કરશે ઉચાટ કે એ રાગ. આજે જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઈચ્છા ફળરે, ધાર્મિક નૈતિક રચ્યા પ્રબંધ, ધર્મ બંધુના વધ્યા સંબંધે કરી એકતા જેની બંધુએ હળી મળી.
આજે. ૧ જીર્ણ ચિત્ય ઉદ્ધાર થાશે, પુણ્ય ક્ષેત્ર સાતે સચવાશે; જ્ઞાનેદ્ધાર થશે અજ્ઞાન તિમિર દળીરે.
આજે ૨ હાનિ કારક રિવાજ ટળશે, જ્ઞાન દાન સંતતિને મળશે ધાર્મિક નૈતિક સ્ત્રી શિક્ષણ મળશે વળીરે.
આજે. ૩ સાહ્ય સિઝાતા ભાઈની થાશે, ઉદ્યમ ધંધામાં જોડાશે કયું ફંડ સાધરમી દુઃખ દળવા હળી.
આજે ૪ જનશાસનની ઉન્નતિ થાશે, વિજય વાવટે જગ રોપાશે, ધરશે કીર્તિ છત્ર સુ ખટદર્શન મળીરે.
આજે. ૫ નગરશેઠ જગમાં પ્રખ્યાતા સદગુણ ચીમનભાઈ વિખ્યાતા સ્વાગત મંડળ પ્રમુખ થયા મતિ નિર્મળશે.
આજે ૬ શેઠજી જેસંગભાઈ મન ભાવી, આમંત્રણ કેન્ફરન્સ વધાવી કરી કીર્તિ નિજ પૂર્વજ સમ જેણે ઉજળી. આજે ૭ ઈત્યાદિક ભાઈઓએ ભારી, તન મન ધનથી સેવા સારી કેન્ફરન્સ દીપાવી રાજનગર ભલી.
આજે ૮ જેનીબંધુ કેન્ફરન્સ વધા, સાંકળચંદ સ્વધર્મ દીપાવે; સહજ કલાનિધિ સંઘ ભક્તિ સફળી ફળીરે. આજે ૯