SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હેરડ. [ માર્ચ ન જ છે, પણ સેનાને કાંઈક અંશ હોવાથી તથા બહુજ પોલીશ કરેલ હોવાથી સેના જે ચળકાટ આપે છે. ઠરાવ છઠે. શેઠ અનેપચંદ મલકચંદે જણાવ્યું કે ધાર્મિક કામમાં દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, અને જ્ઞાન દ્રવ્ય મુખ્ય છે. સાધારણ દ્રવ્યમાં પાંજરાપોળનો પણ સમાવેશ થાય છે. ઉપકારી પુરૂષની ભક્તિ કરવાથી જેટલો લાભ છે, તેટલેજ લાભ તેમની સંબંધના ખાતાઓની જાળવણીથી થાય છે. એવાં ખાતાં સાચવવાને વખત મળે તે પણ ભાગ્યોદય છે. તાંબુ જેમ વિધિયુક્ત ખાવાથી પુષ્ટ બનાવે, તેવી જ રીતે દેવદ્રવ્ય પણ વિધિયુક્ત વપરાય તે પુષ્ટ થવાય. શ્રાવકે દેરાના પૈસા વ્યાજે રાખવા ન જોઈએ. ધાર્મિક વહીવટપર માલિકી સંઘની છે, તે બાપદાદાની માલિકી જેવા ગણવા નહિ જોઈએ. હિસાબ સભ્યતાથી. જેવા જોઈએ. હિસાબ તપાસનારને દરેક રીતની મદદ કરવી જોઈએ. સાધારણ ખાતાનું દ્રવ્ય પણ પોતાના ભેગમાં ન લેવું. જ્ઞાનદ્રવ્ય પણ સાચવવું જોઈએ. જે ભાવે જે કામમાં પૈસા કહેવાયા હોય, તેજ કામમાં વાપરવા. શા. ચુનીલાલ નાનચંદે જણાવ્યું કે કેટલાકએ હિસાબ મને પહેલી જ તકે બતાવ્યા છે, કેટલાકે હિસાબ આનાકાની પછી બતાવ્યા છે, કેટલાકે ચેખી ના કહેવા હીમત ધરી નથી, પણ ઢીલ કરી છે. આ ખાતું નિભાવવા માટે મદદની જરૂર છે. શ્રીમાનેએ ઍનરરી ઓડીટર તરીકે કામ બજાવવા નીકળવું જોઈએ. કેટલાક વહીવટ કરનારાઓ નકામે વખત બહુ લે છે. અમારા તરફથી કેઈને અડચણ કરવામાં આવતી નથી. ધાર્મિક વહીવટ કરનારાઓએ અમને બને તેમ જલદી મદદ કરવા વિનંતી છે. આશરે ૧૧૫ ખાતાંના હિસાબ અમે તપાસ્યા છે. ૧૦૦-૧૫૦ પત્રો ખાતાં તપાસવા માટે અમારા તરફ આવેલા છે. વ્યાખ્યાન વખતે સાધુ મુનિરાજે ઉપદેશ દે તે વહીવટ કરનારા જલદી બતાવી દે. ડે. નગીનદાસ દેલતરામે હિંદીમાં જણાવ્યું કે કેળવણુને પેટા ફાયદે ધન કમાવાને છે. ૩ ચોપડા મુખ્ય છે, રેકડ, ખાતાવહ અને નોંધ. વાત, પીત અને કફમાં ફેરફાર થાય એની સાથે તેને સરખાવી શકાય. દરેક મંદીર પર દરેક જૈનને હક હિસાબ તપાસવાને છે. પંચની દેખરેખની ખામી હિસાબની ગફલતીનું કારણ છે. દરેક માણસ બીજા બધાને દેરવા ચાહે છે, પણ પિતે બીજાથી દેરાવા ચાહતે નથી. ઈર્ષાના પરિણામ તરીકે તડ પાડવા એ પણ હિસાબની ગેરવ્યવસ્થાનું કારણ છે. મંદિરના પિસાનું વ્યાજ પણ ઓછું આપવામાં આવે છે. દર વર્ષ નિયમસર નામું રખાતું નથી. હિસાબ તપાસ્યાનું સટીફીકેટ દેખાડવા પછી જ ટીપમાં નાણું ભરાવા જોઈએ. શ્રીમાનેને ન્યાત કાંઈ સજા કરી શકતી નથી. પારકે પૈસે નામદારી કરનારા બહ શમ્સ હોય છે. તેઓ ખરેખર કાંઈ લાભ કરી શકતા નથી. ગ્રેજયુએટેની ડાયરીમાં સ્વદેશહિત, તથા સ્વધર્મના લાભમાં કાંઈ વખત વપરાયે દેખાતું નથી.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy