SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] કેન્ફરન્સે કરેલાં કાર્યોની ટુંક નોંધ, ૩૯ તેજ ખલ છે. સ`સ્કૃત કવિ પણ જણાવે છે કે ‘ અલ્પાનામાપ સંહતિ વસ્તુનાં પાર્થસાથિયા ? નાની વસ્તુઓના સમૂહ પણ ઇચ્છિત કાર્ય સાધી શકે છે. ડાંગરનાં છેતરાં કાઢી લેવામાં આવે તે ચાખા પછી ઊગી શકતા નથી, માટે ઐકયતાની જરૂર છે. અને આવી કાન્ફરન્સાના લીધે વિદ્વાન તેમજ અભણ, શ્રીમાન તેમજ ૨'ક એક બીજાના સંબધમાં આવે છે, અને પરસ્પર પ્રેમ તથા ભ્રાતૃભાવ જાગ્રત થાયછે. એકેક શક્તિ અન્ય શક્તિની સહાયતા વિના વ્યવસ્થિત કાય કરી શકે નહી. દ્રવ્યવાન દ્રવ્ય ખર્ચશે, પણ જ્ઞાનને અભાવે અનુપયેગી બાબતમાં ખર્ચશે, અથવા એકને એક વિષયમાં પુષ્કળ ખર્ચશે, અને બીજા વધારે જરૂરીયાતવાળા ખાતા તરફ લક્ષ પશુ નહી આપે. વિદ્વાનો મોટાં મોટાં ભાષણા કરશે, પણ ધનવાન લેાકે સાંભળશે નહીં તે તેમનું ભાષણ અરણ્યમાં રૂદન કરવા તુલ્ય થશે અને બુદ્ધિશાલીની એકલી બુદ્ધી, વિદ્યા તથા દ્રવ્યના અભાવે, નકામાં ટાયલાં અથવા પાંચાયત કરવામાંજ સમાઇ જશે. જે સર્વ પ્રકારનાં ખલ એકત્ર થાય તાજ સત્ય લાભ મેળવી શકાય અને તે મેળવવાને સર્વ પ્રકારના ખલની એકત્ર સકલના માટેજ કેન્ફરન્સના પ્રયાસ છે. જેએએ જગતના ઇતિહાસ વાંચ્યા છે. અને અમુક સમયની રાજકિય, ધામિક અથવા સામાજીક સ્થિતિ તે અગાઉના જમાનાના ગ્રન્થકારા અને વિચારવંત પુરૂષાના ઉપદેશ ઉપર આધાર રાખતી અનુભવી છે, તે તા નિશ્ચિત રીતે માને છે કે, કોઈપણ કાર્ય જગતમાં ઉદ્ભવ પામે, તે પહેલાં તત્સંબધી વિચારા ફેલાવવાની જરૂર છે. જે માર્ગે પ્રયાણ કરવાથી આપણી ઉન્નતિ થશે, એમ લાગતું હાય, તે માર્ગના વિચારા આપણી કેામમાં ફેલાવવા જોઇએ. જયારે વિચારા ફેલાય છે, ચર્ચાય છે અને લેાકેા તેની સત્યતા સ્વીકારેછે, ત્યારે ધીમે ધીમે જનમંડલના વ્યહારમાં મુકાયછે અને પછી તે રીવાજ રૂપ અનેછે. આ નિયમથી જોતાં આપણુને જણાય કે હાલ કાન્ફરન્સના વિચારકાળ છે. અને કયે ધેારણે કામ લેવાથી આપણી ઊન્નતિ અલ્પ સમયમાં થઇ શકે તે સંબંધી વિચારા કેન્ફરન્સના પ્લેટફાર્મ ઉપરથી આપણી કામનુ હિત હૈડે ધરનાર વિદ્વાનેા જણાવે છે, તે વિચારો શ્રોતાવગ માં ફેલાય છે. અને પત્રા તથા રીપા દ્વારા આખી જૈન કામ તે વિચારાથી માહિત થાય છે. અને સૂક્ષ્મ રીતે અવલેાકન કરનારને તે વિચારોની અસર તેમના વ્યવહારમાં પણ થતી જણાય છે. આવા વિચારકાળમાં કાન્ફરન્સ પાસેથી વધારે કાની આશા ન રાખી શકાય, તે સ્વાભાવિક છે. તેપણ કાન્ફરન્સે પેાતાની ટુંક હયાતિમાં “જે કાર્યો કયાં છે, તે ભણી નજર કરતાં આપણે હર્ષવન્ત થઈએ છીએ, અને તે કાર્યોની નોંધ આપણને વધુ પ્રયાસને વાસ્તે ઉત્તેજીત કરે છે. કોન્ફરન્સે કરેલા કાર્યોની ટુંક નોંધ. કાન્સને લીધે જૈન કેામમાં જાગૃતિ થઇ છે તેના અનેક પુરાવા છે. કેન્દ્ રન્સને હયાતીમાં આવ્યા પછી મારવાડ અને મેવાડની તી ભૂમિમાં આવેલાં કેટલાંક જીણું ચૈત્યેાના ઉદ્ધાર કરવામાં આવ્યેા છે. કેળવણીની ખાખતમાં કેટલાક નિરાશ્રિત પણ લાયકાત ધરાવનાર વિદ્યાથીઓને તેમના અભ્યાસ ચાલુ રાખવાને ચૈાગ્ય મદદ કેન્ફરન્સફ્ડ તરફથી આપવામાં આવેલી છે. પાટણ અને જેસલમેરના પ્રાચીન જૈન ભંડારાની ટીપ પણ થઈ છે અને છેલ્લી ટીપ આ કેસ તરફથી પ્રસિદ્ધ થતા હેરલ્ડ પત્રમાં છપાઇ પણ ગઇ છે. ગુજરાતમાં પેથાપુર અને
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy