SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કેન્ફરન્સ હેર૯૭. [ ફેબ્રુઆરી બંધુઓ! આ રાજનગરમાં જુદા જુદા ગચ્છ, સંપ્રદાય, ના, તથા મંડળ આવેલાં છે, તેથી કેટલીક બાબતોમાં મતભેદ હેવાને સંભવ છે તે પણ ૧૫૫૮માં ઈંગ્લાંડ ઉપર અજીતસેના સહિત ચઢાઈ કરનાર પેઈનના લોકોને હરાવવાને રોમનકેથેલીક અને પ્રોટેસ્ટન્ટ નામના બે વિરોધી ધાર્મિક પંથે એકત્ર થયા હતા, તે માફક ભિન્ન ભિન્ન વિચારવાળા કેમના આગેવાને કુરીવાજો રુપી શત્રુની સેનાને સંહાર કરવાને, ધર્મને ઉદ્યત કરવાને, અને આ કેન્ફરસનો વિજયવાવટા ફરકાવવાને, એકમેક થયા છે, તે બનાવની આ પ્રસંગે નોંધ લેતાં મને અતિ આનંદ થાય છે આ પ્રસંગ અમદાવાદના જૈનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાશે. આ કેન્ફરન્સની આવશ્યકતા. સુજ્ઞ સથ્રહસ્થો ! આ કોન્ફરન્સ રૂપી બાલકને ચાર વર્ષ થયાં છે, અને આજે પાંચમું બેસશે, તે પણ આવા બાલકને જન્મ આપી જૈન સૃષ્ટિમાં હયાતિ લાવવામાં તેના સંસ્થાપકને શે ઉદ્દેશ હશે, એવી શંકાઓ કેટલાકના મનમાં જાગૃત થાય છે. તે શંકાઓના નિરાકરણાર્થે આવી સંસ્થાઓના અસ્તિત્વની સફલતા સિદ્ધ કરવા કાંઈ પણ કહેવામાં આવે છે તે પ્રસંગે પાતજ ગણાશે. | ન્યાયી અને ઉદાર બ્રીટીશ સરકારે જે અસંખ્ય લાભ આપણને આપ્યા છે, તેમાં કેળવણી એ સૈથી મોટામાં મોટો અને ન ભુલાય તેવે છે. તે કેળવણીએ સારું નરસું પારખવાની વિવેકશક્તિને જાગૃત કરી છે. વૃદ્ધિ પામેલી વિવેકશક્તિ દ્વારા વિચાર કરતાં આપણા આગેવાનેબે જણાયું કે આપણી સાંસારિક, ધાર્મિક અને વ્યાવહારિક સ્થિતિ, પ્રાચીન સમયની તે સ્થીતિ સાથે સરખાવતાં, ઘણું અધોગતિ પામેલી છે અને આપણી પ્રાચીન ભવ્યતા અને જાહેરજલાલી પ્રાપ્ત કરવાને, આપણું ધાર્મિક જીવન શુદ્ધ અને નિર્દોષ બનાવવાને, આપણા સંસારવ્યવહારમાં પૈઠેલા અનેક હાનિકારક અને અનિષ્ટ રિવાજે જે દ્વારા આપણી સામાજીક સ્થિતિ ઘણી દુખકારક થયેલી છે, તે દુર કરવાને હાલની સ્થિતિમાં સુધારો કરે આવશ્યક છે. પણ આ સુધારે એક મનષ્યથી થઈ શકે નહિ, તે વાતે ઘણું મનુષ્યના એકત્ર પ્રયાસની જરૂર છે. આ કાઈમાં બ્રીમાન, ધમાન અને વિદ્વાન ત્રણ પ્રકારના મનુષ્યોએ પિતાની લક્ષ્મી, બુદ્ધિ અને વિદ્યાને સદુપયોગ કરી, જેથી આપણું ઉન્નતિ થાય, અને અવનતિનાં કારણે વિનાશ પામે, તેવા કાર્ય માટે જોડાવું જોઈએ. અને આ કેન્ફરન્સ તે તે કારણને માટે મળેલા હિંદુસ્થાનના જુદા જુદા ભાગના જૈનસમુદાયે ચુંટી કાઢી મેકલેલા બુદ્ધિકાલી, વિદ્વાન અને સમૃદ્ધિવાન પ્રતિનિધીઓનું મંડલ છે. ઘણા તાંતણાએ એકડા થવાથી થયેલું દેરડું મદોન્મત્ત હસ્તિને બાંધી શકે છે, તે પછી લક્ષ્મી, બુદ્ધિ અને વિવાવાળા મનુષ્ય ગમે તેવું વિકટ કાર્ય થડા સમયમાં સાધી શકે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી અને આ કેન્ફરન્સ તે જૈન કોમના જુદા જુદા તાંતણાઓને સમુદાય છે. સર્વ સદગ્રસ્થાએ આ સિદ્ધાન્ત માન્ય કરેલે કે Union is strength સંપ ઐક્યતા .
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy