SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ | પાંચમી કેન્ફરન્સ. ૩૭ આ રાજનગર અહમદશાહે ૧૪૦૨ ની સાલમાં વસાવ્યું તે સમયથી, જેનપુરી રૂપે મશહુર છે. અમદાવાદ જેનેનું ધામ, વિદ્યાનું કેન્દ્રસ્થાન અને વ્યાપાર ઉદ્યોગનું અદ્વિતીય (મુંબાઈથી ઉતરતું) સ્થળ છે. તેમાં સે ઉપર ચૈત્ય તીર્થકર ભગવાનની અનેક ભવ્ય મૂર્તિઓથી સુશોભિત હોઈ આ રાજનગરને દીપાવે છે. સંખ્યાબંધ ઉપાશ્રયે જ્યાં પવિત્ર મુનિરાજે પોતાના નિર્મળ ઉપદેશથી શ્રાવકને તથા શ્રાવિકાઓને શુદ્ધ માર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યા છે, તે પણ જુદે જુદે સ્થળે આવેલા છે. હિંગ દુસ્થાનના સકળસંઘના મોટા મોટા ખાતાઓને વહીવટ કરનારી શ્રી આનંદજી કલ્યાણજીની પેઢીનું મુખ્ય સ્થળ પણ આ નગરમાંજ છે. વળી ભિન્ન ભિન્ન સાધનો વડે કાર્ય કરતી, પણ જૈનધર્મના જ્ઞાનના ફેલાવારૂપ એકજ ઉચ્ચ ઉદેશથી સ્થપાયેલી જૂદી જૂદી સંસ્થાઓ, સભાઓ, મંડળ, શ્રાવિકા શાળાઓ, કન્યાશાળાઓ, જૈનબેકિંગ અને જૈન સ્કુલ પિતાને ઉદેશ સિદ્ધ કરવાને યથાશકિત કાર્ય કરી રહી છે. હાલમાં જ આ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે એમ નથી, અનેક જૈનાચાયોએ પોતાના પવિત્ર ચરણસ્પર્શથી આ રાજનગરને પવિત્ર કર્યું છે, અને તેઓનાં પૂજ્ય નામ તથા કાર્યને કાંઈક ખ્યાલ આ પ્રસંગે ગૃજ જણાશે. અકબર બાદશાહને પ્રતિબોધ આપી જૈન ધર્મના દયામય તત્ત્વ તરફ રૂચિ કરાવનાર, હિર પ્રશ્નના કર્તા, જેમની મૂર્તિ દોશીવાડાની પિળમાં આવેલા અષ્ટાપદના દેરાસરમાં બીરાજમાન છે તે હિરવિજયજી સુરિ, સેન પ્રશ્નના કર્તા શ્રી વિજયસેનસુરિ ક૫ કિરણવલિના રચનાર શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય, લેકપ્રકાશ, હૈમલઘુપ્રકિયા વગેરે સુશાસ્ત્રોના કર્તા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય; વળી અનેક સચ્છાસ્ત્રના રચનાર ન્યાયવિશારદ મહામહોપાધ્યાય, જેમના નામથી કાશીમાં શ્રી યશોવિજયજી જેનપાઠશાળા સ્થાપવામાં આવી છે તે શ્રી યશોવિજ્યજી તથા શ્રી વિજયસિંહસૂરિ મહારાજની આજ્ઞાથી ક્રિયાને ઉદ્ધાર કરનાર સંવેગી માર્ગમાં અગ્રગણ્યશ્રી સત્યવિજય પન્યાસ, વળી જ્ઞાનવિમળ સુરિ, પદ્મદ્રહ પદવી ધારક શ્રી પદ્મવિજયજી અને રૂપવિજય તથા વીરવિજયજી વગેરે અનેક જૈન આચાર્યોએ એક અથવા બીજા સમયે આ સ્થળને પિતાના ચરણકમલના સ્પર્શથી, તેમજ અત્રેના લેકને પિતાની ઉપદેશ ભરી વાણીથી પવિત્ર કર્યા હતા. આવા સ્થળમાં આપ સર્વેએ, બંગાલ, પંજાબ, મારવાડ, માલવા, કચ્છ, કાઠિઆવાડ, ગુજરાત આદિ વિવિધ સ્થળેથી અતિ શ્રમ વેઠી, અનેક અડચણે સહન કરી, પધારવાને તસ્દી લઈ આ રાજનગરને માન આપ્યું છે, તે માટે અત્રેના સકળ સંઘ તરફથી આપને આવકાર આપતાં ઈચ્છા રાખું છું કે જે વિષયમાં આપણી કેમનું ભવિષ્ય અને ઉન્નતિ સમાયેલાં છે, તે વિષયને ઉત્સાહ અને વિચાર પૂર્વક ચર્ચવામાં ભાગ લેશે, અને આ કેન્ફરન્સ જે જે સ્તુત્ય ડ્રરાવ પસાર કરે, તેને દ્રઢતાથી અને આત્મભેગે પણ અમલમાં મુકવા બનતે પરત કરશે. આ :: જો રોટ.! દેતી
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy