SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોન્ફરન્સ હેર૯૭. [ ફેબ્રુઆરી. દક્ષિણમાં આમલનેર ખાતે બે પ્રાન્તિક સભાઓ ભરવામાં આવી છે. જુદા જુદા દેશોમાં પાઠશાળાઓ અને કન્યાશાળાઓ સ્થાપવામાં આવી છે. મુંબાઈમાં થોડા સમય ઉપર પન્નાલાલ જૈન હાઈકુલ ખુલ્લી મુકવાની ક્રિયા નામદાર ગવર્નર લેડી લેમીંગ્ટન તરફથી કરવામાં આવી છે. પેથાપુરમાં મળેલી કેન્ફરન્સવખતે એકઠાં થયેલાં નાણથી આજ સ્થળમાં ગુજરાત જેન બોડીંગની સ્થાપના થઈ છે. વળી થોડાજ વખતપર નાગોરીસરાહમાં લલુભાઈ રાયચંદના પ્રયાસથી એક બોડીંગ ખુલ્લી મૂકવામાં આવી છે. મુંબઈમાં લાલબાગ ખાતે એક ડગ સ્થપાઈ છે. અને ભાવનગરમાં પણ જેન બડગ હયાતીમાં આવી છે. વળી જુદા જુદા સ્થળોમાં હાનીકારક રીવાજોને નાશ કરવાને ઠરાવ પસાર થતા આપણું સાંભળવામાં આવ્યા છે. આ સર્વ ઉપર જણાવેલા લાભ કરતાં પણ જે મોટી અગત્યતા ધરાવનારે એક લાભ કોન્ફરન્સના પ્રયાસને લીધે થયેલે છે, તે એ છે કે, ભિન્ન ભિન્ન દેશમાં વસતા અને ભિન્ન ભિન્ન ભાષાઓ બોલતાં જેન બાન્ય તરફ આપણે દિલસોજી બ્રાન્ડ્રા ભાવ રાખતા થયા છીએ અને તેના પરીણામેજ ગયા દુકાળ વખતે ડબાસંગ તથા કાઠિઆવાડના નિરાશ્રિત જૈન ભાઈઓને નાણ સંબંધી મદદ મોકલવા ઉદાર હાથ અનેક તરફથી લંબાવવામાં આવ્યો હતો. કેન્ફરન્સને લીધે ડાયરેકટરીના કામનો પણ પ્રારંભ થયો છે, જેથી અન્ય દેશોમાં વસ્તા જેનોની સર્વ પ્રકારની સ્થિતિને આપણને ખ્યાલ આવે છે અને એક બીજા તરફ આપણે પ્રેમથી આકર્ષાઈએ છીએ અને સર્વે એક વીર પ્રભના અનુયાયીઓ છીએ, એવી દ્રઢ લાગણી જાગૃત થાય છે. આ સર્વે કામે સીધી યા આડકતરી રીતે આ કોન્ફરન્સને આભારી છે અને તેથી ઉત્પન્ન થયેલા ધર્માભિમાન અને જૈન કેમના અભિમાનનું પરિણામ છે એમ સર્વ કેઈ કબુલ કરશે. સુજ્ઞ સંગ્રહસ્થો ! આ ઉપરથી આપ જોઈ શકશે કે કોન્ફરન્સે પિતાની ટુંક હયાતીમાં આપણા સારૂ ઘણું કર્યું છે, હજુ જે કાર્ય કરવાનું છે, તે તેથી પણ વધારે છે. માટે વધારે પ્રયાસની અને વધારે આત્મભેગ આપનારા નરેની જરૂર છે. દરેક પ્રયાસનું ફળ તત્કાળ મેળવવાની આશા રાખવામાં આપણે ભૂલ કરીએ છીએ. કેટલાંક કામ બહુ ધીમી ગતિથી થઈ શકે તેવાં હોય છે, અને તેનું પરિણામ પણ લાંબે કાળે જણાય છે. જુના વિચારો ફેરવવા એ કાર્ય ઘણુંજ કઠિન છે, અને ઘણી જ સહનશીળતા રાખી મુશ્કેલીઓ વચ્ચે પસાર થઈ તે કામ કરવાનું છે, તે પણ કેન્ફરસે જે કાર્ય કર્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. કેળવણું. બંધુઓ! એક પ્રશ્ન કે જેના ઉપર આખા જૈન કેમનું ભવિષ્ય ઝઝુમતું જણાય છે, અને જેના સાંગોપાંગ નિરાકરણથી આપણું ભવિષ્ય ઝળકતું થાય એ નિશ્ચિત છે, તે કેળવણીના ગંભીર અને મહાન પ્રશ્ન ઉપર અત્રે એકત્ર થયેલા સર્વ મનુષ્યોનું ધ્યાન ખેંચવા માગું છું. કેળવણની બાબતમાં જૈન કેમ અન્ય કેમેને મુકાબલે હજુ પછાત છે, આપણું જેના બાળકોએ કેળવણીના અસંખ્ય લાભે પુરેપુરા ચાખ્યા નથી, તે પહેલાં એક ભયંકર વિચાર આપણામાં દાખલ થતો દેખી મને ખેદ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy