SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭] આપણું પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી. [ ૩૦૯ આ તીર્થની પવિત્રતાના સંબંધમાં આ પત્રના જુન મહિનાના અંકમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવેલ છે તેથી અત્ર તે પર્વતની ચિત્તાકર્ષક, નેત્રને આનંદદાયક કુદરતી સુંદરતાના સંબંધમાં તથા તે પર્વત ઉપર ટુંક મુદતમાં ઓછી મુશ્કેલીએ જઈ શકાય તે થયેલો સુગમ માર્ગ કે જે કારણોને લઈને કલકત્તાના યુરોપીયને તથા ધાર્મિક હિંદુભાઈઓને જમીન પટે આપી પર્વત ઉપર વસવાટ કરવાનો વિચાર રાખવામાં આવ્યું છે. તેના સંબંધમાં વિવેચન કરવું પ્રાસંગિક ગણાશે. આજ સુધી જબલપુર તરફ થઈને જતાં કલકત્તા મેલમાં મુસાફરી કરતા યાત્રાળુઓને મેલ લાઈનને રસ્તે થઈ મધુપુર સટેશને ગીરડી જવા માટે ગાડી બદલવી પડતી હતી. ગીરડીથી મધુવન ગાડા રસ્તે જતાં માર્ગમાં બરાકા નામની મહેટી નદી આવે છે. તે નદી ઓળંગવાનું ઘણી વખત સુશ્કેલીભર્યું થઈ પડે છે. પાણી વિશેષ હોય છે તો નાવડામાં બેસીને પેલે પાર જઈ શકાય છે. પરંતુ હાલમાં ગ્રાન્ડર્ડ નામની નવી રેલવે લાઇન થતાં મુંબઈથી જબલપુર મેલમાં નીકળેલ યાત્રાળ માર્ગમાં કઈ પણ ઠેકાણે ગાડી બદલવાની અગવડ ભોગવ્યા વગેર ગામે સ્ટેશને ઉતરી, ઈસરી અને નીમીયા ઘાટ-જે બન્ને સ્ટેશનો પર્વતેની પાસેના છે અને ઇસરીથી મધુવન જવાને સડકને રસ્તો છે છતાં ત્યાં-મેલ ઉભો રહેતો નથી તેથી બીજી ગાડીમાં પાછા આવી ઇસરીથી મધુવન ઓછા કલાકમાં પહોંચી શકે છે. આ પ્રસંગે લખવું જોઈએ કે યાત્રાળુઓને ઉતરવાને પર્વતની તળેટીમાં આવેલા મધુવનમાં નીચલી કેડી, મજલી કાઠી અને ઉપલી કેડી એ નામની ત્રણ ધર્મશાળાઓ છે. તે પૈકી મજલી કેઠીની વ્યવસ્થા વેતામ્બરે હસ્તક છે અને ઉપલી તથા નીચલી કોઠી, તેરાપંથી અને વિશપંથી દિગમ્બરોના વહીવટ નીચે છે. મજલી કેઠીની લગોલગ આપણા સાત આઠ ભવ્ય દેરાસરો આવેલા છે. આ બધાને તથા પર્વત ઉપર મંદિરો તથા દેરીઓનો વહીવટ આપણા તરફથી મુર્શિદાબાદના રહીશ, બાબુ સાહેબ ધનપતસિંહજીના પુત્ર મહારાજ હાદુરસિંહજી, ઓનરરી મેનેજર તરીકે કરે છે. હાલમાં ઉભા થયેલા ચિંતાતુર મામલા પ્રસંગે તેઓ સાહેબ તથા કલકત્તા નિવાસી રાય બહાદુર બદ્રીદાસજી પિતાથી બનતા પ્રયાસ કરી રહ્યા છે. વળી હઝારી બાગના ડેપ્યુટી કમીશનરે મોટરગાડી દોડાવવાની યોજના તૈયાર કરેલ છે અને તેને માટે એક કંપની ઉભી કરી શેર ભરાવા માંડયા છે, આથી કરીને યાત્રાળુને જે સગવડ થઈ છે તેની સાથે જ આપણી હાલની તીર્થની પવિત્રતા નહી જળવાવા બાબેની મુશ્કેલીને જન્મ મળે છે. આવા કારણોને લઇને જ આપણે કેટલાએક વિચિક્ષણ પુરૂના નીચે પ્રમાણેના ઉદગાર સાંભળીએ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy