________________
૩૦૮] | જૈન કોન્ફરન્સ હેર,
[અકટોબર ઉમરે, અભણ હેય તે ભણી શકે, અને ભણેલી હોય તે નવું નવું વાંચી શકે. મુખ્ય જરૂર તે એટલા માટે છે કે ગરીબ વિધવાઓને કંઈ ગૂંથવાન, અથવા કેર, રીબન, ઝબલા વિગેરે ભરવાનું, અથવા એવા કોઈ પણ ધંધા શીખવવા, કે જેથી કરીને નીતિથી પિતાનું ભરણપોષણ કરી શકે. મોટી વસ્તીવાળા શહેરમાં આવી શ્રાવિકાશાળાઓની ખાસ જરૂર છે.
કૅન્ફરન્સ–એ મહાન સંસ્થા સર્વથી ઉપયોગી છે, તે માટે બે મત છેજ નહિ. તેણે જીર્ણોદ્ધાર, જીર્ણ પુસ્તકેદ્વાર, ડીરેકટરી, કેળવણીને સહાય. નિરાશ્રિતને મદદ વિગેરે કર્યું છે. પણ એક બાબત જરા ફેરવવાની જરૂર છે. ખોટાં બહાનાં કાઢીને નવું મંદિર બંધાવવું હોય છતાં જીર્ણમંદિરોધ્ધારને નામે કઈ કઈ વખત પૈસા લઈ જાય છે, એ ગેરવ્યાજબી છે. હલને સમય મંદિરે વધારવાને છેજ નહિ. માત્ર જરૂર લાગે ત્યાં નાના પ્રમાણમાં નવું કરવા જેટલી જરૂર છે. બીજું, આળસુ, ખોટા બહાનાથી પૈસા લેવા આવનારને નાની રકમ આપવી તે પણ પાણીમાં નાખ્યા બરોબરજ છે. તેથી ઉદ્યમ કરવાને માટે નાની મોટી રકમ આપવાની જરૂરીઆત છે. ' વિષય પૂર્ણ કરતાં ભૂલચૂક માટે લેખક ક્ષમા ઈચ્છે છે.
સંપૂર્ણ.
- આપણું પવિત્ર તીર્થ શ્રી સમેતશિખરજી.
હવે કરવું શું? થોડા સમય ઉપર શ્રી સમેતશિખરજીના પર્વત ઉપર જમીન પટે આપી બંગલા બાંધવા દેવાની બંગાળ સરકારની યેજના વિરૂદ્ધ જૈન વસ્તિવાળા લગભગ તમામ શહેરે તરફથી સખ્ત અણગમા સાથે વાંધો જાહેર કરવામાં આવ્યા છતાં, આપણી ધાર્મિક લાગણીને કાંઈક ન્યાય આપવાને વ્હારથી દેખાવ ધારણ કરી, જેન કેમના અગ્રેસને બેંગાળના લેટેનન્ટ ગવર્નરે પિતાની રૂબરૂ આ સવાલના સબંધમાં ચર્ચા કરવાને, ડેપ્યુટેશનના રુપમાં હાજર થવાનું આમંત્રણ કરી પિતાને મળેલા માનપત્રેના જવાબમાં જે નિરાશીભરેલે અને સમસ્ત જૈન પ્રજાગણના, કલકત્તા હાઈ કોર્ટ તરફથી કબુલ રાખવામાં આવેલા હક તરફ બેદરકારી બતાવનારે જવાબ આપવામાં આવ્યું તેથી પ્રત્યેક ધર્મ પ્રેમી જેનભાઈએ વેતામ્બર આખાયના હે, કે દિગમ્બર આસ્નાયના હે સર્વ કઈ એટલા બધા ચિંતાગ્રસ્ત થઈ ગયા છે કે હવે શું કરવું તે એક હેટે વિચારવા જે સવાલ થઈ પડે છે.