SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૯] જેનાં જાહેર ખાતા અને તેમની હાલની સ્થિતિ. [ ૩૦૩ ઉપાશ્રય–જે જે ગામોમાં મુનિરાજેન વિહાર છે, ત્યાં ઉપાશ્રયની સ ભાળ સામાન્ય રીતે સારી લેવાય છે. મુનિરાજેનો વિહાર હોય છતાં ઉપાશ્રયની મુશ્કેલી અનુભવાય એવું જવલ્લેજ બને છે. મુનિરાજે તરફ ભક્તિભાવને લીધે, અને પોતાને ધર્મ ક્રિયા કરવાનું સ્થાન હોવાને લીધે, શ્રાવકે આ ખાતા તર ઉપેક્ષાવાળા હોતા નથી. નિશાળે - વ્યાવહારિક કેળવણી સંપૂર્ણ રીતે બધા વિષયોમાં આપવા માટે મુખ્ય શહેરોમાં ગરીબ જેનેને સહાયભૂત થાય એવી નિશાળો આ છેલ્લા દશકામાં ત્રણ ચાર નીકળી છે તે આનંદની વાત છે. સર્વ દાન કરતાં કેળવણીનું દાન એટલા માટે ઉત્તમ ગણાય છે, કે તે મેળવ્યા પછી ભિક્ષાવૃત્તિ, અથવા પારકા પર બહુ આધારની જરૂર પડતી નથી. તે મેળવ્યા પછી માણસને ભરણપોષણ માટે સામાન્ય સગવડ થઈ રહે છે. વ્યાવહારિક એ લાભ ઉપરાંત જ્ઞાનને રસ્તો ખુલે થાય છે, એ જે તે લાભ નથી. આત્મઉદ્ધાર એ લક્ષ દષ્ટિ બિંદુ હોવાથી એજ ખરો લાભ છે, પરંતુ જીવન નિર્વાહ સારી રીતે થઈ શકે એ માટે વ્યાવહારિક કેળવણું આપવા સારૂ મુંબઈમાં પન્નાલાલ હાઈ સ્કૂલ, કચ્છી દશા ઓશવાળ જૈન પાઠશાળા, કચ્છી વીશા ઓશવાળની શાળા, રામજી માધવજી બેડિગ સ્કૂલ, અમદાવાદમાં પ્રધાનબાઈ કન્યાશાળા, સુરતમાં જન સ્કૂલ તથા ભાવનગરમાં અમુક અંશે, ઉજમબાઈ કન્યાશાળા વ્યાવહારિક શિક્ષણની સાથે ગાણ રુપે ધાર્મિક શિક્ષણ આપનારી નિશાળે છે. આ શાળાઓ માટે બહારના અજાણ્યા માણસે જોઈએ તેમ બોલે. પરંતુ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકને અનુભવ એ છે કે જોઈએ તેવું સંતોષકારક કામ થાય છે. વિદ્યાર્થીઓને અનુભવ જ ખરો ગણું શકાય. જે ગામોમાં ૧૫૦-૨૦૦ વિદ્યાર્થીઓ જેનોના મળી શકે તેવા ગામમાં, સરકારી અથવા દરબારી, સાધારણ શક્તિના વિદ્યાર્થીઓને ભારે ન પડે તેવી સ્કૂલે ન હોય તેજ, ખાસ જેનોને માટે સ્કૂલ ખોલવાની જરુર છે. કેળવણી એજ દેશનું ધન છે. કેળવણી વિના કોઈ પણ દેશને ઉદ્ધાર થયેજ નથી. પાઠશાળાઓ-બનારસ યશોવિજયજી પાઠશાળા સંસ્કૃતમાં ઉસ્તાદ જેને ઉત્પન્ન કરવા માટે સ્થપાયેલી છે. તે સિવાયની સર્વ પાઠશાળાઓ છોકરાઓને સૂત્ર, મુખપાઠ અથવા અર્થ સહિત કરાવવા માટે જ છે. બનારસ પાઠશાળા આવશ્યક છે, એ તે નિર્વિવાદ છે. માત્ર ધ્યાન એટલું જ રાખવાનું છે કે જેમ ભૂતકાળમાં બન્યું તેમ, એકવાર હાથમાં સત્તા આવ્યા પછી, તે જવા દેવી દુષ્કર લાગતાં, પિતાનું જુદું જમાવવા પ્રયત્ન થયો, અને તેથી પાઠશાળાને ધકે લાગે, તેમ ન થાય તેટલા માટે તેવા નિયમે કામ ન લેવું એજ ધ્યાનમાં રાખવાનું છે. બનારસ પાઠશાળામાંથી છેડાએક પણ ખરેખર વિદ્વાન, બીજાનીસાથે ધાર્મિક વિવાદ ઉત્પન્ન થતાં જૈનધર્મના નિયમો સાચા છે, એમ સમજણ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy