SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [ અકબર પૂર્વક બતાવી શકે, ઉપરાંત ધાર્મિક વ્યાવહારિક ઉપદેશક તરીકે કામ કરી શકે એવા માણસો નીકળે, તે થયેલે ખર્ચ સફળ સમજી શકાશે. હાલની બીજી પાઠશાળાએ મુખપાઠનું જે કામ કરે છે તે કઈ રીતે અનિષ્ટ તે નથી. માત્ર અર્થસહિત થઈ શકે ત્યાં અર્થ કરાવવાનું વિશેષ લક્ષ અપાય એજ વધારવાની જરૂર છે. પાઠશાળાના શિક્ષકને જે પગાર અપાય છે, તે વાહ ટ્રકે હોવાથી કામ કરનારનું લક્ષ ઓછું રહે, માટે તે હકીકત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓને અનેક પ્રસંગે ઈનામ આપીને વધારે લલચાવી શકાય. - દવાખાના—જેને તરફથીજ ચાલતાં દવાખાનાં અત્યારસુધી પાંચ જાણમાં છે. પન્નાલાલ જૈન દવાખાનું, માંગરોળ જૈન દવાખાનું, પાલીતાણામાં શેઠ રતનજી જેચંદ તરફથી ચાલતું દવાખાનું, વીશનગરનું ગોકળભાઈ દોલતરામનું દવાખાનું, તથા ગોઘામાં જીવણ જેચંદ તથા બોટમલાલ ઓધવજી તરફથી ચાલતું દવાખાનું. બહારના માને છેટી ફરિયાદ કરવાની બહુ ટેવ હોય છે. એક જણ કોઈ સંસ્થાનું વાંકું બોલે, તે તેને વગર જાણે–સમજે ઉપાડી લેનારા પણ બહ હોય છે. વળી ઓછા પગાર અપાતા ખાતામાં થોડી એક ગેરવ્યવસ્થા ચાલે, તો તેમાં બીજો ઉપાય નથી. કેઈ ખાતું ડેએક ફાયદો કરતું હોય, તે એમ કહેવું કે એવા છેડાએક લાભવાળા ખાતાની જરૂર નથી, સંપુર્ણ ફાયદો કરનારૂં ખાતું જોઈએ, એ પણ યોગ્ય લાગતું નથી. થોડોએક લાભ એ પણ લાભજ છે. માટે ઉપરના દવાખાનામાંથી કઈ માટે જરા ફરિયાદ હોય, તે પણ તે ખાતું ઈષ્ટજ છે, થડા માણસને પણ ફાયદો કરે છે, ખર્ચાળ શહેરની મુકેલીમાં છેડી પણ રાહત આપનારું છે. માટે એવાં ખાતાં ઉઘાડનારાઓને ધન્યવાદ ઘટે છે. એવાં ખાતાં શ્રીમાન કેમેજ ઉઘાડી શકે છે. એવાં વિશેષ ખાતાં જરૂરના સ્થળોએ નીકળે તે ઇષ્ટ છે, સાથે ખાતાં ઉઘાડનારાને એટલી વિનતિ કરવી ઉચિત છે, કે પિસાના પ્રમાણમાં જ ખાતું ઉઘાડશે. જોઈએ તે કરતાં વધારે યશની ઈચ્છાથી વધારે દેખાવની જરૂર નથી. લાઈબ્રેરી અને સભાઓ–માંગળ જૈન સભા, જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનંદ જેન સભા વિગેરે જેને માં ઘણા શહેરોમાં ઘણી સભાઓ છે. ન્યાત એ મેટે સમૂહ છે, સભા એ તેમને નાને સમૂહ. નાના સમૂહનું માનસિક બળ વધે, એ મેટા સમૂહને પણ ફાયદે છે. આ સભાએ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું, જૂનાનું સંશદ્ધન કરવાનું, માસિક પ્રગટ કરવાનું, વિદ્યાભ્યાસ વધારવાનું વિગેરે જ્ઞાનનાં કામ કરે છે અને તે ઉપરાંત જરૂરને દરેક પ્રસંગે કોમને હિતાહિતના સવાલેમાં સભા મેળવી પોતાના અભિપ્રાય જાહેર કરે છે. હાલના અંગ્રેજી અમલમાં આવી રીતે પોતાના વિચાર જાહેર કરવા, એ પહેલી જરૂરની ફરજ છે. હાલના અમલમાં બોલે તેના બોર વેચાય તેવું છે. કમજોર તથા મૂંગાને શાંત
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy