SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૭] હવે તે ચેતે. [૨૬૭ હતા. ત્યારે ત્યાં ત્રણ દેરાસર વધારે કહેવાય નહિ. પણ હાલની સ્થિતિ ત્યાં એક પણ દેરાસર વધે તે તે ભારભૂત થઈ પડે તેમ છે. આગળ પૈસે જમીનમાં રહે, હાલ બેંકમાં મુકાય છે. તેથી તમે વર્તમાનકાળ વ્યવહારમાં જાણે છે પણ ધર્મમાં વર્તમાનકાળ જોતા નથી. હાલ અમુક વખતના સંઘપતિ થવાની જરૂર નથી, નવા દેરાસરે કરાવવાની જરૂર નથી, પણ સંઘની ભક્તિ કરવાની જરૂર જણાય છે. હજારો દેરાસરોથી દેરાસરવાળા થઈ શકશે નહિ પણ દેરાસરવાળાએથી હજારે દેરાસરો થઈ શકશે. માટે હાલ તે શ્રાવકેને સાચવવાની જરૂર જણાય છે. પર્યુષણ જેવા દિવસોમાં ગામેગામ સંખ્યાબંધ જમણવાર થાય છે. એ ચાર દિવસના જમણવારમાં આખા સંઘને હિંદુસ્તાનમાં કેટલે પૈસા વપરાય છે તેને તમે ખ્યાલ કરી લેજે. આ સંવત્સરીના જમણવાર પછી બીજે દિવસે જેને રોટલો અને દાળ નથી મળતા તેને માટે આવી જમણવાર ન કરતાં હમેશાં જમતા કરવાની જરૂર છે. શ્રાવિકાઓને વીશી કરીને અને દળણું દળીને પેટ ભરવાનો વખત આવી ગયો છે. માટે હવે તે તર નજર કરવાની જરૂર છે. પાલીતાણામાં ચાર પાંચસો નવાણું યાત્રા કરનારા હોય છે. તેઓની એક તરફ જાત્રા થાય છે અને બીજી તરફ નવાણુંની ટેળીઓ જમે છે. નવાણું જાત્રાવાળા સિવાય બીજાઓ પણ તેમાં ભળે છે. તેથી ઓછામાં ઓછા સાત આઠસો માણસ એક વખતની ટેળીમાં જમે છે. હવે સાતસો માણસની રાજની જમણવાર ગણતાં સે ટોળીને જે ખર્ચ થાય તે રૂપીઆ જે ગરીબ જેનેને માટે વાપરવામાં આવતા હોય છે તેથી કેટલું લાભ થાય? જેઓ પાલીતાણે જાય છે તેઓ ભિખારી થઈને બેઠેલા વાઘરી ભીલ વિગેરેને પણ જમાડે છે પરંતુ જેનેનાં છોકરાને ભણવાના કાગળ કે પેનસીલ પણ મળતા નથી તેની સંભાળ લેતા નથી. ઉજમણામાં પૂઠીઆ ચંદ્રવામાં હજારે રૂા. ખરચે છે અને જ્ઞાનના ડબા ખાલી મુકે છે. કરે છે જ્ઞાનનું ઉદ્યાન અને જ્ઞાન જુઓ તે કાંઈ મળે નહિ. જર્મન સીલ્વર અને ત્રાંબા પીતળના વાસણો વગેરે સંખ્યાબંધ મુકાય છે. અને તે દેરાસરમાં આપવાથી પરીણામે તેની હરરાજી થાય છે. કચ્છના દેરાસરમાં અકેક ઉપાશ્રયમાં લાખો રૂા.ના ચંદ્રવા પુઠીઆના પટારા ભરેલા છે એમ સાંભળવામાં આવ્યું છે. પણ હું કહુછું કે જ્યાં સુધી ચંદ્રના પુઠીઆ નીચે બેસીને ઉપદેશ આપનારા તૈયાર થયા નથી ત્યાં સુધી તે મુંગા માણસને શણગારવા જેવું થાય છે. ઉજમણામાં આટલેથી અટકતું નથી પણ તેની આખરે પૂર્ણાહૂતિ થતાં કારસીમાં પણ હજારો રૂા. યશને માટે ખરચાય છે અને કહેવાય છે એમ કે જ્ઞાનનું ઉદ્યાપન કર્યું! જે તમારે જ્ઞાનનું ઊઘાપન કરવું હોય તે એ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy