SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૮]. જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ સપ્ટેમ્બર નિશ્ચય કરે કે મારે એક માણસને જ્ઞાની કરે, ખુબ ભણાવ, અથવા એક જૈન પુસ્તકને ભંડાર કરે. તે જ ખરૂં જ્ઞાનનું ઉદ્યાપન કહેવાય. ખરું કહીશું તે તીર્થકરના વચનજ આપણને ઉપકારી થયા છે છતાં તે વચન જ્યાં લખેલા છે તે પુસ્તકે સડે છે અને તેને નાશ પણ થતો જાય છે તેથી જ્યારે કાંઈ બાબતને ખુલાસે નથી મળતો ત્યારે કહીએ છીએ કે અમારા શાને વિચ્છેદ થઈ ગયો છે. કેટલી શરમની વાત છે? છતાં હવે પણ ચેતા અને જે વચનો શાસ્ત્રરૂપે રહ્યાં છે તેની તે સંભાળ કરે. લહીઆ તરીકે દર વરસે દશ હજાર રૂા. મારવાડી બ્રાહ્મણે લઈ જાય છે. તેઓ લખવાનું કામ કરે છે પણ શુદ્ધાશુદ્ધ તેઓ કયાંથી જાણતા હોય? તેવીજ રીતે પાત્રા, તરપણી, પુઠીઓ વગેરેને પૈસે કાંતે મેચી, મુસલમાન, સુતાર પાસે જાય છે પણ જો આવા હર તમારા ગરીબ જૈનોને શીખવવામાં આવ્યા હોય તે હજારો રૂ. તમારા જેનોમાંજ રહે અને ગરીબ જેને માટે ટીપ કરવાની જરૂર ન રહે. આપણા ગરીબ જેને આગેવાનપર આધાર રાખે છે પણ હવે સાર્થવાહ રહ્યા નથી કે જે હજારેને લઈને વ્યાપાર કરાવતા. માટે દરેકે ભિખારીની ટેવ મુકી પિતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કર્યા કરવી. તેજ તમારી ઉચ્ચ દશા થશે. અત્યારે તો પ્રથમ શ્રાવકે દ્વાર, બીજે જ્ઞાન દ્વાર, અને ત્રીજો જીર્ણોધ્ધાર, એ કમથી ત્રણ ક્ષેત્રમાં દ્રવ્યવ્યય કરવાની જરૂર છે જ્યારે આ ત્રણે કેઠીઓ ભરાઈ જાય ત્યારે પછી બીજી ભરેલી કેડી તરફ નજર કરજો. શ્રાવક ઉદ્ધાર નહિ થાય તે ચતુર્વિધ સંઘની ન્યુનતા તમારી નજરે - જેશે અને તેથી તમારા જૈન ધર્મને નાશ કરનારા તમે જ કહેવાશે. કેમકે ધમને નાશ થવાથી ધર્મને નાશ આપોઆપ થઈ જાય છે. વિચારો કે જે શ્રાવક નહિ હોય તે સાધુ સાધ્વી શ્રાવિકા ક્યાંથીજ હોઈ શકે ? હવે તો દરેક માણસે નિશ્ચય કરવો જોઈએ કે પિતાની પેદાશમાંથી અમુક ભાગ શ્રાવકના ઉદ્વારમાં વાપરો. જે બધાઓને આ વિચાર થાય તે બે ચાર વરસમાંજ શ્રાવકેદ્ધાર થઈ જાય અને કન્યાવિકય વિગેરે ચાલને અટકાવ આપોઆપ થઈ જાય. શ્રાવકેદ્વારમાં હારને પ્રચાર થવાની જરૂર છે પણ હુન્નર ઉગશાળા કરવામાં લાખો રૂા. ને ખરચ સમજી લેક તેમાં અટકી જાય છે પરંતુ નાના પાયાપર ઉગશાળાઓ ખોલવામાં આવે તે હજારો મદદ કરનારા પાછળથી મળી આવે અને તેજ ઉગશાળા મોટા પાયા પર થાય. જેઓ આ કાર્ય કરવાને તૈયાર હોય તેને પૈસા આપવાવાળા ઘણુ મળી શકે છે. માટે જે હુન્નર ઉગશાળાઓ થાય છે તે દરેકમાં કેટલા જૈનને આધાર મળે તેને વિચાર કરે. મને ખાત્રી છે કે આ શરૂઆત અહીંથી જ થશે. જ્ઞાન બે પ્રકારનું છે. (૧) વ્યાવહારિક જ્ઞાન અને (૨) ધાર્મિક જ્ઞાન. આ બંને જ્ઞાનને ઉદ્ધાર થવાની જરૂર છે. લાખો રૂા.થી જે કામ નહિ થાય તે વિદ્યાથી
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy