________________
ર૬૬ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર મહારાજશ્રીનું ભાષણ ખતમ થયા બાદ અર્ધા કલાકમાં જ જેન એજયુકેશન ફંડની સ્થાપના કરવામાં આવી હતી અને લગભગ પંદર હજાર રૂપિયા ફંડમાં ભરાઈ ગયા હતા. સ્થળસંકેચને લીધે ભાષણને માત્ર થોડોએક ભાગ સમસ્ત જેન પ્રજાગણમાં પ્રસિદ્ધિ પામે તે હેતુથી આપીએ છીએ.
મહારાજ શ્રીએ મંગળાચરણ કર્યા બાદ શરૂઆતમાં પ્રાચીન જાહેરજલાલીના સમયના શાસનન્નતિકારક, પ્રભાવશીલ મહાપુરૂષે જેવા કે વજસ્વામી, સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, યશવિજયજી વગેરેના જીવન વૃતાંતોમાંથી બોધ લેવા લાયક સૂચનાઓ કરી હતી. તેઓ શ્રીએ જણાવ્યું કે એક વખત જ્યારે દુકાળ પડે તે વખતે છતે પૈસે સંઘ દુખી થવા લાગે ત્યારે વજસ્વામિ વિદ્યાના બળથી વસ્ત્રપટ ઉપર આખા સંઘને જ્યાં સુકાળ હતો ત્યાં લઈ ગયા. તેઓ સમજતા હતા કે દેશસર ભલે અત્યારે બંધ રહો પણ દેરાસરવાળા નહિ હોય તે દેરાસર શા કામના છે? મુનિએ પણ જૈન સંઘને માટે આવી રીતે પ્રયત્નશીલ રહેતા હતા.' - કષભદેવ સ્વામિએ ભરતને એમ સમજાવ્યું હતું કે સદાને માટે તું સંઘભક્તિ કરે અને તેથી ભરત ચકવર્તીના રાજ્યમાં અને તેની આઠ પાટ સુધી શ્રાવકની વિવેકપૂર્વક ભક્તિ કરવામાં આવી હતી.
પૂર્વે જે તીર્થકરેએ સંઘ કાઢવામાં તીર્થંકર નામ કર્મ બાંધવાનું કહ્યું છે તે હાલના કાલ પ્રમાણે જે સંઘ કાઢવામાં આવે છે તેમ નહિં પણ જેઓ ઘણા દૂર રહેતા હોય અને સાધન વગરના હોય તથા તીર્થે જઈ જાત્રા કરી શકે તેમ ન હોય તેને માટે સંઘ કાઢવામાં આવતો હતો. આજે તો રેલવેમાં બેસાડી લાખ રૂ.નું ખર્ચ કરવામાં આવે છે, તે તીર્થકરના ફરમાન પ્રમાણે સંઘ કાઢયે કહેવાય નહિ.
વળી હાલ તે જે સંઘવી થાય છે તે એક વખત તે હજારે રૂા. ખરચી નાખે અને પછી એક પૈસે પણ ગરીબ જેનને આપે નહિ. માટે સંઘપતિ થાય તેમણે તે હમેશાં શેડા ઘણું સંઘપતિ રહેવું જ જોઈએ. અગાઉ તે પરિચયથી જેઓને નિરાશ્રિત જાણતા તેઓને તરફ હમેશને માટે સંઘપતિ રહેતા હતા.
આપણા ઘરમાં જે અનાજની કઠી ખાલી હોય તે ભરવાને આપણે પ્રયત્ન કરીએ છીએ તેવી રીતે આપણામાં સાત ક્ષેત્રરૂપ સાત કોઠી છે તેમાં હાલ એક ભંડારરૂપ કોઠી ભરેલી દેખાય છે. બાકી બધી ખાલી જણાય છે. તમે કહેશો કે ત્યારે શું હવે આપણે દેરાસરમાં પૈસા નહિ વાપરવા ? તો તેઓએ જાણવું કે હાલ તમારે દેરાસર સાચવવા કરતાં દેરાસરવાળાને સાચવવાની વધારે જરૂર છે.
હમેશાં વર્તમાન કાળને જ માન અપાય છે આગળ લાખો દેરાસરે હતા અને કરેડે પ્રતિમાની અંજનશલાકા થતી હતી. ત્યારે કઈ કહેશે કે હાલ તમે કેમ ના પાડે છે? પણ સમજવું જોઈએ કે હજાર દેરાસરો હતા તે લાખે અને કરેડો જૈને પણ હતા. હેમચંદ્રાચાર્યના સામૈયા વખતેજ પાટણમાં અઢારસો લક્ષાધિપતિ