SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] જૈન કેન્ફરન્સ હેર [ સપ્ટેમ્બર જૈનોદય અને કોન્ફરન્સ. – ઉકત વિષય ઉપર મુનિરાજ મહારાજ શ્રી કેશરવિજયજી ગણિએ તા. ૨૧-૭–૧૭ ને રેજ લાલબાગમાં સેંકડો તાજને સન્મુખ ઘણાજ હૃદયભેદક શબ્દમાં, પ્રાચીન તેમજ નવીન વિચારોના સંમેલનરૂપ, ચિત્ત આકર્ષક રીતે, અસરકારક ઉપદેશ આપ્યો હતો અને તેનો સવિસ્તર રીપોર્ટ અન્ય પેપરોમાં આવી ગયેલ છે તેમ છતાં પણ સ્થળસંકેચને લીધે તેમને કેટલાક ભાગજ આ માસિકના ગ્રાહકોના લાભ ખાતર આપવા જરૂર ધારીએ છીએ. મહારાજ શ્રીએ વ્યાખ્યાનની શરૂઆતમાં જણાવ્યું કે કોન્ફરન્સનો અર્થ વિચાર કરનાર મંડળ થાય છે અને તેમાં અગ્રેસરેએ મળીને જેની આધુનિક તેમજ ભવિષ્યની સ્થિતિનો વિચાર કરવાનું છે. ઉકત મંડળ પાંચ વર્ષથી થતાં તેમણે ઘણા વિચારો કર્યા છે તે આનંદ લેવા જેવું છે પરંતુ હવે તે પ્રમાણે વર્તન કરવાની આવશ્યકતા છે. કોન્ફરન્સ હાથ ધરેલી ઘણી બાબતો પૈકી કેટલીએકમાં વધારે અને વધારે સુધારો કરવા હજુ ઘણે અવકાશ છે. જ્યારે કેન્ફરજો સ્વીકારેલા દરેક સુધારા થશે ત્યારે જૈનકમશાસનને પ્રભાવ કેવો રમણીય થશે તે વિચારજ સર્વ કેઈને આલ્હાદ ઉત્પન્ન કરે તે છે પણ હજુ તે બધા વિચારે અમલમાં આવે તે પૂર્વે મારા વિચાર પ્રમાણે હાલ તરત કેળવણી વિષયક આપણી કોમના ઉધ્ધાર તરફ સંપૂર્ણ લક્ષ્ય આપવાની જરૂર છે. સર્વને ઉદય કેળવણના વધારા ઉપર ટકેલે છે. આત્માને અનુક્રમે મોક્ષ સુખ પર્યત પહોંચાડી શકાય તે કેળવણને ઉદ્દેશ છે. શ્રી તીર્થકર ભગવાન પણ સવિ જીવ કરૂં શાસન રસી, એ ઉદ્દેશ ધરાવતા હતા અને તે મુજબ જ્ઞાનને પ્રથમપદ આપેલ છે. મનુષ્યની ઉન્નતિ અને સગુણે-સદ્વર્તનને આધાર તેણે પ્રાપ્ત કરેલી કેળવણી ઉપરજ છે. આપણે મુખ્ય ઉદ્દેશ કેળવણીથી મોક્ષ પ્રાપ્તિને છે તે તરફ તમારું ધ્યાન ખેંચ્યાબાદ, આ વિષયના અંગે ગ્રહસ્થની સામાન્ય કેળવણી ઉપર હું બોલીશ. ગ્રહસ્થને ધાર્મિક તેમજ વ્યવહારિક કેળવણીની જરૂર છે પરંતુ જે તે પિતાના કુટુંબનું ગુજરાન નિવૃત્તિથી, સહેલાઈથી કરી શકતો હશે તો જ તે ધાર્મિક કેળવણીમાં મન જોડી શકશે. પૂર્વના પુણીયા શ્રાવકની પેઠે દુઃખી અવસ્થામાં, ધનહીન ગરીબ સ્થિતિમાં પણ ધર્મ તરફ પ્રીતિવાળો ભાગ ભાગ્યેજ નજરે પડશે માટે સામાન્ય આવક-ઉત્પન્ન દરેકને હેવું જરૂરનું છે. વળી જૈનબન્ધ ભિક્ષુક નજ હોવો જોઈએ તેવું પ્રમાણવચન છતાં દીન હાલતમાં જેન ભાઈઓને જોવામાં આવે તે ખેદની વાત છે. પેટ ભરવાના સાંસા પડતાં જેને અનીતિથી ઉદર નિર્વાહ કરે તે તેનાથી પણ અધમ સ્થિતિ છે અને તે સુધારવાની ખાસ જરૂર છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy