SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૭] શ્રી સિદ્ધ ક્ષેત્રમાં આવેલી આપણી ધર્મશાળાઓ. [રા ૧ પ્રથમ તે કોઈપણ યાત્રાળુએ કોઈ પણ વખતે-પ્રસંગે ધર્મશાળાના ગુમા સ્તાન, નેકરને, માળીને કે ભૈયાને કાંઈપણ ઇનામ–ભેટ કે બક્ષેસ દાખલ આપવું નહિ, અને આપશે તે તે સંઘનો ગુન્હેગાર ગણાશે.–તે મતલબનું મોટા અક્ષરવાળું બેડ દરેક ધર્મશાળામાં મારવું જોઈએ. ૨ ભાયણીમાં રીવાજ છે તે મુજબ દરેક ધર્મશાળાની ઓરડીએ ધર્મશાળાના મુનીમે તાળું વાસી બંધ નહિ રાખતાં ખુલ્લી રાખવી જોઈએ એટલે યાત્રાળુ આવે કે તરત વગર અગવડે વગર અથડામણે પિતાને ઉતરવાનું સ્થાન મેળવી શકે. ૩ દરેક ધર્મશાળામાં વીઝીટર બુક રાખવાની અનિવાર્ય આવશ્યકતા છે. ઉકત બુકમાં સામાન્ય યા પ્રતિષ્ઠિત દરેક યાત્રાળુ પિતાને નડેલી મુશીબતે અથવા કરવા ગ્ય સુચનાઓ જરા પણ અચકાયા વગર લખી શકે. આ બુકમાં શરમને લીધે, નિતિક હીમતના અભાવે પોતાના વિચારે કેઈ ન જણાવી શકે છે તેવાઓને માટે એક ધર્મશાળાની ફરીઆદ બાબતની શેરાબુક આપણું આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર રાખવી ઉપગની થઈ પડશે. અને આ વીઝીટર બુક તપાસવાની તસ્દી ધર્મશાળાના માલીકોએ અવશ્ય લેવી જોઈએ. આ તકે અમોને અત્યંત હર્ષ સાથે જણાવવાની જરૂર જણાય છે કે કેન્ફરન્સ ઓફીસ તરફથી જે અરજીની નકલ ધર્મશાળાના માલેકે તરફ મોકલવામાં આવી હતી તે પૈકી બાબુ સાહેબ પન્નાલાલ પૂરણચંદની ધર્મશાળાના વહીવટ કરનારાઓ તરફથી ઘણોજ સંતોષકારક જવાબ આપવામાં આવ્યું છે. અરજીમાં જણાવેલ જે બે સાધ્વીઓને ઉતારે મેળવવા મુશીબત પડી હતી તે જ સાધ્વીઓ પાસેથી પત્ર લખાવી મંગાવી કોન્ફરન્સ ઓફિસ તર મોકલી આપવામાં આવેલ છે. જેમાં તેઓ જણાવે છે કે પન્નાલાલ બાબુની ધર્મશાળામાં નીચેના કોઈ એરડાઓ ખાલી હોતા તથા ઉપરના દિવાનખાનામાં સાધુઓ ઉતરેલા હતા. તેથી તેની સામેની ઓરડીમાં ઉતરવું અને ઠીક લાગ્યું હતું. તેથી પુસ્તકાલયમાં અને રહેવાનું કહેવામાં આવેલ ત્યાં અમે ઉતર્યા તથા આહાર પણ કર્યા પણ ત્યાં રહેવાથી આશાતના થવાની હકે અમે બીજી જગ્યા પસંદ કરવા ગ્ય ધાયું. વળી બાબુ સાહેબ તરફથી ભેટ-સોગાદ નહિ આપવાના સંબંધમાં બોર્ડ પણ મારવામાં આવેલ છે, તથા વીઝીટર બુક રાખવામાં આવી છે. શેઠ જેઠાભાઈ નરસી કેશવજીએ પણ પત્રને જવાબ સંતોષકારક આપેલ છે. આ ઉપરથી આપણે આશા રાખીશું કે અન્ય ધર્મશાળાવાળાઓ પણ ઉક્ત ગ્રહસ્થની માફક ઘટત બંદોબસ્ત કરવા પિતાથી બનતું કરશે, અને અનંતગણું પુણ્ય હાંસલ કરશે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy