SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦] જૈન ફરન્સ હેરડ. [ સપ્ટેમ્બર શ્રીમંત યાત્રાળુઓને કદાચ ભાડું ખચીને પણ જગ્યા મેળવી શકે, પરંતુ સામાન્ય વર્ગના લોકોને-ભાડું ન ખચી શકે તેવાઓને ઓરડીઓ ખાલી છતાં જૂદા જૂદા જ્હાનાઓ આગળ કરી ધર્મશાળાના વહીવટ કરનારાઓ ઉતારે ન આપે અને તેથી તેઓને બરાં છોકરા સાથે પિટકાં લઈ એકથી બીજી અને બીજીથી ત્રીજી એમ અનેક ધર્મશાળાઓમાં સાંજ સુધી આશ્રયસ્થાન મેળવવા રઝળવું પડે, ભટકવું પડે તે કઈપણ રીતે ઈચ્છવાયેગ્ય કહી શકાય નહિ. તદુપરાંત અમુક પ્રકારની લાલચ-લાંચ આપવાથી ઓરડીઓ એકદમ મળી જાય તેના જેવી દુઃખદ સ્થિતિ બીજી કઈ પણ લેખાવી જોઈએ નહિ. આવી બાબતમાં સાધારણ રીતે અમુક ધર્મશાળાવાળાના નેકરે તરફથી લાંચ લેવાય છે તેવી રીતના આક્ષેપ મેલવાના કરતાં જેણે લાંચ લીધી હોય તેના દાખલા ટાંકી પ્રગટ કરવાની જરૂર છે. આના સંબંધમાં એક બીજી એવી ફરીઆદ કરવામાં આવે છે કે કેટલીક ધર્મશાળાવાળાઓ પિતાના ભંડાર ખાતામાં તથા બીજા ખાતામાં પિતાની ધર્મશાળામાં ઉતરેલા યાત્રાળુઓ પાસે કેટલેક અંશે દબાણ કરી નાણા ભરાવે છે અને તેથી આડકતરી રીતે સમસ્ત હિંદુસ્તાનના જૈનેની પ્રતિનિધિરૂપ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને નુકશાન થાય છે, તેના તરફ પણ ઘટતું ધ્યાન આપવાની અગત્ય ધર્મશાળાવાળાઓ વિચારશે એમ આપણે ઇચ્છીશું. દરેક યાત્રાળુને અને ખાસ કરીને સામાન્ય સ્થિતિના યાત્રાળુને ખમવી પડતી હાડમારીનું ખ્યાન આપવાનો અત્ર પ્રસંગ નથી પણ જ્યારે વખતોવખત ફરીઆદ થતી જોવામાં આવે છે ત્યારે તેનું કારણ તપાસવાની તથા ચાલુ સ્થિતિ સુધારવાની લાગતાવળગતાઓની ફરજ છે તે કેઈથી ના પાડી શકાશે નહિ. પ્લેગ તથા અન્ય કારણોને લઈને યાત્રાળુઓ થોડાંએક વર્ષથી ઘણું મોટી સંખ્યામાં ભેગા થતા નથી તેમજ ધર્મશાળાઓની સંખ્યા પણ વધતી જાય છે તેમ છતાં પણ યાત્રાળુઓને ફરીઆદ કરવાનું કારણ રહે છે તે ઘણું જ શેચનીય કહી શકાય. વળી જ્યારે બીજી બાજુ તપાસીએ છીએ ત્યારે એમ પણ જણાય છે કે ધર્મશાળાના માલેકે તથા તેમના નેકરેને પણ યાત્રાળુઓની બાબતમાં સેજ ફરીઆદ કરવાનું કારણ રહે છે. તેઓ પોતાને ઘેર જે જે પ્રકારની સગવડે હોય તેના કરતાં પણ વધારે સગવડની ઈચ્છા રાખતા જણાય છે. તેઓ યાત્રા કરવા આવે છે તેથી પિતાના આત્માનું કલ્યાણ કરવાનેજ મુખ્ય ઉદેશ હોવો જોઈએ તે ભૂલી જઈ વિશેષ પ્રવૃત્તિમાં પડે છે અને ગમતમાં–આનંદમાં (આત્મિક નહિ) વખત ગાળવા લલચાય છે, તેથી કરીને સગવડ થઈ શકવાનો સંભવ છતાં અન્ય યાત્રાળુઓને પિતે રાખેલી ઓરડીમાં ઉતરવા દેતા નથી. આ બધી ફરીઆદ દૂર થઈ શકે તેને માટે કેટલાએક અમલમાં મેલી શકાય તેવા ઉપાય સૂચવવાની, લાગતાવળગતાઓના ધ્યાન ઉપર લાવવાની જરૂર છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy