SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૯ ] શ્રી સિદ્ધ ક્ષેત્રમાં આવેલી આપણી ધર્મશાળાઓ શ્રી સિધ્ધ ક્ષેત્રમાં આવેલી આપણી ધર્મશાળાઓ. કાઠીઆવાડના ગોહેલવાડ પ્રાંતમાં આવેલ આપણા પરમ પવિત્ર તી શ્રી સિદ્ધક્ષેત્ર (પાલીતાણા) થી ભાગ્યે કેાઈ જૈન અજાણ્યા હશે. હિંદુસ્તાનમાં ગમે તેટલા દૂરના ભાગમાં પણ વસનાર દરેકે દરેક જૈન ભાઇએ આ શાશ્વતા તીની યાત્રા કરી પોતાને મનુષ્ય જન્મ સફળ કર્યા હશે. ક્રીશ્ર્વના જેવી રીતે જેસેલમને સૌથી પવિત્ર તીસ્થાન ગણે છે, મુસલમાને હજારોની સંખ્યામાં મકે હજ કરવા જાય છે, Rsિદુઓ કાશી ક્ષેત્રને પરમપવિત્ર તીર્થસ્થળ માને છે તેવીજ રીતે ખલ્કે તેથી પણ વિશેષ આપણે પણ અપ્રતિમ ભકિતથી શત્રુંજયની મહાન્ તીં તરીકે ગણના કરીએ છીએ. હજારા યાત્રાળુઓ પ્રતિવષ-પ્રતિમાસ શત્રુંજય મહાત્મ્ય નામના મહાન્ ગ્રથમાં વર્ણવેલા આ તીર્થની યાત્રા કરી પોતાના અનેક ભવાના સંચિત કરેલા અશુભ કાં ખપાવે છે. રાજય તરફથી કેટલીએક મુશ્કેલી છતાં-યાત્રાળુઓની સગવડ ખાતર, તેઓ શાન્તિથી ધર્મધ્યાન, શુભ ક્રિયા કરીશકે, તે હેતુથી--આપણા ધનિક અગેસરાએ અન્ય સ્થળ કરતાં આ સ્થળે અનેક ગણું પુણ્ય હાંસલ કરવાના આશયથી અનેક ધ શાળાઓ બંધાવી છે. કાકી તથા ચૈત્રી પુર્ણિમાજેવા શુભ દિવસે હજારો યાત્રાછુએ એકત્ર થાય છે. અને પુરતી સંખ્યામાં ધર્મશાળાઓ હોવા છતાં યાત્રિકાને ઘર ભાડે લઈને રહેવું પડેછે. એટલુંજ નિહ પણ અન્ય દિવસોએ પણ ચગ્ય રીતે ગોઠવણ કરવામાં આવે તે સવ યાત્રાળુઓને ધર્મશાળામાં ઉતરવાની સગવડ થઇ શકે તેવી સ્થિતિ છતાં યાત્રાળુઓને ઘર ભાડે લઇને રહેવુ પડે છે. તેવી રીતની ક્રીઆદો જયારે આપણે સાંભળીએ છીએ ત્યારે તેનું કારણ તપાસવાની ખાસ જરૂર જણાય છે. ગઇ ચૈત્ર શુદ પુનમે મ્હોટી સંખ્યામાં યાત્રાળુએ નહિ આવેલા છતાં–શ્રાવક યાત્રાળુએનેજ નહિ બલ્કે સાધુ સાધ્વીઓને અને ખસુસ કરીને એ સાધ્વીઓને જે મુશીખત ઉતારા મેળવવાને માટે વેઠવી પડી હતી તે ખાખતની તથા બીજી કેટલીએક ર્યાદા તથા સુચનાઓ સાથેની લગભગ અઢીસો સહીની છાપેલી અરજીની નકલ અમાને મળેલી છે. વળી ઉકત અરજીની આઠ-દશ નકલા અત્ર જૈન કેાન્સ ફ્રીસ ઉપર મેકલવામાં આવતાં અરજીમાં જણાવેલા જુદી જુદી ધર્મશાળાના માલેકા તરફ કેટલીએક સૂચના સાથે રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દ્વીપચંદની સહીને પત્ર તથા અરજીઓ રવાના કરવામાં આવી છે. અને આપણે આશા રાખીશુ કે ધર્મશાળાના માલેકા ઉકત અરજી ધ્યાનપૂર્વક વાંચવા તસ્દી લેશે, અને યાત્રાળુઓને ખમવી પડતી મુશ્કેલીઓ દૂર કરવા તરફ તથા તેમાં જણાવેલી વીનતીરૂપે સૂચનાએ તરફ ઘટતું લક્ષ્ય આપશે. સ્થળસંકોચને લીધે અરજીની નકલ અમે અત્ર આપી શકતા નથી તેાપણુ અમારે જણાવવું જોઇએ કે ધ શાળાઓના માલેકને અણુછૂટકે પેાતાના નેાકરેની મારફત કામ લેવું પડે છે તેથી ઉદાર ગ્રહસ્થાની સખાવતના કાર્યાના યથાર્થ રીતે લાભ લઇ શકાતા નથી. [ ૨૫૯
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy