SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭] જેદય અને કોન્ફરન્સ. " [૨૬૩ હું મારા અનુભવમાં આવેલી વાત કહે છે કે વિહાર કરતાં, જેનેના આશરે વીશેક ઘરની વસ્તિવાળા એક ગામડામાં હું ગયું હતું. ત્યાં આખો દિવસ કે એ સારી વૈયાવચ્ચ કરી તથા વ્યાખ્યાન સાંભળવા આવ્યા પરંતુ રાત્રે પ્રતિક્રમણ કરવા ન આવવાથી તેના કારણની મેં ખાનગી તપાસ કરી તે જણાયું કે તેઓ સર્વેએ પહેરેલા લુગડાં જ તેમની માયા મુંડી હતી અને તેથી પ્રતિકમણમાં બદલવા છતાં શુદ્ધ કપડાં અને કટાસણ તથા મુહપત્તિના અભાવે તેઓ કઈ આવી શક્યા હેતા. આ તમારા ભાઈઓની સ્થિતિ શું તમને શરમાવતી નથી? કોઈ કોઈ સ્થળે તમારા સ્વામિભાઈઓને સવારના સવારે અને સાંજના સાંજે દાણું મેળવી લાવી નિર્વાહ કરે પડે છે અને તેથી તેમની સ્ત્રીઓથી તુપ્રાપ્તિના સમયે શુચિ પણ પાળી શકાતી નથી. * આ સઘળા સુધારા થવા માટે સૌથી પ્રથમ આર્થિક સ્થિતિ સુધારવાની આવશ્યક કતા છે. તેવાઓને માટે તથા નિરાધાર બાળકને માટે કેનફરન્સ માબાપ થવું જોઈએ છે. તેવા માણસો કામ કરવામાં સશકત હોય છે છતાં ધંધાની ગેરહાજરીથી અને પૈસાના અભાવે નિરાધાર દુખી જોવાય છે. કાઠીયાવાડ, મારવાડ, મેવાડ જેવા પ્રદેશમાં હુન્નર ઉદ્યોગની મોટી ખામી છે માટે તે પ્રદેશના જેન ભાઈઓને સુધારવાને હુન્નર ઉદ્યોગની શાળાઓ કાઢવાની જરૂર છે. જોઈશું તો મીશનરીઓએ લાખે માણસને સ્વધર્મ ભ્રષ્ટ કરી નાખેલાં છે પરંતુ ખરું જોતાં તેમાં તે શ્રેષને પાત્ર ઓછાં ગણાશે કેમકે તેમણે ખરી રીતે તે લાખે જીને બચાવ્યા છે અને તેથી તેના આશ્રિતો તેના ધર્મમાં મળે છે તેમાં ખરી રીતે દેષને પાત્ર કેણ છે તે બહુ ગુંચવણ ભરેલ પ્રશ્ન છે. આવી રીતે આજીવિકાની ખામીથી હજારો તમારા સ્વામિભાઈઓ પણ પતિત-ધર્મભ્રષ્ટ થઈ જાય છે. તમારી ફરજ પણ હાલ જે છે તેઓને ટકાવવાની તથા વધારે જૈને ઉત્પન્ન કરવાની છે પરંતુ ટકાવવાનો સવાલ છે ત્યાં આગળ વધારવાની તે આશા કયાંથીજ હોય? કોન્ફરન્સ જીર્ણોદ્ધારનો વિષય લીધે છે, તે જરૂર છે, તે ખરી વાત છે, પરંતુ પહેલાં શ્રાવક વર્ગને સુધારવાની જરૂર છે. દર્શન કરનાર નહિ હેાય તે જીર્ણોદ્ધાર કરેલ અથવા નવા નવા દેરાસરની દેખરેખ કેણ રાખશે? તે વિચારવાનું છે. સ્વામિવત્સલ કરવું તે શ્રીમંતેની ફરજ છે ખરી, પરંતુ તેને અર્થ નેકારશી કરી જમાડવામાં જ નથી. અભયદેવ સૂરિએ પિતાના સ્વામિવાત્સલ્ય પ્રકરણમાં કહેલ છે કે સ્વામિભાઈઓના ઉપગમાં પિતાને પૈસો, વિજ્ઞાન અને સામર્થ્ય વાપરે તેજ શ્રાવક કહેવરાવવાને ખરે હકદાર છે. આ પૂર્વાચાર્યોનાં વચને અને સ્વામિવાત્સલ્યના બતાવેલા માર્ગ તરફ હવે લક્ષ્ય ખેંચવાની જરૂર છે. સ્વામિવાત્સલ્ય પ્રસંગને અનુસરતું જ જોઈએ. અત્યારના સમયને ઓળખી સજાતા સ્વામિભાઈઓને સમાન કરવા યત્ન કરે જરૂર છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy