SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭] ધાર્મિક હિસાબ તપાસણી ખાતું, [૨૪૩ ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. છેલ્લે વડોદરા તાબે ગામ ડ મધ્યે આવેલા શ્રી ધર્મનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ દહેરાસરજીને સંવત ૧૯૫થી તે સંવત ૧૯૬૨ સુધીને હીસાબ અમોએ તપા છે. તે જોતાં નામું રીતસર નહિ રાખી હિસાબ ચેખી રીતે રાખવામાં આવ્યું નથી. જેથી બહુજ દીલગીરી ઉપજે છે વળી વિશેષ દીલગીરી ઉપજવાનું કારણ એ છે કે અને ભગવાનની પૂજા તથા અંગ લુસણ પણ બરાબર થતું નથી. અમે પૂજા કરવા ગયા ત્યારે ભગવાનના અંગ ઉપરથી વાલ વાલ શેવળ કાઢી શ્રાવકના હાથમાં આપીને કહ્યું કે તમે આવું ધ્યાન આપો છો તે સારું નહિ તે કહે છે જે એવું એવું કરીએ છીએ તેટલું સારું છે. આવા શબ્દ સાંભળી દરેક જૈનીને દીલગીરી ઉપજ્યા સિવાય રહેશે નહિ. અમોએ હીમાબ તપાસી દાગીના નજરે જોઈ નેંધી લીધા છે. પણ રોકડ સીલીક પુરાંતના રૂ. ૭૧)=ા બાકી નીકળેલા તેમાં આજદિન સુધીના વધીને રૂ. ૧૦૦)ના આશરે નીકળે છે અને બતાવવામાં આવ્યા નથી તેનું શું કારણ હશે તે કાંઈ સમજી શક્યા નથી. માટે અમે આ ઉપરની સરવે બીના ઉપર લાગતા વળગતાનું ધ્યાન ખેંચીએ છીએ કે તે પ્રમાણે આ દેહેરાસરજીની બાબતમાં ધ્યાન આપી ભગવાનની થતી અશાતના દુર કરવા પ્રયત્ન કરે તથા પાછળના નામા વગેરેની બાબતમાં ચોખવટ કરવી. જીલ્લે ખેડા તાબે ગામ કાદરા મધ્યે આવેલા શ્રી આદીશ્વરજી મહારાજના દહેરાસરજીને વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા નરોતમદાસ નરભેરામ, શા ચુનીલાલ લલુભાઈ તથા શા શિવલાલ દીપચંદના હસ્તકને સંવત ૧૯૫૮ થી તે સંવત ૧૯૬૩ ના ચૈત્ર સુદ ૮ સુધીને હીસાબ અમેએ તપાસ્યો છે. કારણ વહીવટનું સઘળું એક સાથે હોવાથી ઉપર જણાવેલી તારીખનું જોવાની ફરજ પડી છે. તે જોતાં નામું રીતસર રાખવામાં આવ્યું નથી. પણ હીસાબ નીખાલસ મનથી ચેખો રાખવામાં આવે છે. તથા શ્રાવકે જેમ બને તેમ દેવદ્રવ્યથી અલગ રહે છે, તે બહુ ખુશી થવા જેવું છે. મજકુર વહીવટમાં કેટલાક સુધારે વધારો કરવા જેવો છે તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. જીલે કાઠીયાવાડ મધ્યેના ગામ સાયેલા મધ્યે આવેલી શ્રી પાંજરાપોળના વહીવટને લગત રીપેટ. સદરહુ ખાતાના શ્રી મહાજનની કમીટી તરફથી વહીવટ કર્તા શા જીવરાજ લવજીના હસ્ત કન સંવત ૧૯૫૯ થી સંવત ૧૮૬૨ ના આસો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટનું નામું સાદી રીતે રાખી કઈ સાલનું સરવૈયું મેળવેલ નથી, પણ વહીવટની પુરેપુરી દેખરેખ રાખી વહીવટ સારી રીતે ચલાવેલું દેખાય છે. આ ખાતામાં ઉપજ કરતાં ખરચ વધારે થાય છે માટે વહીવટ કર્તા ગ્રહસ્થને ઉપજ વધીરવાના ઇલાજો લેવાની ખાસ જરૂર છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy