SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭] આપણી અગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું? [૧૧ નથી કૃષ્ણને બીહીક લાગતાંજ, રાજુલ સાથે તેમને લગ્નસંબંધ બાંધવા તેમણે તજવીજ કરી હતી, જેમાં તે ફતેહ પામ્યા નહતા. આદીશ્વર ભગવાને આ અવસર્પિણીમાં સૃષ્ટિકમ ચલાવવામાં મુખીપણું મેળવ્યા અગાઉ, બીજાઓ કરતાં પિતાનું શારીરિક બળ વધુ હતું, એમ સાબીત કરી આપી, પોતે રાજા થયા હતા ! સર્વે તીર્થકરે, અને ચક્રવર્તી વિગેરે જે ઉત્તમ પુરૂ ગણાયા છે, તેઓના શારીરિકબળ માટે શાસ્ત્ર સાક્ષીરૂપ છે ! હમણા પણ જે પ્રજા શારીરિક બળમાં વધારે છે, તેજ પ્રજા બીજી પ્રજાને પિતાની તાબેદાર બનાવી, તેના ઉપર રાજ્ય કરી શકે છે. જ્યાં ત્યાં શારીરિકબળની વાહવાહ બોલાય છે, અને શારીરિકબળ સાથેજ બુધ્ધિબળ પણ પ્રમાણમાંજ હોવાથી, બુધ્ધિબળનો આધાર પણ શારીરિકબળ ઉપરજ ગણાય છે. . આ ઉપરથી શારીરિકબળ આ સંસારમાં કેટલું બધું ઉપયોગી છે તે સહજ જ શે. જમીન કે ગટર ખોદનાર સાધારણ મજુર, દુનિયાના જીવિતરૂપ, અન્નને ઉ. ત્પન્ન કરનાર ખેડુત, મનુષ્યને રહેવા માટે ઘર બાંધનાર કડીએ, કે નાનામાં નાને વણકર, મચી કે સિપાઈ એ કોઈ શારીરિકબળથી જ સંસારમાં જીવી શકે છે. જંદગીમાં ડગલે ડગલે શારીરિક બળની મોટી જરૂર પડે છે ! આપણા જૈનના શારીરિક બાંધા તર સામાન્યપણે લક્ષ દેરતાં, તરતજ જણાશે કે તેઓને બાંધે નબળો છે. ઉત્તમ શરીરના સબબે જે તીર્થંકર અને મુનિરાજે, અલોકિક કાર્ય કરી શક્યા છે. તેને હજારમે ભાગ પણ આપણ નબળા શરીરના પ્રતાપે આપણે કરી શકતા નથી. આપણે આપણા પૂર્વજોના પરાક્રમ માટે ઘણીક વખત વાત કરી, અભિમાન કરીએ છીએ. પણ વાત કરવાથી કાંઈ તે પરાકમે આપણું થવાના નથી કે તેઓની કીતિ આપણી ગણાવાની નથી. જ્યાં શારીરિક મજબૂતાઈન હોય ત્યાં બીજી આબાદીઓ ક્યાંથી થાય ? અને થાય તે ક્યાંથી ટકે ? અંગ્રેજીમાં એક કહેવત છે કે A sound mind ina sound body.” તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાંજ હોઈ શકે છે! મન અને પ્રકૃતિ એક બીજાની ઉપર પ્રસંગે પ્રસંગે અસર કરે છે, અને શરીરની નબળાઈ માનસિકબળને પણ તોડી નાંખી શકે છે. જે પ્રજા શારીરિક બળમાં અધમ હોય છે, તે પ્રજા કવચિત જ વીર પુરૂષ અને વિચારવંત તત્વવેત્તાઓને તેમજ રાજ્યદ્વારી રત્નોને જન્મ આપી શકે છે. એ માટે આપણે હાલમાં કાંઈક નબળા હોઈએ તે છતાં ભવિષ્યમાં આપણે પ્રજા તેવીજ નહીં રહે તે માટે, ને તેઓને શારીરિક બાંધે મજબૂત થાય તે માટે કોઈ એક સારે રસ્તો શોધી કાઢવો જોઈએ છે, અને તે રસ્તે, ભવિષ્યની પ્રજાને માટે અમુક વરસની ઉમર સુધી, બ્રહ્મચર્ય પાળવાને માર્ગ ખુલ્લો કરવાથી, નજરે પડશે. સરકસવાળાઓ તરફથી હાથી, વાઘ, ઘોડા, સિંહ આદિ જનાવરોના જે ખેલ કરવામાં આવે છે, તે જોઈ હજારે માણસો વાહવાહના પોકારો કરે છે, પણ તે જોયા પછી એ કઈકજ વિચાર કરતા હશે કે તે કેમ બનતું હશે ? જંગલી પ્રાણીઓમાં
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy