SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] . જૈન ફરન્સ હેરલ્ડ. [ જુલાઈ મુખી ગણાતે સિંહ, પિતાની સમક્ષ મનુષ્યને જોઈ કે કઈ પાળેલા જનાવરની ગંધ આવવાથી પણ ઉશ્કેરાઈ જનાર વાઘ, હજારે પ્રાણીઓને મહાત કરવાને સમર્થ મટા પુદગળવાળે હાથી કે અકલ વગરજ ગણાતે ગધેડે, શી રીતે એક છેડા મણના વજનના અને એક નાનું માથું ને શરીર ધરાવનાર માણસને તાબે થતાં હશે ! એક નાનું બાળક કે છેડી, મેટા હાથી, વાઘ કે સિંહને ચાબુકવતી ફટકાવી પિતાના કાબુમાં શી રીતે રાખી શકતા હશે ? બાળક કરતાં સોગણે બળવાન, એક વાઘ, શા કારણથી તે નાના બાળકને પોતાની પીઠ ઉપર બેસવા દેતે હશે, અથવા તેની ચાબકના માર ખાતો હશે કે બળતા અગ્નિના ચકરડામાંથી પસાર થઈ જઈ પેલા બાળકથી , બીહત હોય તેમ દબાઈ ચંપાઈને ખુણામાં બેસી જતા હશે? એક મદોન્મત હાથી જે પિતાના પગતળે હજારો માણસોને છુંદી નાંખવાને સમર્થ છે, તે શા માટે એક નાના છોકરા કે માવતની અગાડી ગરીબ ગાય જે થઈ નાના પીપ ઉપર ચાર પગે ઉભું રેહતા હશે, હાલતા પાટીયાપર ચઢતે હશે ને માવતનું ગળું તેના મોંમાં ઘાલવામાં આવ્યાં છતાં, શાંત રહેતે હશે અને હુકમ થતાં મુએલાની માફક જમીન ઉપર પડી જતો હશે? એ નાના બાળકમાં તેમજ માવતમાં એવું તે શું હશે કે જેના સબબે જંગલી પ્રાણીઓ ગરીબ ગાય જેવા થઈ જાય છે? ઓછા શરીરબળવાળું પ્રાણી જ્યારે પોતાનાથી વધુ શરીરબળવાળા પ્રાણીને પોતાના તાબામાં રાખી શકે ત્યારે ઓછા શરીરબળવાળા પ્રાણીમાં એવું કેઈ બીજી જાતનું બળ હોવું જ જોઈએ કે જેના આગળ વધુ શરીરબળવાળા પ્રાણીનું બળ નકામું થઈ જતું હોય. એ બળ તે મનુષ્યના શરીરમાં રહેલું મનનું બળ છે. એ મનનું બળ સિ કેઈનું સરખું, હોતું નથી, પણ જેમ દુનિયાના જુદા જુદા ભાગના લેકેની રીતભાતમાં, આચાર વિચારમાં, ચામડીમાં, કૃત્યમાં અને બુધ્ધિમાં ફેરફાર હોય છે, તેમજ અહીં પણ જુદા જુદા માણસના મનનું બળ પણ જુદું જુદું જ હોય છે. સંસારમાં જોશે તે સમજાશે કે કઈ માણસ એક પાશેરનું વજન ઉઠાવવાને પણ અશક્ત હોય છે, જ્યારે બીજો માણસ બે મણને જે ઉંચકવાને શકિતવાન, કઈ પંદર વીશ મણનો ભાર - ખમવાને સમર્થ, કેઈ આખું ગાડું ઉંચકવાને સમથે, ને કેઈ નોકર તે બીજા હજારોપર હુકમ કરવાને પણ સમર્થ હૃાય છેજેમ શરીર બળમાં જુદી જુદી પંકિત છે, તેમજ મનના બળમાં પણ જુદી જુદી પંકિત છે, અને કેઇના મનનું બળ તે બીજાના મનનું બળ અધિક હોય છે. જંગલી, તેમજ પાળેલા પશુ, પક્ષી અને પ્રાણીઓ ઉપર મનુષ્ય સરસાઈ ભેગવે છે તેનો સબબ મનુષ્ય મનના બળમાં અધિક રહેલે છે તે છે. જંગલી માણસ પ્રાણીઓ ઉપર, કેળવાયેલું માણસ જંગલી માણસ ઉપર, શહેરને માણસ, ગામડાના માણસ ઉપર, અને આપણા હિંદના વનીઓ ઉપર અંગ્રેજ સરકાર જે સરસાઈ ભગવે છે, તેને સબબ તેઓના મનેબળમાંજ છે. કોઈપણ પ્રકારના બળ વગરના માણસ કરતાં શરીરબળવાળે માણસ વધારે વિજયી, શરીરબળ એકલું ધરાવનાર કરતાં મનોબળ ધરાવનાર વધારે વિજયી, અને એકલા મબળ ધરાવનાર કરતાં શરીર અને મને બળ બંને ધરાવનાર વધારે વિજયી થાય છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy