SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] | [ જુન. મળી શકે તેમ છે, માટે આગેવાન ગૃહસ્થ વિચાર કરી પિતાના લઘુ બાંધને દુઃખમાંથી છોડાવવા ઉંઘમાંથી જાગે, અને કમર કશી તે બાબત પ્રયત્ન કરે ! તમે જે આવા લોકોને દુઃખમાંથી છોડાવવા પ્રયત્ન કરશે નહી, તે પછી કરશે કોણ? તેને પણ વિચાર કરે. પારસી કોમના આગેવાનોએ અત્યાર અગાઉ ડહાપણ ભરેલા વિચાર કરીને પિતાની કેમના ભલાની ખાતર જુદી જુદી રીતે ઘણી તરેહથી પિતાના સ્વધર્મીગરીબ બંધુઓને મદદ મળી શકે તેવા રસ્તાઓ કરી રાખ્યા છે તે બધું ધ્યાનમાં લેવા જેવું છે. આ મદદમાં તેઓએ પિતાની કોમને માટે સસ્તા ભાડાના સગવડતાવાળાં | મકાનો પુરા પાડવાનું પણ એક ઉત્તમ પગલું હાથ ધરેલું છે, દાખલા તરીકે મીત્ર દીનશા પીટીટે રૂપીઆ ૫૦૦૦૦૦) ની ચાલી પિતાનાં ગરીબ બંધુઓને સસ્તા ભાડામાં એરડીઓ પુરી પાડવા માટે આપી છે. તેવી જ રીતે એક ભાટીઆ ગૃહસ્થ પિતાની કેમના ગરીબ વર્ગને સસ્તા ભાડામાં ઓરડીઓ મળી શકે તે માટે એક મેટી ચાલી બનાવી છે, તેમાં તે ધણીની મરજી જે કે તેવા ગરીબ માણસને તદન મફત રહેવા દેવાની હતી પરંતુ તેમ કરવાથી તેમાં કેઈ રહેશે નહીં એમ જાણી માત્ર માસીક રૂા. ૧) ભાડાને રાખી મકાન આપવામાં આવે છે, કેવી ઉદારતા ! બીજી કેમના આગેવાન ગૃહએ પણ ઘણી જુદી જુદી તરેહથી પિતાના ગરીબ જ્ઞાતિભાઈઓને મદદ કરી છે અને કરે છે, તેવા ઘણા દાખલાઓ મળી આવશે; પરંતુ તેવા બધા દાખલાઓ આપવાની અહીં જરૂર નથી તેથી તે આપવાનું બંધ કરી આપણી કામના આગેવાને પ્રત્યે વિનંતિ કરું છું કે આપ સાહેબ આ ઉપરથી વીચાર કરે અને પિતાના સ્વામીભાઈઓને સુખી કરવાને પ્રયત્ન કરે કે જેથી મહાન પુન્યના ભક્તા થાઓ. મારે આ વખતે આપણું મકાનેવાળા ગૃહસ્થ પ્રત્યે ખાસ કરીને એક વિનંતિ કરવાની ભુલી જવી જોઈતી નથી, કે જ્યારે અન્ય કેમના મકાનના માલેક જૈન જેવી દયાળુ, માયાળુ અને કોમળ હૃદયની કલેશ કંકાસથી સદા દુર રહેનારી કેમને પેતાના મકાને હમેશાં સારાં રહેશે તેવી આશાએ ભાડે આપવાનું વધારે પસંદ કરે છે. ત્યારે આપણામાંના તેવા મકાનના ધણીઓ જૈન સીવાયની અન્ય કોમને પોતાના મ| કાને આપવા ચુકતા નથી, તેમાં દેષ મારા સમજવા પ્રમાણે ઘણે ભાગે તેમના મુ ની કે જેઓ પરધમી હોય છે, અને જેમના હાથમાં તેવા મકાન ભાડે આપવાની સત્તા હોય છે, તેમનો (જ) હોય છે, તે તે તરફ માલકોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ સંબંધમાં એકજ દાખલો આપ બસ થઈ પડશે, કે આપણાં લતામાં આવેલા શ્રીગેડીજી મહારાજના ભવ્ય દેરાસરની બાજુમાં આવેલી તેની મોટી ચાલીમાં મારા સમજવા પ્રમાણે જૈન સીવાય અન્ય કોમના લેકે આપણું કામ કરતાં કાંઈ ઓછા પ્રમાણમાં રહેતાં હોય તેમ લાગતું નથી. આનું શું કારણ હશે? શું અન્ય કેમના લોકો રહે છે તેના કરતાં જૈને ઓછું ભાડું આપે છે? જે ઓછું આપતા
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy