SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ ] મુંબઈમાં વસ્તી ગરીબ જેનોની થતી હાડમારી. [ ૧૭ ન હોય તો જેનોને મકાન ભાડે નહી આપવાનું કારણ શું? ગમે તેમ હોય તો પણ તે જૈન સંઘની મિલકત છે એ નિર્વિવાદ વાત છે, અને તેની અંદર દરેકે દરેક જૈન નને સરખો હક છે; આવી રીતે પિતાને હક હોવા છતાં તે મકાન જેનોને ભાડે નહીં આપતાં બીજાઓને આપવામાં આવે છે, તે કેટલું બેહંદુ છે! જ્યારે આમ છે ત્યારે સાધારણ વર્ગના જૈનેને સસ્તે ભાડે મકાને પુરા પાડવાનું તે ક્યાં રહ્યું ? આ બાબત વીશે ખાસ તે દેરાસરના ટ્રસ્ટી સાહેબોનું ધ્યાન ખેંચવાની જરૂર છે, કે ખોરાકીની ચીજોની, તેમજ બીજી દરેક વસ્તુઓની દુષ્કાળના વર્ષ કરતાં પણ ભારે મોંઘવારીના બારીક સમયમાં બીચારા સાધારણ પગારની નોકરીયાત લેકની તેમજ હલકી સ્થિતિના લોકોની સેંઘા ભાડાને લીધે શી દશા થતી હશે તે વિચારવા જેવું છે. મહેરબાન ટ્રસ્ટી સાહેબ ! આપ બધી વાતે સુખી છે તે પ્રમાણે શું બધા જૈન સુખી સ્થિતિમાં છે એમ ધારે છે? તેમ કાંઈ નથી, માટે તમે તમારા ઉંડા જીગરથી વિચાર કરે અને તેવા જૈનને આવા વખતમાં (તમારા હાથમાં આવેલી આ, મદદ કરવા લાયક ઉત્તમ તકે) મદદ કરવાને શા માટે ઢીલ રાખો છો. તમે કદાપી ભાડામાં ઘટાડો કરી ગરીબ જેનેને મકાને પુરા પાડશે તો તેવા ધર્મબંધુઓને આ શીર્વાદ લેશે, અને તેથી કાંઈ ગડીજી મહારાજના દેરાસરના સાધારણ ખાતાના ખજાને ખોટ આવવાની નથી. વળી હજારો અને લાખો રૂપીઆ ભેગા કરેલાને ઘણું વખતે દુરૂપયોગ થઈ જાય છે, તેમ નહી થતાં જૈનના બીજા મકાનવાળાઓને દાખલારૂપ થઈ આ એક ઉત્તમ પ્રકારની યોજના સાથે સદ્દઉપયોગ થયે ગણી શકાશે. હાલના વધતા જતા ભાડાના સમયમાં આપણી વસ્તીવાળા લત્તામાં ઓછા ભાડાથી મકાન નહી મળતા હોવાથી બીચારા લોકોને સસ્તા ભાડાની ઓરડીઓ મેળવવા માટે મુસલમાનના લતામાં જઈને રહેવા પૂરજ પડે છે, એ શું ઓછું શોચનીય છે? સદરહુ ચાલીના મકાને જૈને પોતાને માટે ચાલતા ભાડામાં મેળવવા સારું દેરાસરના ટ્રસ્ટી સાહેબોને ખાસ શરમ સીપારસો લગાડીને તજવીજે કરે છે, તો પણ તેના કાર્ય વાહન કે તે આપી શકતા નથી, એ કેટલું દિલગીર થવા જેવું છે; દાખલા તરીકે મારા સમજવા પ્રમાણે સદર ચાલીની એક જગા ખાસ કોન્ફરન્સની ઓફીસને માટે માંગવામાં આવેલી હતી, અને ટ્રસ્ટી સાહેબએ દેરાસરના મુનીમને ગમે તે પ્રકારે ખાલી કરાવી આપવા ઘણીવાર કહેલું હતું છતાં તે જગ્યા ખાલી કરાવી તેમને આપવામાં આવી નથી, એ વાત જે સાચી હોય તે મહેરબાન ટ્રસ્ટી સાહેબોને આ બીના ઘણી ખરાબ લગાડનારી ગણી શકાય, કારણકે આપણામાં કહેવત છે કે “ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને પાડેસીને આટ” એ મુજબ કોન્ફરન્સ કે જે એક સંધની મોટામાં મોટી સંસ્થા ગણી શકાય કે જેમાં તે ટ્રસ્ટી સાહેબ સુદ્ધાંત દરેકે દરેક જૈનને હક સરખો છે, તેને સંઘનું મકાન ચાલતા ભાડાથી મળી શકે નહી એનું કારણ શું? આવી મેટી સંસ્થાને યોગ્ય સગવડવાળું મકાન મળે નહી, અને જેમના કબજામાં હોય તેઓ આપે નહી, તેથી જ્યાં ત્યાં ખુણે ખાચરે મકાન મેળવવાની જરૂર પડે એ સ્વાભાવીક છે, તેથી કરીને જે આ કોન્ફરન્સની ઓફીસને આવું સંઘનું મકાન મળે તો તે આપણે લતાની વચમાં આવી લેકેની જાણમાં આવી શકે. આ મકાન કોન્ફરન્સને નહી મળવાનું
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy