SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭] | મુંબઈમાં વસતા ગરીબ જૈનની થતી હાડમારી. [૧૬y મુંબઈમાં વસ્તા ગરીબ જૈનોની થતી હાડમારી આગેવાન ગૃહસ્થોએ કરવો જોઇતો વિચાર, (અનુસંધાન પાનું ૧૦૭) સ્વધર્મ નેહી શાણા બંધુઓ ! આપ સારી રીતે સમજો છો કે સુખ એવું છે કે જેનો વખત વહી જતાં વાર લાગતી નથી, અને દુઃખ એવું છે કે અટકી પુરૂષે પણ તેને દેર ખમી શકતા નથી, તે પ્રથમ બતાવ્યા પ્રમાણેના આપણા ગરીબ બંધુઓને. હમેશાં દુ:ખમાં રીબાવું એ કેટલું બધું દયાજનક છે જેને આપ ખ્યાલ કરશે. - ત્યારે આવા દુઃખી લોકોને તેમના દુઃખમાંથી મુક્ત કરવાની ફરજ કોની છે તે વિચારવું જોઈએ. આ ફરજ અહીં વસ્તા આગેવાન, ધનવાન અને વિદ્વાન ગૃહસ્થનીજ છે, અને તેઓ આ કામ કરવા ધારે તે હું ધારું છું કે જલદીથી પાર પાડી શકે તેમ છે. આવા લોકોને માટે હાલ તુરતમાં જે સગવડની જરૂર છે તે એ છે, કે આજ કાલ મુંબઈમાં મકાનનાં ભાડાં એટલાં બધાં વધી ગયા છે કે માત્ર આંગળીના ટેરવા ઉપર ગણી શકાય તેટલાજ વર્ષમાં અગાઉના ભાડા કરતાં લગભગ બમણું થઈ ગયા છે છે, અને તે એટલેથીજ નહી અટકતાં હાલમાં કુદકેને ભૂસ્કે (ભાડા) વધતા જાય છે; તેવા સમયમાં પ્રથમ તે સસ્તા ભાડાના મકાને તેમને પુરા પાડવા તરફ ધ્યાન દેડાવવાનું છે, અને તેવા મકાનો પુરા પાડવા સારૂ આપણા ધનાઢયે તરફ આપણે નજર ફેરવવી જોઈએ છે; તેઓના ખાનગી તેમજ આપણી ધાર્મીક સંસ્થાઓના ભાડે અપાતા મકાને એટલાં બધાં છે, કે જે તેઓ તરફથી સ્વધર્મની લાગણી ખાતર તથા સાધારણ સ્થિતિના પિતાના જ્ઞાતિભાઈઓને મદદની ખાતર સસ્તા ભાડામાં વાપરવા છુટ આપે છે તે બધાને પુરા પડી શકે તેમ છે, છતાં ધારે કે કદાપી તેટલાં મકાને પુરતાં નથી, તે તે પુરા પાડવા શું તજવીજ કરવી જોઈએ નહી? આ દુનિયામાં ઘણું લોકો દરેક કામ પોતાના સ્વાર્થને અંગેજ કરે છે, પરંતુ સ્વાર્થ સંગાથે પરમાર્થ થતો હોય તો આપણું બુદ્ધિવાન ગૃહસ્થાએ એ લાભ શા માટે લેવો ન જોઈએ? તે લાભ એ છે કે સરકારી પ્રોમીસરી નોટમાં, લેનમાં, શેરેમાં અગર ડીઝીટમાં લાખોને કરેડે રૂપીઆની રકમ કે જેની તેમને હમેશાં જરૂર હોતી નથી, તે રકમ ઘણાં ટુંકા એટલે કે માત્ર ત્રણથી પાંચ ટકા સૂધીના વ્યાજમાં રેકે છે, તેના કરતાં જે આવા , સાધારણ સ્થિતિના માણસોને મદદ કરવા મોટા મોટા મકાનમાં વિમે ઉતરાવીને તે નાણાં રોકવામાં આવે તો શું સરકારી કાગળીયાં કરતાં તે કાંઈ ઓછી જામીનગીરી ગણી શકાય ? વળી સરકારી કાગળીયાં કરતાં હાલનાં વધતાં જતાં ભાડાના વખતમાં : સસ્તા ભાડાના મકાને જે જેને આપવામાં આવે તો તેથી બમણું ઉપર વ્યાજ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy