SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ, [ જીન. પાપ કરવાનું જારી રાખીએ તે આગલું પ્રાયશ્ચિત નકામું જાય છે. માટે નિશ્ચય પૂર્વક જે ખાટું લાગે તે ફરી ન કરીએ ત્યારેજ પ્રાયશ્ચિતની ખરી સફળતા છે. જે સહૃદય માણસોએ કઇ પાપ કર્યા પછી પસ્તાવા કર્યા હશે, તે માણસેાજ પ્રાયશ્ચિતનું ખરૂં રહસ્ય અને તેનાથી થયલું કર્મ કેવી રીતે નબળું પડી જાયછે, વિંગેરે સમજી શકશે. વિનય એ ખીન્ને પ્રકાર છે. આપણાથી ઉત્તમ માણસના આચાર્ય ઉપાધ્યાય તથા સાધુ વિગેરેને હુકમ બની શકે તેટલા પાળવા, તેમની ભક્તિ કરવી, બહુ માન કેરવુ, અવર્ણ વાદ ન ખેલવા, આશાતના વર્જવી, તેમને રૂચે તેજ કરવું, એલવામાં, વર્તવામાં, તેમની મરજી સમજીને ચાલવુ, જેમ બને તેમ તેમનું મન દુઃખાવા ન દેવું એ વિનયતપ છે. વિનય વિના કોઈ પણ ચીજ મળી શકતી નથી, તે આત્મિક જ્ઞાન, જે શ્રેષ્ઠ છે, તે મેળવવા માટે તા ઘણા વિનયની આવશ્યકતા છે. વૈયાનૃત્ય એ ત્રીજો પ્રકાર છે. જેને દરેક માણસ માટું ગણેછે, તેની સેવા કરવામાં ઉત્તમ પુરૂષો આનંદ પામેછે. ખ્રિસ્તી પાદરીની, મુસલમાના આલમા તથા સૈયદાની, વૈષ્ણુવા મહારાજની, સેવાથી આનદ પામેછે તેવીજ રીતે ભાવિક જૈના ખાળ, વૃદ્ધ, ગ્લાન વિગેરે સાધુ મુનિરાજની સેવા કરીને હર્ષિત થાયછે. તેમને અન્ન વસ્ત્ર વહેારાવવાં, માંદગી પ્રસંગે દરદ ઓછુ કરવામાં સહાય કરવી, રહેવા માટે સ્થાન આપવુ, વિહારમાં સગવડ કરી આપવી, બધા વૈયાવૃત્યના પ્રકાર છે. જે મુનિરાજ વધારે આત્મરમણતાવાળા, તેમની વૈયાત્રત્યનું ફળ આત્મિક તથા વ્યવહારિક બન્ને રીતે વિશેષ. સંસાર વ્યવહારમાં મનનુ ધાયું થતાં ઇચ્છા પ્રમાણે બધુ મળી રહેતાં જે આનંદ થાયછે, તેના કરતાં પૂજ્ય, સેવ્ય, આદરણીય તીર્થંકરની પ્રતિમા તથા મુનિરાજની સેવાના આનદ જૂદીજ જાતના તથા ચડતા દરના છે, તે અનુભવથીજ માલૂમ પડે તેમ છે. સ્વાધ્યાય એ ચાથેા પ્રકાર છે. પ્રતિક્રમણ વખતે જેને આપણે સડ્રાય કહીએ છીએ, તે સ્વાધ્યાયના માગધી શબ્દ છે. સ્વ એટલે પોતાના, આત્માના અધ્યાય એટલે ધ્યાન,વિચારણા. સ્વાધ્યાય એટલે આત્મ વિચારણા. તે અનેક શાસ્ત્રાના અધ્યયન વડે થાયછે. ઉપરાંત ક્રાધ, માન, માયા, લેાભ, દાન, શિયળ, તપ, ભાવ, વિગેરે ઉપર અકાર્ય ત્યજવાની, તથા કાર્ય કરવાની હિત શિક્ષા આપનાર સઝાયા – સ્વાધ્યાય – છે. બીજી સઝાયા જે મહા પુરૂષો થઈ ગયા છે તેમણે કેવી કેવી સ્થિતિમાં આત્મ વિચારણા અનુભવી, અનુભવ્યા પછી સંસારના તથા દેહને રાગ કેવી રીતે ાડી દીધા, તથા સર્વ કર્માંથી રહિત થઇ કેવી રીતે શાશ્વત પદ પામ્યા તે બતાવનારી છે. એ વર્ગોમાં ભરત ચક્રવતીની, બાહુબળીજીની સ્થળિભદ્રની વિગેરેની સઝાયા છે. ખેલતી વખતે તલ્લીનતા, વિચારણા અને ઉચ્ચ ભાવ થાય તે લાંબા પ્રયાસથી જે ન મળી શકે તે ઘેાડા વખતમાં મળી જાય છે. ભરહેસરની' સઝાયને નામે એળખાતી સતા સતિના નામેા વાળી સઝાય તેમાંના દરેકના ચરિત્ર સહિત, વારંવાર ધ્યાવા જેવી છે. તેમાં જેમ જેમ ઉંડા ઉતરાય છે તેમ તેમ આત્માને અપૂર્વ આનદ મળેછે. એ પરમ આનંદની કાઇ સાથે સરખામણી થઇ શકેજ નહિ. એનું જ નામ ખરૂં જ્ઞાન, અને ખરા જ્ઞાનથીજ આત્માનુભવ આત્મરસિકતા, આત્મ તન્મયતા ક્ષણભર પણ થાયછે. અપૂર્ણાં.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy