SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] મુંબઈમાં વસતા ગરીબ જેનેની હાડમારી. ૧૦૫ સુજતાં બીચારો માણસ પોતાને નહીં જે સામાન પોતાનીજ સંગાથે રાખી જ્યાં ત્યાં ઓળખાણ શોધી કાઢવા અગર નેકરી મેળવવા ફરે છે. ખાવાને માટે મુંબઈમાં ઘણી વીશીઓ હેવાથી તેમાં સવડ કરે છે અને રાત્રે સુઈ રહેવા માટે, ધનિક સ્વધર્મ બંધુઓએ જેરાએ તેવા અને તેટલાં સ્થાન નહીં બનાવવાથી રસ્તા ઉપરની દુકાનોના ઓટલાઓ અગર દયાવંત દયાળુ સરકાકારની સડકની ફુટ પાયરીઓ તેઓને ઘણી આવકાર દાયક થઈ પડે છે. સાધારણ ઓળખાણવાળા માણસે પિતાના ઓળખાણવાળા ગૃહસ્થને ત્યાં જાય છે અને ત્યાં પિતાનો ઉતારો લે છે પરંતુ મુંબઇની કહેવત જે “ટલે મળે પણ ઓટલે ન મળે” એવી છે તે પ્રમાણે આવા માણસોના સંબંધમાં બને છે. કારણકે જે ગૃહસ્થને ત્યાં તેઓ ઉતરે છે તેઓએ ભાગ્યે જ એવા બે કરતાં વધુ ખંડવાળા મકાન ભાડે રાખેલા હોય છે; સબબ મકાનોના ભાડાં બહુજ વધી પડયાં છે અને ઘણું તે એકજ ખંડની નાની ઓરડી વાળા પણ હોય છે. આ શહેરમાં જેને પુરેપુરી વગ હોય તેને ઘણાં ભાગે. તુરત નેકરી મળે છે અને બીચારા વગસગ વગરના માણસો નોકરીઓ માટે જ્યાં ત્યાં ધકા ખાય છે, અને વખતો વખત લાઈબ્રેરીઓમાં જઈને જે તે ન્યૂસપેપરનાં કોલમો ને કોલમો જોતા મચ્યા રહે છે અને તેમાંથી કાંઈ પોતાના લાયકની નોકરી માલુમ પડતાં તે મેળવવા પ્રયત્ન કરે છે; તેમ કરતાં કરતાં જે કોઈ જગાએ તેમની સગવડ થઈ તો આગળ બતાવ્યા મુજબનું તેમનું સાધારણ જ્ઞાન હોવાથી તેમજ વગ નહીં પહોંચવાથી શરૂઆતથી લગભગ રૂ. ૮ થી રૂ. ૧૫ રૂપીઆ સુધીની હલકી નેકરીઓ મેળવી શકે છે. આવી જુજ પગારની નોકરીઓ મળે ત્યારે તેઓ બીચારા આજ કાલના ઘણાં ભારે ભાડાની ઓરડીઓ પોતાના માટે રાખી શકે જ નહિ. એ બનવા જોગ છે, ત્યારે તેઓ બીચારા જુજ ભાડામાં મળતી ખરાબ જગ્યાએ અગર જે શેઠની નોકરી કરતા હોય તેમની દુકાનના ઓટલા ઉપર સુઈ રહેવાની સવડ કરે છે. આવી જગ્યાએ સુઇ રહેનારા બીચારા ગરીબ માણસોને શીયાળામાં ઉનાળામાં અને ચોમાસાના નિરંતર વરસાદ વખતે કેટલું દુઃખ વેઠવું પડતું હશે તેનું ભાન મોટા મોટા બંગલાઓમાં સુખમાં રહેનારા શેઠીઆઓને શી રીતે થાય? ઉપર બતાવ્યા મુજબનાં બીચારા જુજ પગારનાં લેકે આપણામાં ઘણું વખતથી ચાલતા આવેલા દુષ્ટ રીવાજ મુજબ તેઓના વડવાના કુલીનપણાથી નાનપણમાં વાવેલા અગર પરણાવેલા હોય તો તેઓ આ મુંબઈ શહેરના મોંઘા ભાડાની ઓરડીઓ લઈ પિતાનાં બેરાં છોકરાંને કયારે અહીં બોલાવી શકવા શકતીવાન થાય તે પણ એક વિચારવા જેવું છે. હવે તે લેકેની ખાવા વગેરેની સવડ સંબંધી કાંઈ લખવું જરૂરનું થઈ પડશે; મુંબાઈમાં બહાર ગામની વસ્તીનાં સારાં નસીબે જોઈએ તેટલી વીશીઓ છે તેમાં આપણું કે આપણી જેનની જ વીશીમાં ઘણે ભાગે ખાવાની સવડ રાખે છે જેમાં રૂ ૫) થી રૂ ૭) સુધી આપવા પડે છે અને તેથી હાથે રાંધવાના કંટાળાથી ભુખ્યા રહેવાનું મટી જાય છે, પરંતુ આવી વીશીઓમાં અનાજ ઘણુંજ હલકું અને ખરાબ વાપરવામાં આવે છે. આટો સંચાને ઘણે ભાગે વપરાય છે અને શાક પાકેલું તથા વાસી વાપરવામાં આવે છે. હવે તેની સગવડતા સંબંધે જરાક નજર ફેરવીએ તો આ વીશીઓ ઘણે ભાગે પહેલે બીજે માળે હોય છે એટલે તેમાં અજવાળા તરફની સગવડતા ઓછી હોય છે. વળી મકાન પણ (વધારે ભાડું ભરવું પડે માટે ) તદન નાનું
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy