SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જૈન કોન્ફરન્સ હેરલ્ડ [એપ્રીલ. અને અગવડતાવાળું લેવામાં આવે છે તેમજ રાંધવાની જગા પણ તેજ ઠેકાણે હોવાથી કાળું અને ગંદુ માલુમ પડે છે. આ વીશીમાં જમનારા માણસે વધારે હોય છે અને તે વીશીના માલીક પાસે પુરતા જથામાં થાળીઓ વગેરે વાસણ નહીં હોવાથી અને અમુક વખતના અરસમાં બધાં માણસોને જમાડવાની ફરજ પડવાથી બીચારા વીશીના નેકરે વાસણ તે ભાગ્યે જ ઉટકી પુરા પાડી શકે છે એટલે જેમ તેમ એકજ એઠવાડના તપેલામાં (કે જે તે માટે ખાસ રાખવામાં આવેલું હોય છે તેમાં ) વાસણ બોળીને તેને તેજ એક લુગડાને જેવો તેવો ગંધાતા કકડે રાખેલે હોય છે (કે જેના તરફ જેવાથી તિરસ્કાર છૂટે) તેનાથી સાફ કરીને પાછી બીજા જમનારાઓને આપે છે. આ સાફ કરવાનું કામ જે એકાદ સ્વછ માણસના જોવામાં આવે તે એવું ગલીચ માલુમ પડે છે કે તેનું વર્ણન લખવું પણ યોગ્ય લાગતું નથી. માત્ર કહેવત મુજબ “ખીસ્સા ખાલીને હાડખુવારી” એટલે આ વીશીમાં જમતાં પૈસાના પૈસા આપવા પડે છે અને ખરાબ ખેરાકને લીધે શરીરની તંદુરસ્તીનો નાશ થાય છે. આ વખતે કહેવું જોઈએ છે કે ક્યાં કોટની હોટલની સફાઈ અને સગવડતા (માત્ર જે લોકોને ખપે છે તેને માટેજ ) ક્યાં શેઠીઆઓનાં રસોડાની સગવડે અને ક્યાં બીચારા આ ગરીબ માણસની અગવડતાથી થતી દુર્દશા ? આવો ખરાબ ખોરાક લીધાથી આપણા લોકોની તંદુરસ્તી બગડી મરણનું પ્રમાણ બીજી કોમો કરતાં વધારે આવવા સંભવ છે તે ન્યૂસપેપરો વાંચવાથી માલુમ પડી આવશે. હવે રૂ ૧૫ થી ૩૦ સુધીની નોકરીવાળા તરફ નજર કરીએ તો તેઓ બીચારા જેમ તેમ કરી ઘણું લાંબા વખતે આટલે પગાર મેળવવાને ભાગ્યશાળી થાય ત્યારે અહીં પોતાના બૈરા છોકરાને બોલાવી ઓરડી માંડવા વિચાર કરે; આટલા જુજ પગારમાં પોતાનું તથા પિતાના બૈરા છોકરાનું પુરૂં કરવાનું હોવાથી તેમજ દેશમાં રહેલા સગાંઓના નિભાવ માટે મોકલવાનું પણ આ રકમમાંથીજ હોવાને લીધે બિચારાને જે ઓરડી લેવી પડે તે સસ્તા ભાડાની જ હેવી જોઈએ એ સ્વાભાવીક છે; ત્યારે હાલનાં કુદકેને ભૂસકે વધતાં જતાં ભાડામાં કેવા પ્રકારની સગવડવાળી તથા કયા મજલાની ઓરડીઓ મેળવવાને તે ભાગ્યશાળી થાય તે ધનાઢયાએ વિચાર કરવા જેવું છે. મારી સમજ અને તપાસ પ્રમાણે તે ઘણે ભાગે પહેલા મજલાની અને કોઈ કાઈ જગાએ બીજા મજલાની ઓરડીઓ મેળવી શકે છે. અગર છેવટમાં છેવટ માળાની ઉપરનાં કાતરીઓ કે જેમાં ઉભા ફરવું પણ મુશ્કેલ હોય છે તેવા પ્રકારની મેળવી શકે છે અંધારાવાળી તેમજ એક ચોકડી સિવાયની બાકીની જગ્યામાં ભાગ્યેજ પાંચ માણસ બેસી શકે તેટલી જગ્યાવાળી મળે છે, કારણકે તેમને બિચારાને વધુમાં વધુ રૂ ૫) ભાડું આપવાની સવડ થઈ શકે તેમ હોય છે. પહેલા મજલાની અને ઘણે ભાગે બીજા મજલાની ઓરડીમાં (જે માળાની નજીકમાં બીજા મોટા માળાઓ આવેલા હોય છે ત્યાં) હમેશાં દિવસે અને રાત્રે અંધારું જ હોય છે તેથી બિચારા રહેનારાઓને ધોળે દિવસે અને ખરાબપોરે દીવા કર્યા સિવાય રાંધી કે જમી શકાતું નથી, ત્યારે ચોમાસાના ઘમર વરસતા વરસાદના વખતે જ્યારે ઘણું સુક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે અને જીવડાં દીવા આગળ વધારે ઝંપલાવે છે ત્યારે ખાનારની શી દશા થતી હશે તે ધર્માભિમાની સજજોએ ખાસ વિચારવા જેવું છે. આવા ઘણુ દાખલાઓ જેઓ મોટા મોટા માળાઓમાં વધારે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy