SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. જૈન કેન્ફરન્સ હરે. ફેિબ્રુઆરી વિકાસ પામે છે. શેઠ હેમાભાઈ તથા મોરારજી ગોકુલદાસ સાથે સંબંધ એ ઉત્તમ આલંબનજ હતા. - દરેક તકને ઉપયોગ કરે જોઈએ. ઈગ્રેજીમાં કહેલું છે કે – There is a tide in the affairs of man, . Which, taken at the full, leads on to fortune. સાર–માણસના વ્યવહારમાં જેમ સમુદ્રમાં દર પખવાડીએ ભરતી આવે છે તેમ, અમક અમુક વખતે ભરતી આવે છે. ભરતીમાં વહાણ હંકારવું બહ સુગમ છે, તેવી રીતે જીવન વ્યવહારમાં સારી તકરૂપી ભરતી વખતે કામ કરવું બહુ સુગમ અને લાભ દાયક છે. જેમ સમુદ્રમાં ભરતી દર પખવાડીએ આવે છે, તેમ જીવનમાં લાભદાયક તક લાંબે અંતરેજ આવે છે. તે તકને ઉપયોગ ન કરીએ તે નકામી ચાલી જાય છે, કાંઈ લાભ કરતી નથી. પણ ઉપયોગ કરીએ તે ભાગ્યશાળી બનાવી મૂકે છે. સને ૧૮૬૦ માં ઉત્તર અને દક્ષિણ અમેરીકાની લડાઈ થતાં રૂને પાક એ ઉતરશે, અને તેથી ખરીદવું લાભકારક છે એ સાહસિક વેપારી બુદ્ધિ શેઠને ઘણું લાભકારક થઈ પડી છે. ઉંચી કેળવણી વિના પણ સાહસિક વેપારી બુદ્ધિ માટે ગુણ છે, તે તે સહિત કેટલે બધે ફાયદે કરી શકે? સાહસિક વેપારી બુદ્ધિ વિના કઈ પણ દેશ કે કેમની ચઢતી નથી. શેઠ મોરારજી ગોકુળદાસ સાથને સંબંધ એક પડોશીની પ્રીત જે હતે. પણ તે કેટલે બધે વધારી શકાયે, તથા વધ્યા પછી કેવી પ્રમાણિકપણે નિભાવી શકાય, 'મિત્રના દેહમુક્ત થવાથી સંબંધ તેડી નહિ નાખતાં, અથવા દાનત નહિ. વગાડતાં તેના ફરજ નું સારું કેવી રીતે થાય તે બાબત ધ્યાનપૂર્વક કેવી રીતે ઉત્તમ ત્રસ્ટી તરીકે ફરજ બજાવી શકાઈ. વિગેરે વાતે લક્ષમાં રાખવા જેવી છે, શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજની બાળ અવસ્થામાં તેમની મિલકતને ત્રસ્ટી તરીકે વહિવટ કર્યો તે પણ આ પ્રકારનું પ્રામાણિકપણું જ છે. દુનિયામાં અપ્રમાણિક માણસે થોડે ઘણે વખત ફાવી જાય છે એ ખરું, પણ અંતે તે ઉત્તમ ગુણેજ–આત્માની ખીલેલી શકતીજ–ફાવી શકે છે, એ લગભગ નિશ્ચય જેવું છે. પ્રામાણિકપણું બહુજ ઉત્તમ સદ્ગુણ છે. ત્રણ મીલમાં ભાગીદારી, સાત આઠ મીલમાં ડીરેકટરપણું, નિવાસસ્થાનની ધાર્મિક સંસ્થાઓમાં અગ્ર ભાગ, સરકાર તરફથી પણ ઉત્તમ માન એ બધું અર્થસૂચક છે. ભાગીદારી અને ડીરેકટરપણું એ વ્યવહાર કુશળતાને પૂરાવે છે. ધાર્મિક સંસ્થાઓમાં અગ્ર ભાગ એ કેમનો વિશ્વાસ બતાવે છે, અને સરકાર તરફનું માન નિમક હલાલી તથા પ્રપગી કાર્યોની યાદગીરી છે, આવું ઉત્તમ જીવન ગાળવું એ બહુ થોડા માણસેના નશીબમાં સરજેલું હોય છે, મનુષ્ય જીવનમાં કંઈ કંઈ ખામીઓ તે હોય, કારણ કે સંપૂર્ણ પ્રશસ્ય જીવન તે તીર્થકર જીવન જ છે, પરંતુ આવું શેઠ વીરચંદ જેવું જીવન ગાળવું એ પણ બહુ બુદ્ધિ, દીર્ઘદ્રષ્ટિ તથા પુખ્ત મનની અપેક્ષા રાખે છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy