SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬] શેઠ વીરચંદભાઈનું જન્મચરિત્ર, છેલ્વે સંવત ૧૯૨૭માં એ પ્રમાણે થયા હતા. શેઠ વીરચંદભાઈને પહેલા લગ્નથી બે થયેલા જેમાંના એક નાની ઉમ માં ગુજરી ગયા હતા અને બીજા પુત્ર મિ. વાડીલાલ સં. ૧૯૧૨ માં જન્મ્યા હતા. બીજા લગ્નથી એક પુત્ર તથા એક પુત્રી થય. હતા. પરંતુ તેઓ પણ નાનપણમાં ગુજરી ગયા હતા. ત્રીજા લગ્નથી બે પુત્રો થયા હતા તેઓ પણ નાની ઉમરમાં ગુજરી ગયા હતા. ચોથા અથવા છેલ્લા લગ્નથી છ પુત્રાઓ અને બે પુત્રો થયા જેમાંની ત્રણ પુત્રીઓ નાની ઉમરમાં ગુજરી ગઈ હતી. આ પ્રમાણે એકંદર ૭ પુત્ર અને પુત્રીઓ થયા હતા. પરંતુ શેઠ વાડીલાલ, ભેગીલાલ અને સારા ભાઈ નામના ત્રણ પુત્રો તથા જાસુદ, મોતી અને રૂક્ષ્મણી નામની ત્રણ પુત્રીઓનું સુખ શેઠ જોઈ શક્યા છે. શેઠ વાડીલાલને તથા ભોગીલાલ અને સારાભાઈને સારી કેળવણી આપવા ઘણું મહેનત તેમણે લીધી છે. અને શેઠ વાડીલાલને સોલાપુર મીલના એજટનું કામ સોંપી ત્યાં રાખેલ હતા, પણ દૈવે ઈ. સ. ૧૮૯૮ માં એકાએક નાની ઉમરમાં શેઠ વાડીલાલને પિતાના સપાટામાં લીધા. અને આ પ્રમાણેને એક મોટો અને જબરો કારી ઘા શેઠ વીરચંદભાઈની વૃદ્ધાવસ્થામાં લાગ્યો જે પોતે હજુ સુધી પણ વિસરી શક્યા નથી. શેઠ વાડીલાલ પિતાની પાછળ બે પુત્ર દલસુખ અને કાંતિલાલ તથા એક પુત્રી બેન સમરતને મુકી ગુજરી ગયા છે. દલસુખને પણ સારી કેળવણું આપીને સોલાપુર મીલ એજંટનું ધમ સેંપી દેવામાં આવ્યું છે. જ્યારે કાંતિલાલ હજુ નાની ઉમરના છે. શેઠ ભેગીલાલ પિતાના પિતા સાથે ધંધામાં જોડાયા છે. અને શેઠ સારાભાઈ હાલ બી. એ. ના કલાસમાં છે. ગઈ ઈનટરની પરીક્ષા તેમણે ફતેહમંદીથી પસાર કરીને ગીઝ પ્રાઈઝ મેળવ્યું છે. અને તેઓ પણ ઘણુ બુદ્ધિશાળી છે. જેષ્ઠ પુત્રી બેન જાસુદને અમદ.વાદમાં શેઠ લાલભાઈ ત્રીકમલાલ સાથે પરણાવવામાં આવ્યા હતા. જે બહેન ઈ. સ. ૧૮૯૬ માં ગુજરી ગયા છે. તેમની જગ્યાએ નાની પુત્રી બેન રૂફમણીને પરણાવવામાં આવ્યા છે. અને તેમને રમણભાઈ નામનો એક ઘણોજ ચંચળ પુત્ર છે. બીજા પુત્રી બેન મોતીને અમદાવાદના ચાલીસ હજારા કુટુંબના શેડ કેશવલાલ વીરચંદ સાથે પરણાવવામાં આવેલા હતા પરંતુ તેઓ પણ ઈ. સ. ૧૯૦૩ માં એક પુત્રી બેન લીલાવતીને મુકીને ગુજરી ગયા છે. ' શેઠ વીરચંદભાઈ સ્વભાવે શાંત, ધર્યવાન અને નિખાલસ મનન છે. તેની સાથે તેમની પરોપકાર અને ઉદારવૃત્તિ છે. કોઈ પણ માણસ તેમની મદદ માગે છે, તેને પોતે નિરાશ કરતા નથી. અને પિતાના આશ્રિત માણસે તરફ તેઓ ઘણું કાળજી રાખે છે. તેઓ પોતે દેલતમંદ હોવા છતાં નિરાભિમાની છે અને ધર્મનિષ્ઠ છે. તાત્પર્યચથી (પાટણ) કોનફરંસના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદનું જીવન ચરિત્ર બહુજ નવાઈ જેવા બનાવોથી ભરપૂર છે. દરેક માણસના જીવનમાં ઘણું બનાવે હયા છે પણ જે તે માટે થાય તો તેના જીવનના બનાવો પત્ર ઉપર ચડે છે. - " શેઠ વીરચંદને ભાગ્યશાળી પણ કહી શકાશે, કારણ કે પૂર્વ પુણ્યના ગેજ ઉત્તમ આલંબન મળી શકે છે, અને ગુપ્ત રહેલી શક્તિઓ ઉત્તમ અવલંબનને લીધે વધારે
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy