SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬] શેઠ વીરચંદભાઈનું જન્મચરિત્ર. • સન ૧૮૭૬-૭૭ માં સેલાપુરમાં ભયંકર દુષ્કાળ વખતે કલેકટરને સમજાવી વેપારની છુટ પાવવી, તેથી બહુ માલ આવ, અને પરિણામે બજાર મંદી રહેવા એ વેપારી સૂક્ષ્મ અવલોકન શક્તિથી બિચારા મનુષ્ય બંધુઓને કેટલો ફાયદે થયે હશે, એને ખ્યાલ થઈ શકે તેમ નથી. આ એક જાતની સર્વોતમ જીવદયા છે. તે પ્રસંગે તથા સન ૧૮૯૬-૯૭ માં સોલાપુરમાં ગરીબ દુકાળીઓ માટે સસ્તા ભાવે અનાજ વેચવાની દુકાન કાઢવી એ પણ પ્રશસ્ય કાર્ય છે. ગોધાવીમાં–પિતાના વતનમાં–ગૂજરાતી સ્કૂલ, અંગ્રેજી સ્કૂલ તથા કન્યાશાળા કાઢવાથી મેસુફ શેઠે બહુ ઉત્તમ ભાતું સાથે બાંધી લીધું છે. મનુષ્ય જીવન એ એક મુસાફરી જ છે. ભાતું સાથે નહિ લેનારને ભૂખે મરવું પડે છે. બહુ પુણ્યના ઉદયથીજ મનુષ્યભવ મળી શકે છે. તે પણ વારંવાર આવી શકતા નથી અમદાવાદમાં ફી રીડીંગરૂમ તથા બનારસમાં યશોવિજયજી જૈન પાઠશાળાની ઈમારત એ શેઠની સખાવતના ઉત્તમ નમુના છે. કેળવણી તથા ગરીબ ભાઈઓમન ને જીવન નિર્વાહ આપે એ ભાતુંજ છે. દાન-ગમે તે પ્રકારનું, ગમે તે હેતુથી ઉત્તમ છે. પરંતુ ફરજને ખાતર સખાવત થાય એ સર્વોત્તમ છે એના સમાન બીજું કશું નથી. ગરીબ અનાથ ડાંઓના લગ્ન કરાવી આપવા એ પણ વ્યવહાર દૃષ્ટિથી ઉત્તમ કાર્ય છે, પશ્ચિમના સુધરેલા કહેવાતા દેશની જેવું સ્વચ્છેદી જીવન ગાળવા કરતાં જોડું થઈને ગૃહવ્યવહાર ચલાવવો સહસ્ત્ર દરજજે ઉત્તમ છે. આખા હિંદમાં ધારાસભામાં બીરાજવાનું માન કેઈ પણ જૈનને મળ્યું હોય તે તે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈને મળ્યું હતું અને તેનાથી ઉતરતું બીજું માન– સી. આઈ. ઈ નું–આ બાજુ તરફ તે શેઠ વીરચંદનેજ મળ્યું છે. સેલાપુર યુનિસીપાલીટીના મેમ્બર, કમીશનર, એસેસર, જુવર, જસ્ટીસ ઓફ ધી પીસ, દીલ્હી દરબારમાં હાજર થવાનું માન વિગેરે માન કેઈ પણ માણસને હર્ષ ઉપજાવે તેવાં છે. ફરજને ખાતરજ બજાવેલી ફરજ માટે મળેલા માનની ગણના કેઈથી થઈ શકે તેમ નથી, અતિશય ઉચ્ચ છે. મનુષ્ય જીવન ફરજથી જ ભરેલું છે, અને ફરજ એજ દૃષ્ટિ બિંદુ હોવું જોઈએ. મુંબાઈમાં પ્લેગથી થયેલી હાડમારી દૂર કરાવવા માટે લેર્ડ સેંડહર્સ્ટ પાસે પિતે તે વખતે જવું બહુ યેગ્ય અને કેમને ઉપકારક હતું આવા ઉપકાર કેમ ભુલી શકાય? परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं निजहृदि विकसंतः सन्ति संतः कियन्तः ॥ કુટુંબની બાબતમાં શેઠ સુખી હતા, પરંતુ આટલાં બધાં ફરજદે અને તેમાં પણ વાડીલાલ જેવા પુત્રનું પરલોકગમન શેઠને માટે અતિશય ભારે થઈ પડે તે કુદરતીજ છે. પિતાને પ્રસન્ન કરવાથી પુત્રધર્મ પણ યોગ્ય બનાવ્યું છે. કેઈ વાચકને ચાર સ્ત્રીઓ બહુ મોટી સંખ્યા લાગશે. પરંતુ હિંદુ સંસારની આ બાબત કેઈ બીજે પ્રસંગે અમે સ્પષ્ટ કરીશું. શેઠ સારાભાઈનું ગીષ્મ પ્રાઈઝ સહિત ઈન્ટરમીયેટ પાસ થવું એને માટે એક વખત અમે લખી ગયા છીએ, છતાં ભાર મૂકીને કહી શકીએ છીએ કે ધનસંપત્તિવાળાએ જ્ઞાનમાં જેમ બને તેજ વધુ વખત ગાળવે એના જેવું બીજું શ્રેયસ્કર એકે નથી.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy