SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] શેઠ વરચંદભાઈનું જન્મચરિત્ર. . અનાવને Share-mania-ના નામથી ઓળખવામાં આવે છે.. શેઠ વીરચંદભાઈને જે કે Share-mania-માં ઘરને વેપાર નહેતે તે પણ બધા શહેરની સાથે તેમને પણ આથી ખમવું પડયું હતું. ગીરગામ બેકરોડ ઉપર આવેલા ચીના બાગના નામથી ઓળખાતા ભવ્ય મકાન કે જેમાં હાલ શેઠ મોરારજી ગોકળદાસના જ્યેષ્ઠ પુત્ર શેઠ ધરમસીભાઈ રહે છે ચીના આગ પ્રથમ શેઠ પ્રમાભાઈની માલકીનો હતે. જે તેમણે તે શેઠ કરસનદાસ માધવદાસને વચ્ચે હતા અને તેમના તરફથી છેવટ શેઠ મોરારજી ગોકળદાસને વેચવામાં આવ્યો હતો, અને તેથી શેઠ મોરારજીએ તે લીધા પછી પિતાને વસવાટ ત્યાં કર્યો હતો, આ ચીના આગની દક્ષિણ તરફ જે નાને બગલો આવેલો છે, તેમાં શેઠ વીરચંદભાઈ રહેતા હતા. અને આ પ્રમાણે શેઠ • મોરારજીના તેઓ પડોસી હોવાથી બંને ગ્રહો એકબીજાના સહવાસમાં આવ્યા અને પ્રસંગોપાતના કામકાજથી એક બીજાની મિત્રાચારી વધતી જતી હતી. શેઠ વીરચંદભાઈને મુંબઈમાં આવ્યાને ૯ગભગ પાંચ વરસ થયા હતા તેટલામ તે તેઓ ઓરીયન્ટલ સ્ક્રીનીંગ, ગ્રેટ ઈસ્ટન સ્પીનીંગ, માણેકજી પીટીટ અને ભરૂચ મીલના ડાયરેકટરને જોખમી હદો મેળવવા પામ્યા હતા. ઉપરાંત બોડેડ વેર હાઉસ અને બેન્ક ઓફ ઈડીયાના ડાઈરેકટર તથા મુંબઈ પાંજરાપોળના મેનેજર તરીકે પણ તેમની નીમણુક થઈ હતી. અને આ પ્રમાણે આટલા ટૂંકા સમયમાં તેઓ, જાહેર પ્રજાને વિશ્વાસ મેળવી શક્યા હતા એટલું જ નહિ, પણ આ હોદાઓને લગતી ફરજો તેમણે ઘણીજ યોગ્ય રીતે બજાવી હતી. શેઠ મોરારજી ગોકળદાસ બેઓ એન્ડ પશ્ય સ્ટીમ નેવીગેશન કમ્પની વિગેરેના ડાઈરેકટર હતા. અને તે અરસામાં મીલ ઉદ્યોગ તરફ તેમનું લક્ષ ખેંચાયું હતું. તેઓએ શેઠ વીરચંદભાઈની સલાહથી કેટલીક મીલના શેરે લીધા અને તેમાં તેમને ઘણો સારે ફાયદો થવાથી શેઠ વીરચંદભાઈના ઉપર તેમને પ્રતીતિ આવી એટલું જ નહિ પણ તેમના દુરઅંદેશીપણું અને તેમની વિશાળ બુદ્ધિ વિષે શેઠ મોરારજીને સારે અભિપ્રાય બંધાયે. ઈ. સ. ૧૮૭૦ ની સાલમાં શેઠ મોરારજી, શેઠ ખટાઉ મકનજી તથા લક્ષ્મીદાસ ખીમજી વિગેરેએ મળીને એક જુટ મીલ ખરીદ કરી. પરંતુ તેમાં પછીથી ઘણે એક ફેરફાર કરી તેને કાપડ સુતરની મીલમાં ફેરવી નાંખવામાં આવી અને તેને “મોરારજી મીલ” નું નામ આપવામાં આવ્યું. આ પ્રમાણે ફેરફાર કર્યા પછી તે મીલ શેઠા મેરારજી તથા ખટાઉ મકનજી બંને જણા વચ્ચે રહી. આ મીલનું કામ ચાલુ થય પછી થોડા વખત પછી એટલે ઈ. સ. ૧૮૭૪ ના અરસામાં શેઠ મોરારજી તથા ખટા મકનજીએ “મંગળદાસ મીલ” જેને હાલ યુનાઈટેડ સ્પીનીંગ કહેવામાં આવે છે, તે ખરીદી લીધી. આ પ્રમાણે બે મીલે થવાથી બંને ભાગીદાર એકેક મીલ સુવાંગ પિતાના ભાગમાં રાખીને ભાગીદારીમાંથી છુટા થઈ ગયા અને મેરારજી મીલ” શેઠ મોરારજીએ પિતાના પાસે આવ્યા પછી શેઠ વિરચંદભાઈને પોતાના ભાગી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy