SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ . જૈન કેન્ફરન્સ હરેન્ડે. [ફેબ્રુઆરી દાર તરીકે તેમાં ફરીથી લીધા અને તેજ સાલમાં તેમણે પિતાનું વીલ કરેલું તેમાં શેઠ વીરચંદભાઈને ટ્રસ્ટી તરીકે નીમ્યા હતા. આજ વરસમાં એટલે ઈ. સ. ૧૮૭૪ માં શેઠ મોરારજીએ બીજી મીલ કરવા ઈરાદે જણાવી શેઠ વીરચંદભાઈને સોલાપુર મલ્યા અને તે મીલને વહીવટ શેડ વીરચંદ ભાઈને સંભાળવાને હતે. શેઠ વીરચંદભાઈએ ત્યાં જઈને રેલ્વે તથા કનાલ વચ્ચેની જમીન પસંદ કરી મીલ બાંધવાનું કામ શરૂ કરવાથી ગરીબ લેકેને ઘણી મારી મળી, અને દુકાળનું સંકટ કેટલેક દરજે ઓછું થવામાં તેનાથી મદદ મળી. અને આ કામ ઘણું ઉપયોગી થઈ પડ્યું. શેઠ વીરચંદભાઈ લગભગ પાંચ વરસ સોલાપુરમાં રહ્યા અને મીલને સારા પાયા ઉપર લાવી મુકી. ઈ. સ. ૧૮૭૮ માં શેઠ મોરારજી ગોકળદાસ, વિશ્રામ માવજી, શેઠ જેરામ નારણજી, રણછોડદાસ નરેમદાસ અને શેઠ વીરચંદભાઈના ભાગમાં મળીને “મહાલક્ષ્મી નામની ત્રીજી મીલ લેવામાં આવી. અને આ પ્રમાણે મેરારજી મીલ, સોલાપુર મીલ અને મહાલક્ષ્મીને વહીવટ પંત્યાળામાં મૂકવામાં આવ્યો. આ પ્રમાણે ટૂંકા વખતમાં શેઠ વીરચંદભાઈ ત્રણ મીલોમાં ભાગીદાર થયા હતા અને તેથી સારી આવક તેમને પ્રાપ્ત થવા માંડી હતી. ઈ. સ. ૧૮૭૫–૭૭ માં સોલાપુરમાં પડેલા દુકાળ વખતે શેઠ વીરચંદભાઈ સેલાપુરમાં હાજર હતા. તે વખતે ભાવનગર રાત્યના પેડમીનીટેટરના હોદાઉપરથી આવેલા મી. પરીવલ સાહેબ કલેકટર હતા. હળની અસરથી રૂ. એકની સાત શેર પ્રમાણે જુવારને ભાવ થઈ ગયો અને દીવ દીવસે ઘવારી વધતી જતી હતી. આ પ્રમાણે થયું જોઈને મી. પરીવલ સાહેબે ડેપ્યુટી કલેકટર ખા. વા. દારાશા ડોસાભાઈ મારફત વેપારી લોકોને કહેવરાવ્યું કે જે તેઓ ભાવ વધારી આપશે, અને દુકાળીયા લોકો ભૂખે મરતાં તેમની દુકાને લુટી જશે તે સરકાર તેનું રક્ષણ કરશે નહીં. આ પ્રમાણે વેપારી લોકેને કલેકટર સાહેબનો હુકમ સંભળાવ્યા પછી ડેપ્યુટી કલેકટરે મીલમાં જઈ શેઠ વીરચંદભાઈ ને પણ તે ખબર આપ્યા. શેઠ વીરચંદભાઈને આ ખબર મળવાથી તેમાં રહેલું જોખમ જોઈ . શક્યા અને તેમણે તરતજ કલેકટર સાહેબ પાસે જઈને આ પ્રમાણે કરવાથી દુકાળીયાને લાભ થવાને બદલે ઊલટા ભુખે મરી જશે. માટે પોતે કરેલો હુકમ રદ કરી તેમનું રક્ષણ સરકાર કરશે. અને તેમની મરજી માફક ભાવથી વેચવા આપવાની છૂટ આપવા દલીલ કરી તેમના મનમાં ઉતાર્યું. આ પ્રમાણે કલેકટર સાહેબે છુટ આપવાથી વેપારી લેકેએ તરતજ ભાવ ચડાવી દીધા અને સારી રીતે કમાવાની લાલચમાં પોતાના ગજા ઉપરાંત બહાર દેશાવરથી ખરીદ કરાવી અનાજ સોલાપુરમાં મંગાવ્યું. બીજી તરફથી શેઠ મોરારજીએ સેલાપુરના દુકાળ માટે ધર્માદા ફંડ ઊઘાડી તેમાં મુબઈમાંથી પૈસા ભરાવી ત્યાં મેકલવા શરૂ કર્યા અને ત્યાંની મીલમાં ધર્માદાફડના હિસાબે મીલમાં દુકાન ઊઘાડી બહાર દેશાવરથી અનાજની ખરીદ શરૂ કરી મંગાવવા માંડ્યું. અને પડેલા ભાવે અગર તેનાથી સસ્તા ભાવે વેચવાને રીવાજ શરૂ કર્યો. જેથી ઘણા લોકો આ ધર્માદા દુકાનેથી અનાજ લેવા લાગ્યા. અને તેથી કરીને વેપારી લેકેનું
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy