SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પર જિન કેન્ફરન્સ હરૈર્લ્ડ. [ફેબ્રુઆરી તમામ વેપાર શેઠ વીરચંદભાઈના હસ્તક સોંપ્યું અને તેમ કરવાથી શેઠ પ્રેમાભાઈએ શેઠ મયાભાઈને વેપાર પિતાની પેઢીમાં સેંધવા પરવાનગી આપી. શેઠ વીરચંદભાઈએ શેઠ મયાભાઈને તરફથી સારી રીતે કામ કરીને સંતોષ આપ્યું હતું. - ઈ. સ. ૧૮૬ માં અમેરિકા દેશમાં Slave Trade “ગુલામના વેપાર” બાબતમાં ઉત્તર અને દક્ષિણ વિભાગો વચ્ચે મહાન લડાઈ જાગી હતી. મેશર્સ રિટર્ન હબટ કમ્પની વાળા મી. અને અમેરિકાથી કેટલેક માલ ભરીને મુંબઈ આવેલા જેમણે પહેલ વહેલા આ લડાઈને ખબર શેઠ વીરચંદ ભાઈને યોગ્ય જાણું ગુપ્ત રીતે આપ્યા અને જણાવ્યું. કે આ લડાઈ જાગવાથી અમેરિકા દેશમાં રૂને પાક બીલકુલ આ વરસમાં થશે નહિ. જેથી હિંદુસ્તાનના રૂને ભાવ જરૂર વધશે. આ પ્રમાણેની તેની વખતસરની અને ગ્ય સલાહ શેઠ વીરચંદ ભાઈને મુનાસમાં જણાયાથી રૂના તૈયાર માલ અને વાયદાના વેપારની બે કમ્પનીઓ તેમણે ઉભી કરી. તૈયાર માલના વેપારમાં મી. સ્ટર્ન, શેઠ માયાભાઈ શેઠ જેસીંગભાઈ હઠીસંગ તથા શેઠ કરશનદાસ માધવદાસ મળી ચાર ભાગીદાર હતા, અને વાયદાના વેપારમાં શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ અને બાકીના ઉપર જણાવેલા ગૃહસ્થો મળી તેમાં પણ ચાર ભાગીદાર હતા. આ કંપનીઓએ તૈયાર માલનો માટે જ ખરીદ કર્યો તેમજ વાયદાનો પણ મોટો વેપાર કરી સારી રકમ પેદા કરી હતી. શેઠ વીરચંદભાઈના આ પ્રમાણેના સાહસમાં ફતેહ થવાથી શેડ વખતચંદ ખુશાલચંદની પેઢીનો તમામ વહીવટ શેડ પ્રેમાભાઈએ એમના હાથમાં સોંપી દીધો. તેજ વખતે શેઠ કરશનદાસ માધવદાસના નામની આ કંપની ચાલુ કરવામાં આવી હતી. જેમાં શેઠ કરશનદાસ, માયાભાઈ શેઠ મગનભાઈ હઠીસીંગ અને શેઠ વીરચંદભાઈ મળી ચાર ભાગીદાર હતા. આ કંપનીને સ્ટાર પીગટ કમ્પનીની એજન્સી મળી હતી. જેમાં સારી રીતે પેદાશ થઇ હતી. આ અરસામાં મરહુમ ઓનરેબલ મી. ઝવેરીલાલ ઉમાશંકર યાજ્ઞિક પિતાનો અભ્યાસ પૂરો કરી બહાર પડ્યા અને તેમનું લક્ષ વેપારી લાઇનમાં જોડાવા માટે દોરાયું અને તેથી શેઠ વીરચંદભાઈની મદદ માગી. શેઠ વીરચંદભાઈને સ્વભાવ કુદરતી રીતે જ કોઈને પણ પિતાથી બની શક્ત ઉપકાર કરવાને ઉસુક દેવાથી તેમણે મી. ઝવેરીલાલની દરખાસ્ત સ્વીકારી તેમના નામથી કંપની ચાલુ કરાવી પિતાને ભાગ તેમાં રાખ્યો. આ કંપનીને ગ્રીઝ કોટનની ભરૂચ મિલની તથા નુ કમ્પનીની એજન્સીઓ મેળવી આપી અને તેમાં સારી રકમ પેદા થઈ હતી પરંતુ કેટલાક કારણોને લઈને તા. ૧ ફેબ્રુઆરી સન ૧૮૬૫ થી નુપ કમ્પનીની એજન્સીના કમીશનમાં ફક્ત પોતાને ચો ભાગજ રાખી શેઠ વીરચંદભાઈને બીજો ભાગ છેડ. દેવાની જરૂર જણાઈ હતી અને થોડા વખત પછી તો તેઓ શેઠ - કરસનદાસ માધવદાસ તથા મી. ઝવેરીલાલ વાળી અને કમ્પનીઓમાંથી સદંતર નીકળી જઈને છુટા થઈ ગયા હતા. - ઈ. સ. ૧૮૬૫ ની સાલ મુંબઈ શહેરના માટે એક ઘણી જ ઈતીહાસિક લેખ્ખાય છે. તે સાલમાં મુંબઈમાં શેરને મોટે સ ચાલ્યો હતો. જેના પરિણામમાં મુંબઈમાં લગભગ ૬૦ કરેડ રૂપીયાનું નુકસાન અડસટવામાં આવ્યું હતું. હજુ પણ આ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy