SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૬] શેઠ વીરચંદભાઈનું જન્મચરિત્ર. પાટણ કોન્ફરન્સના પ્રમુખ શેઠ વીરચંદ દીપચદ. સી. આઈ. ઈ. જે. પી. નું જન્મચરિત્ર. હાલની કોન્ફરન્સના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદ. સી. આઈ. ઈ. વીશા શ્રીમાળી જ્ઞાતિના છે તેઓને જન્મ અમદાવાદ જીલ્લાના આણંદ તાલુકાના ગેધાવી નામના ગામમાં સંવત ૧૮૮૮ ના માગશર સુદી 2 તા. ૨૪ નવેંબર ૧૮૩૨ શનિવારના રોજ - થયો હતો. આ ગોઘાવી ગામ બી. બી. સી. આઈ. રેલવેના સાણંદ સ્ટેશનથી પૂર્વમાં એક માઈલ દૂર આવેલું છે. તેનું નામ પાંડેના વખતમાં “ગઉધાવી” એવું હતું પરંતુ પાછળથી અપભ્રશ થઈ ગેધાવી કહેવાવા લાગ્યું છે એમ દંતકથા છે. અગાઉના વખતમાં હાલની માફક સ્થળે સ્થળે કેળવણું આપવાનું સાધન ન હતાં. તેથી જગનકુશળ નામના ગોરજી કે જેઓ ગેધાવીમાં તે વખતે રહેતા હતા, તેમની પાસે શેઠ વીરચંદ ભાઈએ ફક્ત ધાર્મિક કેળવણી સંપાદન કરી હતી, અને લગભગ ૧૭ વરસની ઉમર સુધી તેઓને ગોધાવીમાં જ રહેવું થયું હતું. પરંતુ સંવત ૧૯૦૬-૦૭ ઈ. સ. ૧૮૪૯-૫૦ ના અરસામાં તેઓનું અમદાવાદમાં આવવું થયું હતું. જ્યાં અંગ્રેજી તથા ગુજરાતી ભાષાને સારી રીતે અભ્યાસ કરી પેતાને વચમાં મળતી નવરાશને સદઉપયોગ કર્યો હતો. અમદાવાદના સુપ્રસિદ્ધ નગરશેઠ હેમાભાઈના સેક્રેટરી તરીકે શેઠ દલપતભાઈ કામ કરતા હતા તેમના સમાગમમાં શેઠ વીરચંદભાઈનું પ્રસંગોપાત આવવું થયું. અને કેમે કરીને શેઠ હેમાભાઈને તેમની બુદ્ધિ અને ગુણોની પીછાન થવાથી ઈ. સ. ૧૮૫૭ માં અમદાવાદની મ્યુનિસિપાલીટીમાં રૂ. ર૪ ના દરમાયાથી ઈન્સ્પેકટરની જગ્યા અપાવી હતી. પરંતુ મ્યુનિસિપાલીટીમાં એક મહિના અને ૨૧ દીવસ નેકરી કરતાં થયા તેટલામાં છે તે બંધ પડી ગઈ અને તેથી શેઠ હેમાભાઈએ તેમને મુંબઈમાં શેઠ વખતચંદ ખુશાલચંદના નામથી પોતાની તે વખતે જે પેઢી ચાલતી હતી ત્યાં મેકલવા ઇચ્છા બતાવી જે શેઠ વીરચંદભાઈએ ઘણી ખુશીથી સ્વીકારી લઈ શેઠ હેમાભાઈ તરફથી પિશાક મેળવી ઈ. સ. ૧૮૫૭ સં. ૧૯૧૪ ના જેઠ મહિનામાં મુંબઈ આવ્યા. આ સાલમાં હિંદુસ્તાનમાં મોટે બળવો ફાટી નીકળ્યો હતો. જેના ખબર શેઠ વીરચંદભાઈને પહેલવહેલા સુરતને તાપી નદીમાં મળ્યા હતા. હાલ જે પ્રમાણે રેલ્વેના સાધન છે, તેવા તે વખતે નહિ હોવાથી અમદાવાદથી સુરત સુધી પગરસ્ત અને સુરતથી મુંબઈ સુધી આગબેટમાં આવવું પડ્યું હતું. શેઠ વીરચંદભાઈને મુંબઈમાં આવ્યાને થોડો વખત થયો તેટલામાં તે શેઠ હેમાવાઈ સ્વર્ગવાસ થયા. અને તેમની ગાદી ઉપર શેડ પ્રેમાભાઈ બરાજ્યા. શેઠ પ્રેમાભાઈને માયાભાઈ કરીને જ્યેષ્ઠ પુત્ર હતા. તેઓ ખાનગી રીતે સટ્ટાનો માટે વેપાર કરતા હતા અને તે પોતાની પેઢીએ નહિ નોંધાવતાં મુંબઈમાં બીજી પેઢીઓ મારફત ચલાવતા હતા. જેમ કરવું રેઠ વીરચંદભાઈની નજરમાં જોખમ ભરેલું જણાયાથી તેમણે શેઠ પ્રેમાભાઈ તથા માયાભાઈને તેના ગુરુ દે જાહેર કર્યા જેના પરિણામમાં સેઠ મયાભાઈએ પોતાનો.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy