SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ , જૈન કોન્ફરન્સ હેરા [નવેમ્બર, લીધે અહીં આવે છે તેમની ખરી સ્થિતિનું પુરે પુરૂં વર્ણન તે હું આપી શકું તેમ નથી તે પણ મારી અ૫ મતિ પ્રમાણે જે લખું છું તે ઉપરથી સહેજ ખ્યાલ આવી શકશે તેઓમાંના કેટલાકના માબાપે પિતાનું ગુજરાન પુરે પુરી રીતે નહી ચલાવી શક્વાથી તેમને પુરૂ ભણાવી શકતા નથી તેમજ સામાન્ય રીતે ગામેગામ કાંઈ શાળાઓ હોતી નથી કે જેથી તેઓ કાંઈ પણ જ્ઞાન મેળવી શકે, અને તેથી તેઓ પિતાના અભણ માબાપ તરફથી નહીં જેવું ગામડીયું જ્ઞાન મેળવે છે, જે જ્ઞાન મુંબાઈ જેવા શહેરમાં નેકરી કરવા માટે બીલકુલ કામનું નથી, તેમજ સાધારણ સ્થિતિવાળાઓ જેઓ પિતાના ગજા પ્રમાણે ડું ભણે છે અને પછી આગળ વધારે ખર્ચ કરી અભ્યાસ કરવા શક્તી નથી હોતી તેમને લાચારીએ તે મુકી દેવા ફરજ પડે છે, તેના દાખલાઓ પાલીતાણું બાળાશ્રમ, વડોદરા બાળાશ્રમના તથા અમદાવાદ જૈન બોડીંગના સેક્રેટરી એને પુછવાથી માલમ પડી આવશે. હવે એક તરફથી તેમના જ્ઞાન સંબંધી આવી અપુર્ણ સ્થિતિ છે ત્યારે બીજી તરફથી મરકી, કેલેરા વિગેરેના ભયંકર દુઃખો, છપ્પનીય જે રાક્ષસી દુષ્કાળને દેર તથા તે પછીનાં તમામ વૃષ્ટિ વિનાનાં વર્ષો આવેલા છે તેથી દેશમાં માઈ ખાવાના સાધને બીલકુલ ખુટી પડયાથી નાઈલાજે અહીં આવવા તૈયારીઓ કરે છે. જ્યાં સુધી તેવાઓની પાસે છેડા દીવસનું ખાવા પહોંચે તેટલું સાધન રહે છે ત્યાં સુધી આ તરફ આવવા વિચાર કરતા નથી, અને છેવટે અહીં આવતાં ટીકીટ વીગેરે રસ્તા ખર્ચ માટે પૈસા ભેગા કરવા સારૂ પિતાના ઘરમાંથી કેટલાક સામાન વેચે છે, અને તેથી પુરા પૈસા મળે નહીં તે પિતાના વાસણ, દેરી લો અને છેવટે પિતાના પહેરવાના કપડાં પણ ગીરે મુકી અગર પાણુના મુલે વેચી નાંખી પિસા ભેગા કરે છે, તે ઉપરાંત કેટલાક એથી પણ વધુ લાચારીએ માત્ર રસ્તા ખચ જેગ પૈસા ભેગા કરે છે તેનું દિલગીરી ભર્યું ખ્યાન આપતાં ગમે તેવા નિર્દય હદયના માણસની લાગણી દુઃખાય તે કોમળ હદયના જૈન ધનાઢયેના અંત:કરણ પીગળે તેમાં નવાઈ શી? જેમ તેમ કરીને તેઓ બીચારા દુઃખે અને ભુખે દરીયાવાટે યા રેલવે રસ્તે આ અલબેલી નગરીનાં દર્શન કરવાની અને અહીં કમાઈ કરી પિતાનું તથા પોતાના દેશમાં રહેલા કુટુંબનું ભરણ પોષણ કરવાની આશાએ ઉતરી પડે છે. અધુરૂં. D. માલવા દેશમાં જીર્ણોધ્ધારની અગત્ય. માલવા-મલારગઢ (માલવા) થી શ્રી જૈન શ્રેયસ્કર મંડળના પરિક્ષક મી. ખીમચંદ ભૂધરદાસ અમને લખી જણાવે છે કે હું માળવા દેશમાં થોડા વખતથી પરિક્ષા લેવા ફરું છું. તેમાં અને મારી દ્રષ્ટિમાં ઘણાંજ જીર્ણ મંદીરે આશાતનાવાળાં માલુમ પડે છે. કેશર સુખડ વિગેરેથી બરાબર પુજા પણ થતી નથી. દેશ ઘણે ધર્મમાં અજ્ઞ છે. અહિં મુનીરાજ કવચીતજ વિચરવાથી ઘણા લોકે અન્ય મતેમાં જતા રહેલા માલમ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy