SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] મુંબઈમાં વસતા ગરીબ જૈનોની થતી હાડમારી. ૩૪૭ મુંબઈમાં વસતા ગરીબ જૈનની થતી હાડમારી. આગેવાન શેઠીઆઓએ કરવું જોઇને વિચાર સાંપ્રત સમયને વિષે મુબાઈ એ હિંદુસ્થાનના લોકોને વેપાર ઉદ્યોગના સબબથી એક મુખ્ય મથક થઈ પડયું છે, જેની અંદર હિંદુસ્તાનના તમામ ભાગોના તેમજ દુનીયાના બીજા ભાગના જાત જાતના લોકે કે જેઓની ભાષા, રહેણ, કરણી, સ્વભાવ વિગેરે ભિન્ન ભિન્ન દેખાય છે, તેવા સુખી તેમજ વધુ દુઃખી લો કે આવી રહેલા માલમ પડે છે, તેવી જ રીતે આપણે ઘણું ખુશી થવા જેવું છે કે, આપણે કેમે પણ એક સારા પ્રમાણમાં વસવાટ કરેલે દેખાય છે, અને તેથી વળી વધારે ખુશી થવા જોગ તે એ છે કે આપણામાં ઘણા લોકે પૈસે ટકે સુખી હોઈને મોટા તેમજ સારા ઉત્તમ ધંધાથી પુષ્કળ ધન કમાઈને સુખી જીંદગી ગુજારે છે, જ્યારે એક તરફથી આપણું ધનિક લોક સુખ અને મોજમજા ખાતર પિતાના ધનને કાંકરાની માફક બહોળા હાથે વ્યય કરે છે, ત્યારે બીજી તરફ જરાક નજર કરીએ તે આપણા સ્વધર્મી બંધુઓ એવી દુઃખદ અને અધમ સ્થિતિ ભેગવે છે કે તેમની થતી હાડમારીનું વર્ણન જે એકાદ પ્રખ્યાત લેખક લખવા બેસે તો તેની પણ કલમ એક વખત અટકી પડે એમાં જરાપણ શક નથી. સંવત ૧૯૫૬ ની સાલમાં પડેલા ભયંકર દુષ્કાળ અને તે પછીના આજ સુધીના તમામ વર્ષોએ તેવુંજ નહી પરંતુ તેના જેવું જ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ, મારવાડ, આદિ તમામ દેશના ઘણા લોકેને વેપાર રોજગારવિના નિરૂદ્યમી કરી રઝળતા કરી નાંખેલા છે, તે જ પ્રમાણે આપણું કામના પણ ઘણું લોકે સપડાઈ ગયેલા છે. આ વાત સિાકેઈની જાણમાં છે અને તે એટલે સુધી કે કેટલાકને પુરૂ અન પણ મળી શકતું નથી, અને જામનગરના ડબાસંગ તથા કાઠીયાવાડના બીજા ભાગે તરફ તેમજ મારવાડ તરફ નજર કરવામાં આવે તે કેટલાક તો બીચારા એકાદ દિવસનાં કડાકે અન્ન દેવનાં દર્શન કરવાને ભાગ્યશાળી થવા પામે છે. (ગયેલા ખરાબ વર્ષોમાં જેઓ સાહેબે ઉપર બતાવેલા ભાગમાં જાતે ફરી તેવા લોકોની સ્થતિ તપાસી હોય તેમને જ તેમની ખરી સ્થિતિનું ભાન થાય કે રોટલી મેળવવાને કેવી રીતના કાલાવાલા કરે છે. લખવાથી તેને કાંઈ પણ અનુભવ મળી શકતા નથી તેથી અહીં તે વિષે વધુ લખવા પ્રયત્ન કર્યો નથી). જ્યારે આવીરીતે આપણા સ્વયમી બંધુઓ દુઃખમાં સંડોવાયેલા છે અને પોતાનું કેઈપણ રીતે ભરણ પોષણ કરી શકતા નથી ત્યારે પિતાના ધનાઢય ધર્મ નેહી બધુએ કે જેઓ સોનાની ડુંગરી ઉપર (મુંબાઈમાં) વસવાટ કરી લાખ રૂપીઆ કમાય છે, તેમની તરફથી કાંઈક આશ્રય મળશે એવી શુભ આશાઓમાં અહીં ઉતરી પડે એ સ્વાભાવિક છે. આવી રીતે આજ સુધીના દુઃખદ વર્ષોમાં ઘણા લોકે અહીં આવ્યા છે, અને જ્યાં સુધી દેશમાં સારી વૃષ્ટિ થઈ દૈવ પુરેપુરી રીતે સાનુકુળ થાય નહીં ત્યાં સુધી હજુ વધુ પ્રમાણમાં આવશે એ નિર્વિવાદ વાત છે, જે લોકે પિતાની દુઃખી સ્થિતિને
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy