SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર - વડેદરા જન બાળાશ્રમ. | શ્રી વડેદરા જેન બાળાશ્રમ તા. ૧૫ મી નવેમ્બરે બોલવાનું છે. તેથી તમારે તા. ૧૫ મીથી તા. ૩૦મી નવેમ્બર સુધીમાં વડેદરે દાખલ થવું અને આવતાં તમારી સંગાથે (બીછાનું) પથારી, અભ્યાસની ચોપડીઓ જે પિતાની પાસે હોય તે અને કપડાં તથા ટીનની પેટી અગર પાકીટ તાળુ વસાય તેવી, અને બીજે જરૂરનો સામાન લેતા આવવું તથા તમારા અભ્યાસનું સરટીફીકેટ લેતા આવવું. ભુલવું નહીં કારણ તે શીવાય સ્કુલમાં કે કલાભવનમાં દાખલ થઈ શકાશે નહીં. આ આશ્રમમાં દાખલ કર્યા પછી કઈ છોકરાનાં માબાપની સ્થિતિ સારી સમજાશે તે તેની પાસેથી આશ્રમને લગતા ખરચનું બીલ કરવામાં આવશે અને તે બીલ નહીં આપવામાં આવે તે તેના છોકરાને આશ્રમમાંથી દુર કરબની સતા પણ આશ્રમના મેનેજરને આપવામાં આવશે. તે જે વિદ્યાર્થીઓએ તા. ૩૧ અકબર અગાઉ અરજી કરેલી છે તેણે અહીં આવવું અને આવતાં પહેલાં ત્રણ દિવસ અગાઉ નીચેને સરનામે પત્ર લખવે કે તે આવનારની સગવડ કરવામાં આવશે. ગાંધી ફતભાઈ લાલભાઈ. ) છે. પીપળા શેરી ઘડીઆળ પિળ. ! આસીસ્ટંટ સેક્રેટરી. મુ. વડોદરા. જન . કોન્ફરન્સ. તા. ક–આ બાળાશ્રમમાં માત્ર દેશ અને વીશ વરસની અંદરના વિદ્યાથી એનેજ દાખલ કરવામાં આવશે અને તે ઉમરમાં કાંઈ પણ ગુજરાતી અભ્યાસ કરેલો હવે જોઈએ. વડોદરા બાલાશ્રમમાં નીચે પ્રમાણે નીયમેએ દાખલ કરવામાં આવશે. ૧ આ બાળાશ્રમમાં માત્ર ગરીબ સ્થિતિના વિદ્યાર્થીઓને જ દાખલ કરવામાં આવશે. ૨ આ બાળાશ્રમનો લાભ લેનાર વિદ્યાર્થીઓને રેજ દેરાસરમાં પૂજા કરવી પડશે. ૩ રાત્રિ ભોજન તથા કંદમૂળને ત્યાગ કરવો પડશે. ૪ કઈ પણ વિદ્યાર્થીને અમુક કેસ (અભ્યાસ) પુરે કર્યા સીવાય જવાની રજા આપવામાં આવશે નહિ અને કદાપિ તેના મા બાપ તેને બોલાવી લે તે તેને માટે આશ્રમને થયેલો ખર્ચ આપવાની કબુલાત કરાવવામાં આવશે. ૫ આ બાલાશ્રમને લાભ લેનાર વિદ્યાર્થીને દરરોજ એક કલાક ધાર્મિક શિક્ષણ લેવું પડશે. ૬ અમારા તરફથી વખતો વખત જે કેઈ સુચના યા હુકમ કરવામાં આવશે તેને તાબેદાર રહેવું પડશે. . ૭ બાળાશ્રમના સુપ્રીન્ટેન્ડેન્ટને હુકમ માનવે પડશે. ઉપર લખ્યા પ્રમાણે નીયમોએ આ બાલાશ્રમમાં વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવશે. માટે જે દાખલ થવા ઈચ્છા હોય તો જવાબ લખશે. શ્રી. જે. જે. કેન્ફરન્સ., આસીસ્ટંટ સેક્રેટરી. ચંપાગલી–મુબઈ જન . કેન્ફરન્સ.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy