________________
૧૯૦૬]
માલવા દેશમાં જીર્ણોદ્ધારની અગત્ય પડે છે. દરેક ઘરમાં ત્રણ ત્રણ ધર્મો માલમ પડે છે. કેટલાંએક દેરાસરે યતિ લોકોને તાબે છે. અને દેરાસરની સારી ઉપજ હોવા છતાં તેની સાર સંભાળ એગ્ય રીતે લેવાતી. માલમ પડતી નથી. આપણી લેક સંખ્યા સાધારણ છે. મારી નજરે જોયેલાં મંદીરની હકીક્ત નીચે પ્રમાણે છે
રતલામમાં ૭-૮ મંદીરે છે તેમાં એક મંદીરમાં છત વગેરેનું કામ અધુરું છે. જાવરા જે રતલામથી ૨૦ કેસ છે ત્યાં ૩ મંદીરે છે. ત્યાં પણ ઘણીજ અવ્યવસ્થા માલુમ પડે છે. આ બંને ગામો મેટાં છે. નાસ્લી ગામમાં દેરાસર ઘણુંજ જુનું છે. પણ મદીર માગીના ૩-૪ ઘર હોવાથી સાર સંભાળ લેવાતી નથી. દેરાસર તમામ જીર્ણ થયેલ છે. ત્યાંથી નજીક બતલગંજ ગામ છે ત્યાં મંદીર અધુરૂં બનેલું છે અને પ્રતિમાજી ઘર મંદીરમાં સ્થાપન કરેલા છે ત્યાં મદદની જરૂર છે. તે સિવાય રાણું ખેડા, જાડા, મનાસા, “પાર્શ્વનાથ, સંત ખેડા વગેરે ગામોમાં પૂજા પણ બરાબર થતી નથી તેમજ જીર્ણ કામ વધારે માલમ પડે છે. મલાર ગઢમાં ત્રણ મંદીરે છે. તેમાં બે મંદીરે યતિએના કબજામાં છે. મંદીરમાં ઘણુંજ આશાતના દેખાય છે. એક મંદીરની પ્રતિષ્ઠા માટે થોડી ઘણી મદદની જરૂર છે. પ્રતિમાજી છાપરામાં બીરાજમાન છે. આપણું ઘર ફક્ત૩-૪ છે તેમાં શેઠ ગબાલાલભાઈ મોતીલાલ સારી દેખરેખ રાખે છે. અહીંથી ગામ સંજીત ૭ કેસ દુર છે. ત્યાં આપણું ફકત ૧૦ ઘર છે. મંદીર થઈ ગયું છે પણ ઉપરની છત, કમાડ વિગેરેનું કામ અધુરું છે. રૂ. ૩૦૦ ની જરૂર જણાય છે. મલાર ગઢથી ૩ કેસ દુર પાલ
સુરાં ગામ છે ત્યાં શ્વેતાંબરના ઘર બીલકુલ નથી. પ્રતિમાજી અપૂજ્ય રહે છે માટે તે વિષે તરત બંદોબસ્ત થવાની જરૂર છે.
મળેલાં પત્રો. અમદાવાદ જીલ્લાના ધધુકા તાલુકામાં ગાંફ મેટું સ્ટેટ છે. તેમના રાજ્યકર્તા ચડાસમા ક્ષત્રી છે. હાલ રાજગાદી ઉપર ઠાકોર સાહેબ શ્રી. અમરસીંહજી બીરાજે છે તેઓ સાહેબને ત્યાં તા. ૧૫ અકબર સને ૧૯૦૬ ના રોજ શાપુરવાળાં રાણી સાહેબની કુખથી રાજગાદી વારસ કુવર સાહેબને જન્મ થયો છે. તેની ખુશાલીમાં આજ રોજ સાંજના ચાર વાગતાં મોટે દરબાર ભરવામાં આવ્યું હતું. જે વખતે રાજ્યના અમીર, ઉમરાવ તથા માજન બ્રાહ્મણ, પટેલ વગેરે તમામ ગામની રૈયતે હાજર થઈ આ ખુશાલીમાં ભાગ લીધો હતો. વલી જૈન ધર્મના પ્રતિષ્ઠિત ગ્રહસ્થ મુંબઈ નિવાસી શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઇ. ના પ્રાઈવેટ સેક્રેટરી મી. નરસીદાસ નથુભાઈ જેમને અહીંના નામદાર ઠાકર સાહેબે છેડે વખત થયાં પિતાના ખાનગી કારભારી તરીકે નીમેલા છે તેમના અને માખાવડના ભાગદાર જાડેજા શ્રી ફલજીભાઈ અભેસંગજી જેઓ વૃદ્ધ અને પ્રતિષ્ઠિત તથા મોભાદાર છે, તે બંનેના સંયુક્ત પ્રયાસથી અહીંના નામદાર ઠાકર સાહેબે ઉપર જણાવેલા શુભ પ્રસંગની ખુશાલીમાં પિતાના ૧૨ ગામના કેઈપણ શખસે કઈપણ જાતનો શીકાર તેમજ બીજી રીતે જીવહિંસા નહીં કરવા સખત રીતે