SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] શ્રી ધાર્મીક સંસ્થાઓના હીસાબ તપાસણી ખાતું. શ્રી ધામીક સંસ્થાએના હીસાબ તપાસણી ખાતું. જીલ્લે ખેડામાં આવેલાં ગામેાના રીપોર્ટ. ૩૦ ગામ ખાંધલી મધે આવેલા શ્રી મુનિ સુવ્રત સ્વામીજી મહારાજના દેરાસરજીના રીપેા–સદર દેરાસરના સઘ તરફથી વહિવટ કર્યાં શા. છગનલાલ કીશેરદાસના હસ્તકના સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આશે। વદ ૩૦ સુધીના હીસાબ તપાસ્યા છે. તે જોતાં અત્રેના દેરાસરજીમાં પુજારી રાખવામાં આવ્યે નથી, પણ શ્રાવક વારાથી પુજા કરે છે, દેરાસરજીનું કામ ઘણું અધુરું છે તથા ઉપરના ભાગની તપાસ કરતાં થયેલું કામ જીણું થવા લાગ્યું છે. આ દેરાસરમાં બીજી મીલકત જોવામાં આવતી નથી. પણ ઘણાં વરસના લેાકેા પાસે લેણા રૂપીઆ છે તે મધે કેટલાએકર્ની સ્થિતિ નરમ થવાથી તથા કેટલાએક આસામીએ એક બીજાના વાદ લેવાથી, તથા કેટલાકની તરફ સઘની ઉઘરાણીની ઢીલ । હાવાથી તે રૂપીઆ પતતા નથી, માટે ધીરેલા નાણાં જેમ અને તેમ તાકીદે વસુલ કરી લેઇ દરેકને દેવ દ્રવ્યથી મુક્ત કરવા અને દેરાસરનું કામ અધુરૂં છે તે પુરૂં કરવા સૂચના આપી છે. ગામ ખેડામધે શ્રી પદ્મપ્રભુજી મહારાજના ( દલાલના ) દેરાસરજીના વહીવટને લગતા રીયા -સદરહુ દેરાસરના સધ તરફથી વહીવટ કરતા શેઠ વીરચંદ્ર પરભુદાસના તરફથી શા. નાનાલાલ વીરચંદના હસ્તકના સંવત ૧૯૫૯-૬૦-૬૧ ની સાલના હીસામ તપાસ્યા છે તે જોતાં આ વહીવટની અંદર દરસાલનાં સરવૈયાં કાઢેલાં છે, તે જોઇ ખુશી થવા જેવું છે, પણ આગળના વહીવટ કર્તાની ગેરસમજથી કે શાથી દેરાસરજીનું કેશરસુખડ, આંગી વીગેરે ખાતાનું નામું અવળ સવળ એક બીજામાં જમે ખર્ચ પડયું છે, પણ તે સુધારો કરવાસંબંધી તથા બીજો કેટલેએક સુધારો કરવા ચાગ્ય છે તે પ્રમાણે તાકીદે સુધારી લેવા સુચના કરવામાં આવી છે. ગામ ઘરડા જીલ્લે ખેડાના શ્રીઆદીશ્વરજી મહારાજના દેરાસરના રીપોર્ટ—સદર દેરાસરના હીસાબ તપાસ્યા તેા તેના નામાનેા પતા નથી ને આ ખાતાના કેટલાક રૂપીઆ શ્રાવકે પાસે લહેણા છે, જે લેાકેા અમદાવાદ રહેવા જતા રહ્યા છે. આ ગામમાં આપણી વસ્તી ઘણીજ તુજ છે, એટલે તેની કાઇ સાર સભાળ લેઈ શકે તેમ નથી. દેરાસરજીના અંદરના ગભારા અધુરા છે તથા મહારના ભાગ તદ્દન જીણુ થઇ ગયા છે. એક ઘણી નાની પાષાણુની તથા મીજી ત્રણ નાની પંચ ધાતુની મુર્તીઓ છે જે લાકડાના કુબાટમાં મુકવામાં આવી છે. આવી સ્થિતિને લીધે અહીં ઘણીજ આશાતના થાય છે. માટે અત્રેથી ઉથાપન કરી ભગવાનને કાઇ બીજે ઠેકાણે લઇ જવામાં આવે તે ચેાગ્ય ગણાય. i ગામ માતરની સાચા દૈવ જૈન પાઠશાળાના રીપોર્ટ—અમેએ સદર પાઠશાળાના શ્રી સ`ઘ તરફથી વહીવટ કર્તા શેઠ શાકરચંદ્ર હીરાચંદના હસ્તકના સંવત ૧૯૬૦-૬૧૬૨ ની સાલનેા હીસાબ તપાસ્યા છે. તે જોતાં વહીવટ કરતાએ નામું ચાખી રીતે રાખેલું છે તથા પાઠશાળાના કામમાં પેાતાને અમુલ્ય વખત રીકી જે પ્રયાસ કર્યા કરે છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy