SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. જૈન કન્ફરન્સ હેરલ્ડ, [ નવેમ્બર કરવાથી મળી શકે નહિ. જ્ઞાન પણ અધિકાર પ્રમાણેજ મેળવી શકાય. એક બાળક કા શીખતા હાય, અને પાંચમી ચાપડીના પાઠ વાંચવા જાય, તે પાંચમો ચાપડીના પાઠામાં તો ઘણું રહસ્ય, નવું જાણવાનું હાય, પરંતુ તે બાળકને માટે તદનજ અયેાગ્ય કહેવાય તેવીજ રીતે મીજી ચાપડીમાંના છેાકરાને છઠ્ઠીમાં બેસાડી શકાય નહિ, પણ તેણે ક્રમે ક્રમેજ ચડવું જોઇએ, તેવીજ રીતે અધિકાર પ્રમાણેજ ગુરૂ જ્ઞાન આપે તે સ્વીકારવું. આપણા અધિકાર શુંછે તે ગુરૂ—પરીક્ષક—જ જાણી શકે. સિંહજીનું દૂધ સાનાના પાત્રમાંજ રહી શકે, ખીજે છિદ્ર પાડી નીકળી જાય, મતલબ કે તે એવું શક્તિમાન છે, એવું ભારે છે, એવુ વજનદાર છે, કે સિહ»ચ્ચાનેજ તે પચી શકે, બીજાને અજીર્ણ ઉત્પન્ન કરે. તેવીજ રીતે ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે પ્રથમ ક્રિયા આવશ્યક છે, તે ક્રિયા વિના મેળવેલું જ્ઞાન, ક્રિયાસહિત મેળવેલા જ્ઞાનની જેટલું સફળ થઇ શકતું નથી. આ માટેજ ધાર્મિક, તાત્વિક જ્ઞાન મેળવવા પહેલાં ઉપધાન જેવી ક્રિયાએ શરીરને શુદ્ધ અનાવી મગજને—ાગ્ય ક્ષેત્રને—તૈયાર કરે છે. ગુરૂ જે સૂત્ર આપણને શીખવે તે પણ સરલ રીતેજ સમજવા. અર્ચરહિતનું પાપીયું જ્ઞાન જેમ બને તેમ આછું મેળવવા પ્રયત્ન કરવા. જ્ઞાનના ઉપકરણ—સાધન-સ્લેટ, પુસ્તક, નવકારવાળી વિગેરેની આશાતના ન કરવી. તેમની સાથે માનપુર્વક વર્તવું. જેટલું માન રાજાને અને તેના હુકમને અપાયછે, તેટલુંજ માન એક સિપાઈને—તે સત્તા અને હુકમ અમલમાં લાવનારને— આપીએ છીએ. તેવીજ રીતે તીર્થંકર મહારાજની સત્તા, હુકમ જ્ઞાન છે. તે અમલમાં લાવનાર સાધનાને જેમ બને તેમ માન આપવાની ક્જ છે. જૈનધર્મ સિવાય બીજા ધર્માની અભિલાષા રાખવા ચેગ્ય નથી. બીજી ધો, આપણી સમજમાં ઉતરી શકે તેવી, આપણા ધર્મ વિરૂદ્ધ ન હેાય તેવી, જે હકીકત આપણને સમજાવે તે સ્વીકારવાને ખાધ નથી. કાઈ પણ ક્રિયા ફળ આપ્યાવિના રહેતી નથી, તો ધાર્મિક ક્રિયા પણ ફળ આપ્યાવિના રહેજ નહિ. બુધ્ધિને જડ રાખવા કરતાં જ્ઞાન મેળવી બુદ્ધિને સતેજ રાખવા યત્ન કરવા. હંમેશાં ગુણવાનનેાજ સંગ કરવા. અને તીર્થંકર મહારાજના શાસનમાં ઢંઢ માન્યતા અને દઢતા રાખી ભક્તિ કરવી અને કાઈરીતે સ્વામીભાઇએના ધર્મભાવ ઉત્ક્રુષ્ટ થાય તેવી રીતે વર્તવું. સંઘ એ નદીના પ્રવાહ જેવા છે. નદીમાં કાઈ કાઇ જગ્યાએ પક હોય તેપણ તે નિર્મળ છે. તેવી રીતે સંઘમાં પણ કાઈ યેાગ્ય માણસ હાય તાપણ તેથી સધની નિંદા કરવી નહિ, જીનમિ બની તથા ચૈત્યની કદી અવગણના, આશાતના, ઉપેક્ષા કરવી નહિ, પરંતુ હમેશાં ઉદ્યમવંત રહી તે તે વસ્તુ સારી રોતે જળવાઇ રહે, રાગ્ય વ્યવસ્થા જળવાય એવા પ્રયાસ કરવા. દેવદ્રવ્ય કદી ઉચાપત કરવું નહિ. ઉચાપત કરવામાં સામેલ પણ થવું નહિ. કારણકે ધર્મ એ મનને પવિત્ર કરનાર વસ્તુ પણ મનને પવિત્ર ન કરીશકી, અને તેનું પણ ગેરવ્યાજબી રીતે દ્રવ્ય ઉચાપત થયું ત્યારે બીજાનું થાય તેમાં નવાઈશી ? રાજાના ભંડાર તેાડવાની જેનામાં હુિમત હૈશ્ય, તે સામાન્યને તાડે એમાં નવાઈથી ?
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy