SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ '. ૩૩ મનુષ્ય દેહ શાને માટે છે? નાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર. જ્ઞાન મેળવવા પ્રયાસ કરે એ સાનાચાર છે. ગમે તેવા ધનવાન કરતાં જ્ઞાનીની જ્ઞાનશક્તિ અદ્દભૂત છે આ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન નહિ, પણ આત્મિકજ્ઞાન સાથે સમજવું. દર્શનાચાર એટલે જીનેશ્વર ભગવાને કહ્યું છે, તે અક્ષરે અક્ષર સત્ય છે ગુરૂગમના અભાવે તેને અમુક ભાગ આપ. ણને ન સમજાય છે તેથી જીનવચન ફેર છે, એમ બીલકુલ નહિ માનતાં તીર્થકરે પ્રરૂપેલજ સત્ય છે, એ નિશ્ચય રાખવે. તીર્થકર સર્વજ્ઞ ત્રિકાળજ્ઞાની હતા. હાલના પશ્ચિમના વિદ્વાને શિધખોળ તથા બુદ્ધિપૂર્વક સત્ય સમજવા સમજાવવામાં જબરા છે, એ કબૂલ, પરંતુ તેઓ એક પર્વધરનો પણ બરોબરી કરી શકે, એ લેશમાત્ર બને તેવું નથી. મતલબકે આ વિદ્વાનેની શોધખેળો, શેધખોળ તરીકે સ્વીકારી, તીર્થકરે પ્રરૂપેલ સત્યજ છે એમ નિશ્ચય રાખ. ગુરૂના વિનય વિના જ્ઞાન આવતું જ નથી. ગુરૂપ્રસન્ન થઈને જે જ્ઞાન આપે છે તે જ્ઞાન ઊંડા ભાવવાળુ હોવાથી સચોટ અસર કરે છે. જે માણસે આપણને શીખવ્યું હોય તેનું જ નામ ગુરૂ તરીકે દેવું. બીજાનું નહિ. કારણકે ખેટું નામ આપવાથી મૃષાવાદને દેષ લાગે. હાલન શિક્ષણ લેવાને વખત પશ્ચિમના અનુકરણથી ફરી ગયું છે, પરંતુ અસલના આર્યમુનિઓ અને આપણું ગુરૂઓ પ્રાતઃકાળજ શિક્ષણને માટે ઉત્તમ માનતા. રાત્રે નિદ્રા લીધા પછી સવારે ઉડીએ ત્યારે મગજ શાંત નિમેળ હોય છે, અને તેને જે આપવામાં આવે તે થોડી મહેનતે, બહુસારી રીતે લે છે, જાળવી રાખે છે, અને કાઢી આપે છે. હાલની શિક્ષણ પધ્ધતિ પણ સવારને વખત હોય તે કાંઈક ઉત્તમ પરિણામ આવે. બપોરના બાર વાગ્યાને સમય આપણું શાસ્ત્રમાં કાળને સમય ગણાય છે, અને તે વખતે ભણવું ગણવું નિષિદ્ધ છે. પરંતુ હવે પશ્ચિમના જે વહાણમાં કાવ્યું છે તે વહાણમાં મુસાફરી કર્યાવિના બીજે ઉપાય નથી. ધામક જ્ઞાન માટે શરૂઆતને અથવા સાંજને વખત સ્કુલમાં રખાય તો વધારે સારૂ. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થ કેવા અનુકમમાં અને કેને પ્રમુખપદ આપીને મેળવવાના છે, તે બાબત પણ વિચારવા જેવી છે. પ્રથમ ધર્મ, એટલે કે વારસામાં મળેલા આપણુ સર્વોત્તમ જૈન ધર્મની યિાઓ તથા હેતુ તથા માન્યતા એ સર્વ નિશ્ચયપૂર્વક પાળવા. તે પછી અર્થ. પેસા મેળવવા એ અમુક અંશે વ્યવહાર નિભાવવા માટે જરૂરનું છે. પરંતુ તે ધર્મને પ્રાધાન્ય આપીનેજ મેળવજના છે. અતિશય લોભવૃત્તિથી નહિ, પરંતુ નિર્વાહ ચાલે, ભવિષ્યમાં જરૂર પુરતા સંચય કરાય, સ્વધર્મબંધુઓને મદદ કરવા માટે ઉપયોગમાં આવે, તથા બીજા ધર્મ કાર્યો થઈ શકે તેવી રીતે અને તેટલું ધન મેળવાય તે બસ છે. તે પણ ધર્મને છોડીને નહિ. ધર્મની અવગણના કરીને નહિ. કોઈને છેતરીનેજુઠું બેલીને, પ્રપંચ કરીને, કેઈને હક ડુબાવીને અથવા એવી ધર્મવિરૂદ્ધ રીતે નહિ. કામ એટલે સંસારની વસ્તુ એની ઈચ્છા. અર્થ સિવાય ઈચ્છા કરવી જ નહિ. અર્થ શક્તિ હોય તે ઉપરાંતના કામે કરવા તે વિચારીને જ કરવા. સંસારના લગ્ન, ક્રિયા, વિગેરે સર્વ ઈચ્છાઓ અર્થશક્તિના પ્રમાણમાં જ કરવી. એ પણ ધર્મથી વિમુખ થઈને ઈચ્છા કરવાની નથી. એ ત્રણે પુરૂષાર્થ ધર્મને પ્રાધાન્ય આપીને સધાય ત્યારેજ મોક્ષ મળી શકે. તેથી વિરૂદ્ધ આચરણ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy