SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬] તીર્થયાત્રા. કર૭ ધર્મ રક્ષણ અર્થેજ ઈચ્છીએ છીએ. શેઠ પ્રેમચંદ જતાં મુંબઈ ઈલાકામાં જેન કેમ કેટલી ઉઘાડી પડી ગઈ છે તે સહજ વિચારથી જણાશે, તેમના જવાથી પડેલી ખોટ પૂરવાની આવશ્યક્તા સહકઈ સ્વીકારશે, અને તે પૂરવાને યત્ન કરવા નમ્ર પ્રાર્થના છે. દરેક સ્થાનના અગ્રેસરો અને સામાન્ય માણસેએ તે સ્થાનના સત્તાવાળાઓ સાથે બની શકે ત્યાંસુધી હળતામળતા રહી કામ લેવું ઈષ્ટ છે. -- તીર્થયાત્રા. શબ્દાર્થ – તીર્થ એટલે પવિત્ર સ્થળ, યાત્રા એટલે જવું. હેતુ તથા ફળ–હિંદુઓમાં, હિંદુસ્તાનની ચાર દિશાએ ચાર ધામ પવિત્ર ગણાય છે. બદ્રીકરાર, રામેશ્વર, જગન્નાથ તથા દ્વારકા. આપણા જૈનોનાં પવિત્ર સ્થળો, તીર્થયાત્રાનાં ધામ દક્ષિણ હિંદમ. બીલકુલ નથી. આપણામાં નાની તથા મેટી પંચતીર્થી હાલના સમયમાં તીર્થસ્થળ ગણાય છે. કાઠીઓવાડમાં શત્રુ જય, ગિરનાર, રજપુતાનામાં આબુજી, તથા બંગાલના મધ્ય ભાગમાં સમેત શિખર અર્થ - પાર્શ્વનાથજી તથા અષ્ટાપદજી, જ્યાં હાલ જવાતું નથી એ મેટી પંચતીથી ગણાય છે આબુથી શીરડીની આસપાસ ચરમ તીર્થંકર મહાવીર સ્વામીને કાઉસગ ધ્યાન સમયે કાનમાં ખીલા નાખવાનું સ્થળ બ્રામણ વાડા તથા નાંદેલ નાંદલાઈ. વરકાનું, રાણકપુરજી (સાદરી પાસે) તથા ધારાને બીજી પંચતીથમ સમાવેશ થાય છે. શત્રુંજય પર આ ચોવીશીમાં કોઈ પણ તીર્થંકર મહારાજ મેક્ષપદ પામ્યા નથી, પરંતુ બાવીસમા તીર્થંકર નેમિનાથ સિવાય વીશે તીયકર ત્યાં વિચરેલા છે. પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાન પુર્વ નવાણું વાર ત્યાં સમવસરેલા છે, તથા અનેક સાધુ મહાત્માઓ, તથા બીજા હળુકજીવો ત્યાં નિર્વાણ પામેલા છે. પૂર્વે અનંતા તીર્થકર એક્ષપદ પામ્યા છે. આવતી ચોવીશીમાં ૨૨ તીર્થકરે તેની પાંચમી ટુંક ગણાતા ગીરનાર તીથ મોક્ષે જવાના છે. દુનિયામાં ખરું સુખ સત્સંગમાં જ છે. સત્તા, સંદર્ય બળ, વન, ઘન, એ સવને કાળે ક્ષય છે, પરંતુ સત્સંગના ઉચ્ચ પરમાણુઓ મેળવવાથી, તેમના સંસર્ગમાં આવવાથી આપણું પામર જીવોના, તુચ્છ સંસારની વાસનાઓ, અને તૃષ્ણાઓથી ખરડાયેલા, હલકા પરમાણુઓ ઉચ્ચ થવાનો સંભવ રહે છે. પવિત્ર પર્વત પર જનારાઓને મેટા ભાગ શ્રધ્ધાળુ જેનભાઈઓનો જ હોય છે. તેઓ શુભ વિચારથી જ જાય છે. શુભ વિચારજ પર્વત પર ઘણે ભાગે કરે છે. અને પવત જેવા તીર્થસ્થળેએ દુનિયાના સામાન્ય મનુષ્ય પણ દુનિયા કરતાં ઉચ્ચતર વિચારોનું જીવન ગાળે છે. વિચારેનુ બળ કેટલું બધું છે એ હાલના સ્પષ્ટિકરણના જમાનામાં થી બસેરીએ બહુ સારું સમજાવ્યું છે. હવે જેમ સુમ છે, અને તેને જેમ આપણે જોઈ શક્તા નથી, તેવી જ રીતે હવાથી સુક્ષ્મ ઈશ્વર નામને પદાર્થ છે. અને તે સર્વ પદાર્થ કરતાં વિચાર વધુ સૂક્ષ્મ છે. જેવી રીતે મનુષ્ય દેહને આકાર છે, દુનિયાની દશ્ય વરતુઓને આકાર છે, તેવી જ રીતે વિચારને પણ આકાર હોય છે, તે વિચાર પણ લાંબે વખતે દેહધારીની જેમ કામ કરે છે. આપણાથી પાંચ હજાર માઈલ દુર રહેલ કોઈ મનુષ્ય માટે આપણે સારા, તેના રક્ષણના અથવા હિતના વિચાર કરીએ તે તે વિચારે, આપણી માનસિક શક્તિપ્રમાણે, તે પાંચ હજાર માઈલ દુર રહેલ મનુષ્યનું રક્ષણ અથવા હિત કરે છે. તેવી જ રીતે બેઈનું અનિષ્ટ આપણે ઈચછીએ તે તે વિચાર પણ, જે માણસનું અનિષ્ટ ઇચ્છાયું હોય, તેને હેરાન કરવા તેની આસપાસ ભમ્યા કરે છે, અને લાગ આવે ત્યારે હેરાન કરે છે. ક્રોધ કરનાર માણસ કેધ કરતી વખતે પોતાના શરીરમાં વિષ ઉત્પન્ન કરે છે, જ્યારે શાંતિ સાચવનાર માણસના દેહમાં તથા આત્મામાં શાંત અમી વહ્યા કરે છે. અને તેવી રીતે બીજા દાદા ના ગુણ ધરાવનારાઓની ગરદનની આસપાસ નદી બાદી છાયાઓ હોય છે. આ બધી બાબતે, અંધ શ્રદ્ધા પૂર્વક માનનારા નહિ, પણ મગ, અનુભવ તથા બીજા ગ્રાહ્ય પ્રમાણે જ સ્વીકારનારા યુરોપના વિદ્વાન વિચારકે તથા થીએસ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy