SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ન કેન્ફરન્સ હેરકલર નવેમ્બર નરેનું દષ્ટિ બિંદુ હતું. હાલ એ બાબતમાં પ્રમાદ વધી પડે છે, એમ કહીએ તે ખોટું નથી. આપણાં લગભગ સર્વ તીર્થે દેશી રાજ્યમાં આવેલાં છે. નામદાર અંગ્રેજ સરકાર સર્વોપરી હોવાથી ગમે ત્યારે મુશ્કેલી ઉભી થતાં તે રસ્તે આપણે માટે ખુલ્લે છે, પરંતુ નામદાર સરકારની રાજ્યનીતિ સુક્ષ્મ અવલોકનથી એવી તે જણાય છે કે બની શકે ત્યાં સુધી પ્રજાની નજરમાં રાજાને હલકે નહિ પડે. આવું સુત્ર છતાં એ પણ તદન સ્પષ્ટ છે કે કઈ પણ દેશી રાજા પ્રજાપર અતિશય જુલમ કરે તે તેને પદભ્રષ્ટ કરતાં ડરવું નહિ. જેન રાજાઓ તથા મંત્રીઓના સમયમાં તીર્થસ્થાને સંપૂર્ણ આબાદી, શાંતિ તથા છુટ ભગવે એ સ્પષ્ટ છે. મુગલ અમલ દરમ્યાન માયાળુ શહેનશાહ અકબર તથા તેની પછીના બે શહેનશાહના અમલમાં ધર્મઝનુન અને ધર્મજુલમ ન હો તો તે વખતે પણ તીર્થસ્થાનોએ શાંતિ ભોગવેલી ખરી. હાલ તે જણાય છે કે દેશી રાજ્યકર્તાને જરૂર જણાય ત્યારે તે આપણને હેરાન કરી શકે. આ હેરાનગતીથી દુર રહેવા માટે રસ્તા છે. ખુશામત કરી દેશી રાજાને પંપાળતા રહી ઘમંરક્ષણ મેળવવું અથવા તો બની શકે ત્યાં સુધી શાંતિ રાખી, ખુશામત નહિ કરતાં પ્રસંગેપાત દેશી રાજાઓના અને અંગ્રેજ અધિકારીઓના પરિચયમાં આવી, તેમની બની શકતી સેવા બજાવવી, અને તે દ્વારા કૃપા મેળવી, ધમ ઉઘાત કરે. અંગ્રેજ સરકારનું રાજ્ય હિંદમાં છે, તે ધર્મરક્ષણની બાબતમાં કેટલેક અંશે આપણે સુભાગ્ય છે. પરંતુ વાંદરા જેવો કસાઈખાનાં, દારૂના પીઠાંઓ તથા બીજા અનેક પ્રકારો જૈનધર્મ વિરૂધના તે અમલ દરમ્યાન નવા દાખલ થયા છે, તે પણ તેને માટે આપણે કંઈ કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. અંગ્રેજોના પરિચયની અને તેમાં પણ બની શકે તે તે વર્ગના સત્તાધિકારી ભાગની સાથે ખુશામતધારા નહિ, દેશના લાભને ભેગમાં આપીને કદી નહિ, પણ સેવા દ્વારા મળવાની થોડી ઘણુ પણ આવશ્યકતા છે. કારણ કે જરૂર પડતાં દેશી રાજા ના છેવટના ફેંસલા પર અપીલનું સ્થાન તેજ છે. દેશી રાજાઓ પણ કોઈ કે તે જમાના પ્રમાણે કેળવણીથી સુધરી પ્રજાવની સંભાળ તથા દરકાર રાખતા થયા છે, તે પણ ડાહ્યો માણસ તેનેજ કહેવાય કે જે ઉપરી તથા નજીકના ઉપરી બને સાથે, સંભાળથી અને નમ્રતાથી વર્ત. બની શકે ત્યાં સુધી દેશી રાજાઓ સાથે નમ્રતાથી વર્ત' વાથી તેઓ કૃપા બતાવે, એ સ્પષ્ટ છે. અણછટકેજ દેશી રાજાઓ માટે ઉપર જવાની જરૂર પડે. અને તે સમયે અંગ્રેજ સત્તાધિકારી સાથે યોગ્ય. પરિચય ધર્મનું અતિશય રક્ષણ કરી શકે. હાલના સમયમાં અમદાવાદના મરહુમ નગરશેઠ શેઠ હેમાભાઈ તથા પ્રેમાભાઈ વિગેરે દેશી રાજ્યોમાં તથા નામદાર ઈગ્રેજ સરકારમાં બહુ સારો લાગવગ ધરાવતા અને તે લાગવગનો ઉપયોગ ધર્મ રક્ષણ માટે કરતા–ડાજ વખતપર દેહમુક્ત થયેલ શેઠ પ્રેમચંદ રાયચંદે તેમનું પદ ઘણે અંશે સાચવ્યું હતું. જરૂર પડતાં તેમને એક શબ્દજ ચમત્કારિક અસર કરી શકો અનુભવાયો છે. હાલ હયાત ગૃહસ્થમાં શેઠ વીરચંદ દીપચંદ છેડે ઘણો લાગવગ ધરાવે છે અને તેમના પગલે ચાલી સુરત, અમદાવાદ, કચ્છ, કલકત્તા વિગેરેના શેઠેને નમ્ર પ્રાર્થના છે કે છેડો ઘણે પણ લાગવગ વધારતા રહેવું. આપણે લાગવગને દુરૂપયોગ કરવા માગતા નથી. માત્ર
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy