SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬] આપણી રાજ્યકારી સ્થિતિ. ૩રપ આવશ્યક છે. કેળવણી, ગમે તે પ્રકારની આવશ્યક અને ઈષ્ટ છે. હાલના સમયમાં એ ગિક કેળવણીની બહુજ જરૂર છે. જે શ્રીમાને એ દિશામાં ધનવ્યય કરશે તે ખરેખર 'અહજ ઉત્તમ સાધન પિતામાટે, પોતાના વશ માટે અને પિતાની જેમ માટે કરી જશે. માણસને પરભવમાં જવું એ નિશ્ચય છે, પરંતુ જતી વખતે કહેવાય કે “ભાઈ, મેં તે મારા જીવન દરમ્યાન મારાથી બનતું કર્યું છે. અને તે પણ તારી શક્તિ અનુસાર તેવીજ રીતે ચાલજે, હું તારે માથે કાંઈ ધનધર્મની ફરજનું રૂણ મુકી જતો નથી.” તોજ જીવન સાફલ્ય છે. આપણું રાજ્યદ્વારી સ્થિતિ, રાજ્યદ્વારી સ્થિતિ બે પ્રકારની હોઈ શકે. એક તે રાજ્યસત્તા મારફત આપણે પ્રસંગે ધર્મરક્ષણ કરી શકીએ તે તથા બીજી, રાજ્યમાં આપણે અવાજ સંભળાવી શકીએ અને તે માટેની લાયકાતને પ્રયત્ન કરીએ તે છે. અસલને અને હાલને મુકાબલે પ્રથમ સ્થિતિ માટે આવશ્યક છે. પ્રથમ તીર્થકર શ્રી રૂષભદેવ ભગવાન, બીજા તીર્થંકર અછતનાથ, ત્રીજા તીર્થકર સંભવનાથ, સોળમા તીર્થંકર શાંતિનાથ, બાવીસમા તીર્થંકર નેમનાથ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ તથા ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી અને દરેક તીર્થકર રાજ્ય કુળમાં જન્મેલા હતા. દુનિયા, સમજીને અથવા તે પરંપરાથી, સત્તાની પ્રમાણે ચાલવા યત્ન કરે છે. સત્તા જે ધર્મ પાળતી હોય તે ધર્મ, લાલચથી અથવા તો કૃપા માટે પાળનારા નીકળે છે. જૈન ધર્મ અતિશય પ્રાચિન છે, અને તેના જેવા દયામય ધર્મના ફેલાવાથી ઉત્તમ પરિણામ સિવાય બીજું સંભવેજ નહિ. રાજાના અનુયાયીઓ પણ, રાજા જૈન ધર્મ હોવાથી, જૈન ધર્મપ્રમાણે વર્તે. હાલના સમયમાં પણ જૈનેના કેઈકઇ માણસો જૈનમાંથી અંશ મેળવે છે ખરા. ચકવતી છ ખંડ સાથે ત્યારે જ કહેવાય. હાલના સમયમાં કેઈચકવર્તી નથી. ચક્રવર્તી ભરત જૈન ધર્મ પાળે ત્યારે તેની વસ્તીને મેટો ભાગ તેનું અનુકરણ કરે તે સ્પષ્ટ છે. બાહુબળી, પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ વિગેરે ઘણા જૈન રાજાઓ થઈ ગયા છે. સંપ્રતિરાજા હમેશાં ૧ દેરાનું ખાત મુહુર્ત થયાનો પત્ર આવ્યા પહેલાં દાતણ પણ નહોતા કરતા, તથા તેમણે ૧૨૫૦૦૦ દેરાસર કરાવ્યા તથા ૧૨૫૦૦૦૦૦ જીનબિંબ ભરાવ્યા હતા તે હકીકત પ્રસિદ્ધ છે. ગુજરાતના મહારાજા કુમારપાળે શત્રુંજય પર કુંડ બંધાવેલ છે, દેરાસર પણ છે, તથા અમારિ પડહ વગડાવ્યું હતું, અને દરેક રીતે પોતાની રૈયતમાં જીવદયાને ફેલાવો કર્યો હતે તે પણ પ્રસિદ્ધ હકીકત છે. મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળ વિગેરેએ દેરાસરે તથા ધર્મ માટે બહુ સારે ભાગ લીધેલે આપણે જાણીએ છીએ. અંગ્રેજ રાજ્ય અમલ દરમ્યાન કેળવણું, શાંતિ તથા ધર્મપાલનમાં અલંગ નિઃપક્ષપાત એ મુખ્ય સુત્ર છે. આપણી કેમ કેળવણી સામાન્ય રીતે લે છે. અસલના જૈન શ્રીમાનની ખુબી એજ હતી કે ધર્મ તરફ અડગ દઢતા તેઓ રાખતા. ધમતરફ બીજાઓને ભાવ કેમ વધે તેમજ તેઓનું લક્ષ્ય બિંદુ હતું. જૈન ભાઈઓની સ્થિતિ કેમ સુધરે એજ આપણું આગલા રાજ્યદારી.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy