SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ ' "જન કેન્ફરન્સ હેરડ. [ નવેમ્બર, જ્ઞાન આપવાનું તથા રસ્તે દેખાડવાનું તેનું છે. તેની પાસે શ્રી નહિ હોવાથી લાલચ ઓછી હોય છે. તેઓ પોતામાટે તે શ્રી વાંછેજ નહિ. જૈનેના હિતમાટે શ્રી દ્વારા થવાના શુભ માર્ગો બતાવે. જે પાંચ મહાવ્રતે બીજા કેઈ પણ ધર્મમાં આપણી હદ સૂધી દેખાતા નથી, એવા મહા વતપાલક મુનિવર્યને ધન્ય છે. તેઓ દરેક મદદને પ્રથમ પાત્ર છે. તેઓએ જેનેની ધાર્મિક, વ્યાવહારિક નીતિસંબંધી સ્થિતિ સુધારવામાટે માર્ગદર્શક થવાની ઓછી અગત્ય નથી. જ્ઞાન એ તેમનું સબળ હથિયાર છે. મનિ. રાજને અન્ન, વસ્ત્ર, પુસ્તક વિગેરે દરેક જાતની મદદ યથાશક્તિ કરવાથી મનુષ્ય બહુજ ઉત્તમ ભાતું બાંધે છે. હાલના શિથિલાચારી થએલા મુનિ કે યતિ માટે આ લેખક કઈજ કહેતું નથી, પરંતુ લાંબા કાળથી ચાલ્યા આવતા રીવાજ પ્રમાણે મુનિધમ પાળતા સા. ધુઓ માટે જ તે લખે છે. મુનિ, કેમના હિત માટે જે શીખામણ આપે તે યથાશક્તિ મમત તજી, હિતબુદ્ધિથી આદરવા શ્રાવકવર્ગે પ્રયાસ કરો. બેટો રસ્તો બતાવવાનું તેમને કંઈપણ કારણ નથી. તે પછી બીજું ક્ષેત્ર સાથ્વીનું છે. તે પણ સાધુજીની માફક પાંચ મહાવ્રતધારી છે. મોટા શહેરમાં રાત્રિભોજનને પ્રચાર હાલ એટલે બધે વધી પડયે છે. કે તેને માટે સતત ઉપદેશની આવશ્યકતા છે. રાત્રિભેજનું પ્રત્યાખ્યાન એ પણ વિરતિ દશા છે. અને એટલા માટે જ તેને મુનિનું છઠું વ્રત ગણ્યું છે. પુરૂષ વર્ગની સામે સાધ્વીજી વ્યાખ્યાન વાંચી શકે નહિ, પરંતુ તેઓ સ્ત્રીઓને સાચા રદ્ધાને ઉપદેશ આપી શકે અને જે કામ સાધુઓ પુરૂષેપાસે કરાવી શકે તેવું જ શુભ કામ સાધ્વીજી સ્ત્રીઓ મારફત કરાવી શકે. તેઓ પણ દરેક મદદને પાત્ર છે. હાલ તે બન્ને ક્ષેત્ર તરફ પૂર્ણ માયા, ભક્તિ અને અનુકૂળતા છે. ત્રીજુ શેત્ર શ્રાવકે છે. હાલ જૈનેની ધાર્મિક અભ્યાસની સ્થિતિ માત્ર સૂત્રપઠનની છે. તેમાં અર્થજ્ઞાન તથા તત્વજ્ઞાનને ઉમેરે થવાની જરૂર છે. કોઈ કઈ જૈન બંધુઓ અમુક સૂત્રે બોલી જવાની ઈચ્છાથી તે કઠે કરીને છેડા વખતમાં કડકડાટ બેલી જાય છે, પરંતુ તેટલા વખતમાં જે થોડું પણ સમજણ પૂર્વક અને આચરણમાં બની શકતી રીતે લવાય તેવી રીતે બેલે એ ઈષ્ટ છે. નવસ્મરણ, બીજા કોઈ સ્તંત્ર, સ્તવન, ઈત્યાદિ બોલવા એ બહુજ ઈષ્ટ છે, પરંતુ તેટલાજ વખતમાં થોડું પણ સમજણપૂર્વક બાલાય એ વિશેષ ઈષ્ટ છે. આર્થિક સ્થિતિ જોઈશું તે જણાય છે કે અસલની માફક હાલ એકે જૈન રાજા અથવા દીવાન નથી. છુટા છવાયા ગણ્યા ગાંઠયા સરકાર અને દેશી રાજ્યમાં અમલદારે અને નોકરે છે, પરંતુ તેઓ કંઈ કરી શકે એ સ્થિતિમાં નથી. અમલદારોની સ્થિતિ જરા ઠીક છે, પણ નોકરની સ્થિતિ તદન સાધારણ છે. વ્યાપારીઓ માટે જોઈશું તે ઝવેરાત, રૂ, કાપડ, અનાજ, કરીયાણું વિગેરેમાં ઘણા જૈન બંધુઓ રોકાયેલા છે. વ્યાપાર એજ કોમને અને દેશને ધનવાન બનાવનાર છે. ઉંચી કેળવણી પામેલા વ્યાપારમાં વિશેષ બુદ્ધિકૈશલ્ય બતાવી શકે તે સ્પષ્ટ છે. વ્યાપારીઓ કરતાં નેકરીઆત વગ ઘણાજ વિશેષ છે, અને તેપણ ઓછા પગારમાંજ. શ્રીમાન શઠીઆએઅ આ વન માં રહેલા પિતાના ધર્મબંધુઓને મદદ કરવી એ આવશ્યક ફરજ છે, એમ ગણીને બની શકે ત્યાક્ષુધી તેમને જ ફેકવા જોઈએ. વ્યાવહારિક સ્થિતિમાં સાંસારિકને સમાવેશ થઈ શકે સાંસારિક સ્થિતિમાં અમુક અમુક ખોટા અને ખરાબ રીવાજો દુર કરવાને મદદ કરવી એ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy